________________
જબરો પ્રભાવ રહ્યો છે જે તેમના પુસ્તકોના કથાવસ્તુમાં ઝળકે છે. તેઓ ઉત્તમ તત્ત્વચિંતક, સાધક અને લેખક બની રહ્યા.
- બીજાઓને ધર્મલાભ આપવાની ઉત્કટતા રહી જેના પરિણામે જ તા. ૨૩૧૨-૧૯૮૦ના રોજ શ્રેયસ પ્રચારક સભા નામે પ્રકાશન સંસ્થા સ્થાપી અને એનો હેતુ હતો જનતાના વ્યાવહારિક અભ્યદયમાં તથા પારમાર્થિક ઉત્કર્ષમાં ઉપયોગી એવું સાહિત્ય કોઈ પણ ધર્મના ભેદભાવ વગરનું પ્રકાશિત કરવું.
- ઈ.સ. ૧૯૭૧માં સખ્ત બીમારી છતાં વાચન, લેખન, આરાધના, વ. ધર્મપ્રવૃત્તિ ચાલુ રહી એટલું જ નહીં, પણ બલકે વધી. દર શનિવારે એક કલાક ભાવિક રસિકોને વાચના આપવાનું શરૂ કર્યું.
શ્રીમદ્જીના લખાણના ઘણા શબ્દોના અર્થ સમજવા મુશ્કેલ પડતા, તેથી સન ૧૯૭૪માં અધ્યાત્મજ્ઞાનકોષ' બનાવી પ્રકાશિત કર્યો.
શ્રીમદ્જીના જીવનવિકાસ અંગે એમના જ પત્રોના સંકલનરૂપે સામાન્ય સાધકને ઉપયોગી થાય એવું પુસ્તક ‘અધ્યાત્મ જીવનગાથા' ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ કર્યું.
વળી, શ્રીમદ્જીના પત્રાંક ૧૭૨માં મોક્ષમાર્ગની સાધનાનું સુંદર વિશ્લેષણ છે તે આધારિત ગ્રંથ નિર્વાણ માર્ગનું રહસ્ય' લખી ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ કર્યો.
સંસારથી મુક્તિની સાધના માટે સમાધિમરણની અનિવાર્યતા સમજાવતું પુસ્તક “સમાધિ મરણ” ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ કર્યું.
વળી, આત્મસાધના દરમિયાન લાધેલી ભક્તિમાર્ગની વિશેષ ઊંડી સમજણને પ્રકાશિત કરવા પોતાના જ અગાઉના ભક્તિમાર્ગનું રહસ્ય' પુસ્તકના લખાણને સુધારી, વિસ્તૃત કરીને ફરી ઈ.સ. ૧૯૭૮માં એ જ નામથી સુધારેલી આવૃત્તિ પ્રગટ કરી.
બીમારીની તીવ્રતા વધવા છતાં સન ૧૯૭૭ અને સન ૧૯૭૮માં વિશેષ લખાણો પુસ્તક રૂપે પ્રગટ થયાં છે. ઈ.સ. ૧૯૮૦માં આંખોના ઓપેરશન પછી એ જ વર્ષમાં ત્રણ નિબંધો ત્રણ પુસ્તિકા રૂપે પ્રગટ કર્યા.
પછી ઈ.સ. ૧૯૮૧માં આધ્યાત્મિક નિબંધો' નામ હેઠળ એક વિસ્તૃત પુસ્તક સાત નિબંધોવાળું પ્રગટ કરાવ્યું.
ગંભીર માંદગીમાં અને જીવનની સંધ્યાએ વિશેષ ઉપયોગી માર્ગદર્શન વાળી નાની પુસ્તિકા છેલ્લી ઘડીના અવસરે ઈ.સ. ૧૯૮૧માં પ્રગટ કરી.
ઈ.સ. ૧૯૮૧ના જુલાઈમાં બીમારી તીવ્ર બની. ત્યારે શરીર સીધું રાખી સૂતા. ખોરાક છોડીને, છેવટે પાણી પણ છોડીને તા. ૨૨ જુલાઈ ૧૯૮૧ની રાત્રે એ સાધક, આત્મચિંતક સાહિત્યકાર એવા પવિત્ર આત્માએ સમાધિપૂર્વક દેહ છોડ્યો. જીવ નીકળ્યાની કોઈ બાહ્ય નિશાની ન દેખાઈ. પોતાના જીવનના ચિંતન અને સાધનાના નિચોડરૂપે લખાયેલું ઘણું સાહિત્ય મૂકી ગયા જે અભ્યાસુઓને
૩૬૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો