________________
દાનની દિશા સમજો:
મુંબઈ ર૬-૩૧ના રોજ મિન્ટ રોડ ઉપર આવેલી કોઠારી વાડીમાં મનુષ્ય કર્તવ્ય' ઉપર વ્યાખ્યાન કરેલું. તેમાં પરોપકાર એ મોટું દાન છે.' અભયાન એ પરોપકાર દાન છે અને અનુકંપા પણ પરોપકાર છે. ભરતામાં ન ભરતા જરૂરિયાત હોય ત્યાં દાન દેવું જોઈએ. દેશમાં લાખો કરોડો ગરીબો ભૂખમરાની આગમાં બળી રહ્યા છે, ત્યારે જમણવારોમાં પૈસા વેડફાય એ અયોગ્ય છે. દાનની દિશા સમજવાની જરૂર છે. સમાજ ઉપર કે દેશ ઉપર આગ વરસતી હોય એવા કુસમયમાં પણ પ્રજાના હિતમાં જનતાના કલ્યાણ અર્થે સકલ સંઘના ઉપકાર્ય દેવાલયની ધનરાશિનો એક પૈસો ખર્ચવો એ જો ખોટું મનાય તો એવા ધનની વૃદ્ધિ કરવી નકામી છે. જે ધન પ્રજાની અનુકંપામાં ઉપયુક્ત થઈ શકે તે ધનની વૃદ્ધિ કરવી સમુચિત છે. એમાં વધુ પુણ્ય છે એ સમજવું જોઈએ. દેવદ્રવ્યના ભંડારો સરકારી લોનોની દિશામાં ઠલવાયા છે. તેનો ઉપયોગ કતલખાના, કારખાના, લશ્કરી વ્યુહ અને લડાઈથી મહાપાપના કામોમાં થાય છે. બાહ્ય આડંબરોના ભભકા બતાવવામાં અને ગોટાળા કે બખેડા ચલાવવામાં કામ લાગે તેવી સ્થિતિ આ યુગમાં નભી ન શકે. રાષ્ટ્રધર્મઃ
મુનિશ્રી રાષ્ટ્રપ્રેમી હતા, એટલું જ નહિ પણ સ્વદેશી અને ખાદીના હિમાયતી હતા. રાષ્ટ્રીય જીવન ગંભીર સ્થિતિમાં છે. રાષ્ટ્રધર્મ તરીકે આપણી ફરજ છે કે સ્વદેશી ભાવના પોષવી જોઈએ. દરેકેદરેક ચીજ સ્વદેશી જ વાપરવી જોઈએ. પરદેશી કાપડ પણ ના વાપરવું જોઈએ. જેની પાછળ લાખો જાનવરો કતલ થતાં હોય અને લાખો મણ ચરબીના વપરાશથી જે બનતું હોય તેવું નાપાક કપડું અહિંસા ધર્મી કેમ વાપરી શકે? ડુંગળી ખાવામાં જે દોષ છે તેના કરતાં હજારગણું અનંતગણું પાપ ચરબીવાળા નાપાક કપડાં વાપરવામાં છે. દેશનું કરોડોનું ધન પરદેશ ઘસડી જવામાં આવે છે તેથી દેશમાં બેકારી ભૂખમરો વધ્યો છે. આ સંક્રાતિકાળ છે. સ્વાતંત્ર્ય મેળવવું હોય અને ટાઢે પાણીએ ખસ કાઢવી હોય તો ખાદીના પૂજારી બની જવું જોઈએ. આપણી ઉન્નતિના ઉપાયોઃ | મુનિશ્રી ન્યાયવિજયજી જમાનાને ઓળખતા હતા. આજના યુગમાં નવી પેઢીને કેવું શિક્ષણ, કેવા સંસ્કાર અને કેવો ધર્મનો બોધ આપવો જોઈએ તે વિશે તેમણે ખૂબ ચિંતન કર્યું હતું. સાચી મુક્તિ અપાવે તે વિદ્યા અને તે માત્ર પુસ્તકોના કીડા બનીને નહિ પણ શારીરિક શ્રમ, વ્યાયામ અને વિધવિધ પ્રવૃત્તિઓ દ્વારા મળી શકે. જીવનનું ઘડતર અને ચણતર થવુ જોઈએ તેવું માનતા હતા. ઉન્નતિની ચાવી એકમાત્ર કર્તવ્યોની સાધના છે. સ્વ-ઉન્નતિ વગર ન સામાજિક
૩૫૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો