________________
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ
- કીર્તિ એન. શાહ
–
સમય : વિ. સં. ૧૯૪૦થી વિ. સં. ૨૦૧૭
(ગુજરાતી, હિંદી, ઉર્દૂ, સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના કરનાર પૂ. આ. લબ્ધિસૂરિજી વિશે ડૉ. કીર્તિભાઈએ પોતાના લેખમાં સુંદર રીતે રજૂઆત કરીને તેમના જીવન અને કૃતિઓનો પરિચય આપ્યો છે. – સં.].
જૈનોનું સાહિત્ય એટલું વિશાળ છે કે કાળના થપેડા ખાતા ખાતા જેટલું બચ્યું છે તે જગતના ધાર્મિક સાહિત્યમાં મહત્ત્વ ધરાવે એટલું છે.
જૈન શાસ્ત્રોમાં શાસનના આઠ પ્રભાવકો કહ્યા છે એક પ્રવચનિક, બીજા ધર્મકથિક, ત્રીજા નૈમિતક, ચોથા વિદ્યાસિદ્ધ, પાંચમા યોગસિદ્ધ, છઠ્ઠા વાદી, સાતમા વિકૃષ્ટ તપસ્વી અને આઠમા મહાકવિ.
જૈન સાહિત્ય એ નામ જ બે અર્થમાં વાપરી શકાય. એક તો જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવતું સાહિત્ય અને બીજું જૈન ધર્મના અનુયાયીઓએ રચેલું સાહિત્ય. દા.ત., જેનાચાર્ય શ્રી હેમચંદ્રકૃત સિદ્ધહેમ વ્યાકરણ એ ભાષાઓનું વ્યાકરણ હોઈ જૈન કે જૈનેતરને માન્ય છે. છતાં સિદ્ધહેમ વ્યાકરણની ગણના તેના રચનાર જૈન હોવાને લીધે જૈન સાહિત્યમાં થઈ છે. સાહિત્ય સર્જકો પ્રધાનપણે આચાર્યો, મુનિઓ છે. સંસાર ત્યાગ કરી શ્રમણદીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યો અને તેની શિષ્ય પરંપરાનો ઉપકાર મુખ્ય છે કે જે કદી ભૂલી શકાય તેમ નથી. દીક્ષાના રહસ્યને પામેલા સૂરિવરો લોકકલ્યાણ અર્થે જે બોધ આપી ગયા, ગ્રંથો લખી ભવિષ્યની પ્રજા માટે મૂકી ગયા તેમને આપણા વંદન છે.
૧૯મી સદીમાં તપાગચ્છના વિજય લક્ષ્મી સૂરિએ ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ રઓ (૧૮૨૩૪). વીરવિજય (૧૮૩૭), દીપવિજય જેઓ કવિરાજ બહાદુર તરીકે ઓળખાતા હતા. (૧૮૫૯-૮૬), રૂપવિજય (૧૮૬૧-૧૯૦૦), પદ્મવિજય વગેરે મહાન કવિ હતા. વીરવિજય તે જૈનોના દયારામ છે. વીરવિજયે મોટામોટા રાસો પણ રચ્યા છે.
૧૦૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો