________________
અને મુમુક્ષુઓને ઘણું ઉપયોગી અને લાભકર્તા થાય એવું છે.
આમ જોતાં, તેમણે લખવા ખાતર જ ક્યારેય લખ્યું નથી, પણ તેમના સાધનામય જીવનના પ્રવાહમાં ચાલેલા આત્મચિંતન અને અનુભવના પરિપાકરૂપે સહજ જ લખાતું ગયું જે સૌને ઉપયોગી, ઉપકારી એવું ઘણું સાહિત્ય આપણને મળ્યું છે.
આવા હતા આત્મચિંતક, સાધક, વિરલ જૈન સાહિત્યકાર શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ
- “બાલવિદ્યાર્થી.” જશવંતલાલ વ. શાહ
તેમનાં પ્રકાશિત પુસ્તકો ૧. આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન) : પ્રથમ પ્રકાશન : ઈ.સ. ૧૯૬૧. ૭મી આવૃત્તિ પાનાં ૪૪૫ ઈ.સ. ૨૦૦૬માં શ્રેયસ પ્રચારક સભા, એ. એમ. મહેતા કાં. શરફ મેન્શન, ૩૨ પ્રસેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ તથા ૩૫ મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧
આ ગ્રંથમાં કુલ ૧૨ પ્રકરણો-વિભાગો છે. અક્ષરો મોટા ને છૂટા સુવાચ્ય છપાયા છે. લેખકે શાસ્ત્રની ૧૪૨ ગાથાઓનું ગાથાવાર બહુ સરળ ભાષામાં સામાન્ય વાચકને સમજાય એ રીતે સરસ વિવેચન કર્યું છે. પૂરા જૈન દર્શનના પ્રરૂપણરૂપ આ કૃતિમાં ગૂઢ ચિંતન સમાયું છે. એટલું જ નહીં, પણ છ પદનું વર્ણન – વિવેચન જૈન સહિતના છએ દર્શનનું પરિચયસહ વિવેચન સમાવી લીધું છે. ભાવાર્થ અને વિશેષાર્થ વિસ્તારથી સમજાવ્યા છે.
૨. ભક્તિમાર્ગનું રહસ્ય : પ્રથમ પ્રકાશન સન ૧૯૭૦ શ્રેયસ પ્રચારક સભા. ફરી એના સુધારેલા લખાણની વિસ્તૃત રૂપે આવૃત્તિ પ્રકાશન થઈ ઈ.સ. ૧૯૭૮માં શેઠ સદ્ગત નગીનદાસ ગિ. શેઠના ટ્રસ્ટીઓ શ્રી જમનાદાસ શેઠ, માઉન્ટ યૂનિક, ૬૨-પેડર રોડ, મુંબઈ-૪૦૦૨૬ ફરી ત્રીજી આવૃત્તિ ઈ.સ. ૧૯૮૨માં પ્રત: ૨૦૦૦, કુલ પાનાં ૨૪૮ની પ્રગટ થઈ છે.
આ પુસ્તકમાં ૧૫ પ્રકરણો છે.
લેખક શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતોથી અને તેમણે બતાવેલા ભક્તિ માર્ગની મહત્તા અને તેના સહેલાપણાથી એટલા પ્રભાવિત થયા કે આ વાત ભાવિકો સમક્ષ મૂકવા વિચાર્યું અને આ ગ્રંથ બન્યો. ‘ભગ’ શબ્દનો અર્થ, ભક્તની વિચારધારા, ભક્તનું આત્મસંબોધન, તેની સાધના સતત ચિંતવવા યોગ્ય મંત્રરૂપ વાક્યો, વ. આ ગ્રંથમાં આવરી લીધા છે. સાધક ભક્તને ખૂબ જ માર્ગદર્શક આ ગ્રંથ બન્યો છે.
૩. શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ જ્ઞાનકોશ : પ્રકાશન : ઈ.સ. ૧૯૭૪ પાનાં
આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૫