________________
આચાર્ય દિનકર દ્વારા કરેલ છે.
બત્રીસમા સ્થંભમાં જૈનમતની પ્રાચીનતા, વેદના પાઠોમાં ગરબડ થઈ છે, તેનું નિષ્પક્ષપાત વિવરણ છે. જૈન વ્યાકરણાદિની સિદ્ધિનું તથા મહર્ષિ પાણિનીની ઉત્પત્તિનું વર્ણન ઘણું જ રસમય કરી બતાવેલ છે. તે જોતાં આચાર્યશ્રીનું જૈનેતર શાસ્ત્રોનું જ્ઞાન કેટલું અગાધ હશે તેની ઝાંખી વાચકોને થયા વિના નથી રહેતી. તેત્રીશમા સ્થંભમાં જૈનમતની બોદ્ધમતથી ભિન્નતા બતાવી છે તેમ જ પાશ્ચાત્ય અને દિગંબર વિદ્વાનોને હિતશિક્ષા આપી છે.
ચોત્રીશમા સ્થંભમાં જૈનમતની કેટલીક વાતો ઉપર કેટલાક માણસો અનેક પ્રકારના તર્કવિતર્ક કરે છે, તેમને દાખલા દલીલો સાથે બહુ જ સુંદર રીતે સમજાવેલ છે.
પાંત્રીસમા અને છત્રીશમા સ્થંભમાં શંકર દિગ્વિજયને અનુસાર શંકરસ્વામીનું જીવનચરિત્ર લખેલ છે. વેદવ્યાસ અને શંકર સ્વામીએ જૈનમતની સપ્તભંગીનું ખંડન કરેલ છે, તેમાં શંકરસ્વામી અને વેદવ્યાસ જૈન મતથી કેટલા અજ્ઞાન હતા તે સમજાવી જૈન મતવાળા સપ્તભંગીને જેમ માને છે તેમ તેના સ્વરૂપ અને સપ્તનયનું સંક્ષિપ્ત વર્ણન કરેલ છે.
આવા અનેક જુદાજુદા વિષયોના વર્ણનોથી આ મહાન ગ્રંથ ભરેલો છે. નિષ્પક્ષપાતી સજ્જનોએ આ ગ્રંથ સંપૂર્ણ વાંચી સત્યાસત્ય જાણવા યોગ્ય છે.
શ્રી આત્મારામજી મહારાજે ઉપર્યુક્ત અનેક ગ્રંથો રચેલા છે. તે જોતા તેઓ એક સમર્થ ક્રાંતિકાર, સુવ્યવસ્થારૂઢ સુક્રાંતિના બીજવાળા, ઊંડા જ્ઞાની હતા. એમના ગ્રંથોના કરવામાં આવેલ આ દિગ્દર્શનથી જાણી શકાય છે કે તેમાં સંખ્યાબંધ આગમો અને શાસ્ત્રોના આધાર આપેલા છે, તેથી તેઓશ્રીના બહુશ્રુતપણાની – ઊંડા અભ્યાસની આપણને ખાતરી થાય છે. તે ઉપરાંત તેઓએ સં. ૧૯૨૭માં બિનોલીમાં ‘આત્મવાચની'ની રચના કરી હતી. સં. ૧૯૩૦માં અંબાલામાં જિન ચોવીશી, સં. ૧૯૪૦માં બિકાનેરમાં વીશ સ્થાનક પૂજા', સં. ૧૯૪૩માં પાલિતાણામાં ‘અષ્ટપ્રકારી પૂજા’, સં. ૧૯૪૮માં પટ્ટીમાં ‘નવપદ પૂજા' અને ૧૯૫૦માં જડિયાલાગુરુમાં સ્નાત્રપૂજા વગેરે પૂજાની રચના કરી હતી. તેમ જ સ્તવનો, ચૈત્યવંદનો પદો, સજ્ઝાયો રચેલ છે, જે જોતાં એમની અગાધ કવિત્વશક્તિનું આપણને ભાન થાય છે.
નવીન રાગ-રાગિણીથી હિંદી ભાષામાં પૂજાઓ રચવાનું પ્રથમ માન શ્રી આત્મારામજી મ.ને ફાળે જાય છે. ભારત વર્ષની રાષ્ટ્રભાષા હિંદી હોવાથી તેમના તમામ ગ્રંથો પણ રાષ્ટ્રભાષામાં લખાયેલ હોવાથી રાષ્ટ્રભાષાના સાહિત્યમાં સુંદર પૂર્તિ કરે છે.
એ સમયમાં જૈન ધર્મની શ્રમણ પરંપરામાં જૈનધર્મ અને દર્શનનાં અધિકારી વિદ્વાન પૂ. શ્રી આત્મારામજી મ. જ હતા. તેઓ પોતાની અગાધ વિદ્વત્તા અને
૩૦૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો