________________
જીભથી બોલવું એક અને આચરણમાં ભિન્નતા ! તે બોધ નથી. શ્રી કુશલચંદ્રજી મ.સા. એ માટે આચારાંગ આદિ સૂત્રને સાક્ષીરૂપ માને છે. બાળપણથી જે વ્યક્તિએ સાધુત્વની ઝંખના કરી અને તે ઝંખના માટે જિંદગી દાવ ઉપર લગાડી, આખરે જેની સાચી ભાવના સફળ થઈ છે તેવા અપરિગ્રહી, સંયમી, બ્રહ્મચર્ય વ્રતધારી, જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી શ્રી કુશલચંદ્રજી મ.સા.ને નત મસ્તકે વંદન કરું છું. – અસ્તુ – જય જિનેન્દ્ર. સંદર્ભગ્રંથ : (સૌજન્ય)
(૧) મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર – લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી પ્રકાશન વર્ષ : ઈ. સ. ૧૯૯૧.
કાનજી જે. મહેશ્વરી રિખીયો
૧૫૦, ગણેશનગર, ગાંધીધામ (કચ્છ) - ગુજરાત
PIN - 370201 M. 9426789670 R. 02836-252835
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૫૧