________________
અને વાંચતા. પુસ્તકો કાળજીથી સાચવે. અક્ષરો મોડદાર સુંદર હતા. મુંબઈમાં શરૂમાં (ઈ.સ. ૧૯૩૧) માસિક રૂ. ૫૦/- પગારની નોકરી હતી.
સન ૧૯૩૩માં શ્રી સુશીલાબહેન સાથે લગ્ન. સાહિત્ય, વાચન અને આધ્યાત્મિક વાચન ચાલતું, જેનાથી ભાષાજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન વિકસ્યું. નાની પુત્રીને સંભાળતી વખતે પણ તેને ભક્તિગીતો અને વૈરાગ્યગીતો સંભળાવતા.
જ્યોતિષવિદ્યાનો પણ અભ્યાસ કરેલો; આગાહીઓ પણ સચોટ કરતા.
ઈ.સ. ૧૯૫૨માં માંદગી દરમિયાન વાચન વધ્યું. ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીના ‘વચનામૃતો’ ગ્રંથ વાંચવામાં આવતાં તે વચનો અને તે વિચા૨સ૨ણીનો એમના પર ખૂબ પ્રભાવ પડ્યો જે એમના પછીના પૂરા જીવન પર અને લેખન પર રહ્યો. આનાથી સમ્યક્દર્શન પ્રગટાવવાની તીવ્ર તાલાવેલી લાગી. અને તે અંગેનું ચિંતન અને જીવનમાં વ્રત, નિયમો, સંયમના પ્રયોગોના પુરુષાર્થ વધ્યા.
ઈ.સ. ૧૯૫૭થી થોડા મિત્રો સાથે રોજ રાત્રે શ્રીમદ્ રાજચંદ્રના વચનોનું વાચન શરૂ કર્યું. પોતે તો એમાં જ ખોવાયેલા રહેતા. જીવન એવું સંયમિત બન્યું કે બોલવાનું પણ બહુ ઓછું થઈ ગયું.
વિશેષાર્થસહિત
ઈ.સ. ૧૯૬૧માં પહેલું પુસ્તક ‘આત્મસિદ્ધિશાસ્ત્ર
વિવેચન’ એ નામે પ્રસિદ્ધ થયું.
ઈ.સ. ૧૯૬૬થી ધંધામાંથી પૂર્ણ નિવૃત્તિ લીધી. આર્થિક અને બીજી ભીડ વચ્ચે પણ ધાર્મિક, આધ્યાત્મિક વાંચન, ચિંતન વધાર્યાં. પ્રભુ પ્રત્યે સમર્પણતા અને શ્રદ્ધા કેળવી. સ્વસ્થતા રાખી આત્મા કેવી રીતે ઉત્થાન કરી શકે એ માટેનું જાતે તાદશથી ઉદાહરણ બની રહ્યા.
ઈ.સ. ૧૯૬૭માં અકસ્માત, ફેક્ચર અને માંદગીની પથારીવશતામાંય આત્મસાધના સાથે સહૃદયી મિત્રોને અનુભવજ્ઞાન સમજાવવું શરૂ કર્યું. ઈ.સ. ૧૯૬૮થી તો ઘણા મિત્રોએ તેઓના માર્ગદર્શન હેઠળ જીવનમાં ફેરફાર અને ધર્મારાધના શરૂ કર્યા જેનાથી તેમને ઘણો ઉલ્લાસ થયો. પછી બીજાઓને પણ લાભ મળે એ શુભભાવથી ઈ.સ. ૧૯૭૦માં ભક્તિ માર્ગનું રહસ્ય’ પુસ્તક પ્રગટ કર્યું. તેની પ્રસ્તાવનામાં લેખક લખે છે કે ઃ
“આ પુસ્તકમાં જ્ઞાનમાર્ગને ગૌણ રાખીને ભક્તિનું માહાત્મ્ય બતાવ્યું છે. જ્ઞાનમાર્ગનો નિષેધ નથી, પણ ભક્તિભાવ સહિત ધર્મક્રિયા આપોઆપ અંતરથી પ્રગટ થાય એના પર ધ્યાન આપ્યું છે. જ્ઞાનમાર્ગ દુરાધ્ય છે, તો ક્રિયામાર્ગમાં માનકષાય, વ્યવહાર-આગ્રહ વગેરે દોષોનો સંભવ છે. વળી, સત્પુરુષો અને તેનાં વચનોના વિશે પ્રીતિ, ભક્તિ થાય તે આત્મવિચાર અને સમ્યક્ સાધના માટે જરૂરી છે, ઉપયોગી છે.”
તેઓશ્રીના અંત૨ ૫૨ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતો અને આત્મસિદ્ધિશાસ્ત્રનો આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૩