________________
સુધીનો ક૨ા૨ કરાવ્યો. આ કાર્યના અનુસંધાને ડિસેમ્બર ૧૮૮૬માં શત્રુંજ્ય તીર્થ પર ગવર્નર લોર્ડ રે ને માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા.
મક્ષીજી તીર્થમાં વિવાદ-વિખવાદ તથા અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ હતી. જૈન એસોસીએશન ઓફ ઇંડિયાના મંત્રી તરીકે દરેક પક્ષોને મળીને, વાટાઘાટ તથા સમજાવટથી તેમાં પણ સને ૧૮૮૬-૮૭માં સુખદ સમાધાન કરાવેલ.
આ સમય દરમિયાન તેમનો અભ્યાસ, વાંચન વિવિધ વિષયો ઉપર ચાલુ હતા. તેમણે અંગ્રેજી, સંસ્કૃત તેમ જ અન્ય ૧૪ ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. સંસ્કૃત ભાષા ઉપર એવો ઊંડો અભ્યાસ કર્યો કે તેઓ સંસ્કૃતના સ્કોલ૨ ગણાયા. સંસ્કૃત ભાષા ઉપરના પ્રભુત્વના હિસાબે તેઓ અન્ય ભારતીય દર્શનો, અન્ય ધર્મનાં શાસ્ત્રો, અન્ય ધર્મનાં તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી શક્યા. આ કારણે જ તેઓ અમેરિકન ક્રિશ્ચિયાનીટીના પ્રચારકો સમક્ષ નિર્ભયપણે, યોગ્ય રીતે સચોટતાથી રજુઆત તથા સાચી ટકોર કરી શક્યા.
તેમની બીજી ખૂબી એ હતી કે તેઓ વિવિધ દેશોના પ્રખ્યાત અને માન્ય વિદ્વાનો સ્કોલોના તેમજ પ્રાચીન-અર્વાચીન ભારતીય વિદ્વાનોનાં લખાણોનો પણ ઊંડાણપૂર્વક તેમજ એકાગ્રતા સાથે અભ્યાસ કરતા. આ જ્ઞાનનો ઉપયોગ જરૂર પૂરતો પોતાનાં લખાણો તથા ભાષણોમાં કરતા હતા અને એટલે જ તેમનાં વ્યાખ્યાનો તટસ્થ અને પ્રમાણિક લેખાયાં. ત ્-ઉપરાંત ૧૮૫૭ના દેશનાં સ્વતંત્રતાના બળવા અંગેના અભ્યાસના કા૨ણે દેશભક્તિ પણ તેમની રગેરગમાં વણાઈ ગઈ હતી. તેમણે યુરોપીય ધાર્મિક તથા દાર્શનિક વિચારધારાઓનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.
-
પ્રાપ્ત કરનાર
તેઓ જૈન સમાજના પ્રથમ બેરિસ્ટર બાર-એટ-લો બનવાનું સદ્ભાગ્ય ધાર્મિક દાર્શનિક અને કાનૂની નિષ્ણાત બન્યા હતા. પરંતુ તેમણે પોતાના કાનૂની અભ્યાસ-જ્ઞાન-શક્તિનો ઉપયોગ ધન-ઉપાર્જન કે પોતાના માટે નહીં કરવાના નિર્ણય સાથે તેનો ઉપયોગ શાસન અને સમાજ માટે કરવાનું નક્કી કર્યું અને પોતાની જાતને જૈન શાસનને સંપૂર્ણ રીતે સમર્પિત કરી. વ્યવહારે શ્રાવક ગૃહસ્થ હોવા છતાં તેઓ એક શાસન સમર્પિત – સપૂત – જૈન ગૃહસ્થ, મહુવાના એક શ્રાવક-સંત હતા. જૈન ઇતિહાસમાં આવો સમર્પિત સુશ્રાવક, જેણે પોતાનું સર્વસ્વ જૈન શાસન માટે ન્યોછાવર કરી દીધું હોય, તેવો બીજો એક પણ નહીં મળે.
-
સને ૧૮૯૦માં તેમના પિતાશ્રી રાઘવજીભાઈનો સ્વર્ગવાસ થયો. તેમના પિતાશ્રી એક અડગ સમાજ સુધાકર હતા. તેમની છેલ્લી ઇચ્છા તથા આજ્ઞા હતી કે ‘મારી પાછળ રડશો નહીં, ભોંયે ઉતારશો નહીં, સ્મશાનમાં અળગણ પાણીએ નાશો નહીં (એ જમાનામાં સ્મશાનમાં સ્નાન કર્યાં બાદ એ જ ભીના વસ્ત્રોમાં ઘરે પાછા આવવાનો રિવાજ હતો) તથા મારી પાછળ મરણ નિમિત્તે કશો ખર્ચ કરશો નહીં.’ તેમના આદેશનું વીરચંદભાઈએ પૂર્ણ રીતે પાલન કર્યું હતું. શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૯