________________
પ્રથમ ભારતમાં ભાઈ પન્નાલાલ આર. શાહ, શ્રી વીરચંદભાઈ ઉપર જ્યોતિર્ધરની જીવનગાથા' નામનું પુસ્તક ગુજરાતીમાં લખીને પ્રકાશિત કરાવ્યું. તેનું English Translation Jaina એ પ્રકાશિત કરાવ્યું.
Jaina તથા World Jain Confederation અને ડૉ. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી મહેશભાઈ ગાંધી તથા અન્યોના સહયોગ તથા પ્રયત્નોથી ૮ નવેમ્બર ૨૦૦૯ના રોજ ભારત સરકાર તરફથી શ્રી વીરચંદ ગાંધીની ટપાલ ટિકિટ તથા ફર્સ્ટ ડે કવર બહાર પાડીને તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ પહેલા કેનેડાની સરકારે પણ તેમની ટપાલ ટિકિટ બહાર પાડેલ.
મે ૨૦૦૭માં ધી જૈન એસોસિએશન ઓફ ઇંડિયા તરફથી તેના મંત્રી શ્રી હિંમતલાલ શાં. ગાંધી લિખિત શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ઉપર વિશેષાંક પ્રકાશિત કરવામાં આવેલ.
ડૉ. બિપિનભાઈ દોશી તથા પ્રીતિબહેન શાહે ઊંડા સંશોધન બાદ, ઇંગ્લિશમાં દળદાર સચિત્ર ગ્રંથ – “Gandhi before Gandhi' પ્રકાશિત કર્યો, જેના ઉપરથી શ્રી વીરચંદભાઈ ઉપર “રંગત પ્રોડક્શન' એક સુંદર દર્શનિય નાટક તૈયાર કર્યું જેના દેશવિદેશમાં ઘણા બધા શો થયા છે.
- વિદ્વાન સાહિત્યકાર, જૈન ધર્મના રોમીંગ એમ્બેસેડર પદ્મશ્રી ડો કુમારપાળભાઈ દેસાઈએ પણ શ્રી વીરચંદભાઈ ઉપર ખૂબ જ સંશોધન કરેલ છે. હાલમાં જ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર “ભારતીય સંસ્કૃતિનો આત્મા અને વીરચંદભાઈએ લખેલ ત્રણ બુકો "The Jaina Philosophy, The Yoga Philosophy 247 The unknown Life of Jesus Christ World Jain Confederation દ્વારા પ્રકાશિત કરી.
જુલાઈ ૨૦૧૦માં મહુવા યુવક સમાજ, મુંબઈ અને શ્રી ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, મહુવાના સંયુક્ત ઉપક્રમે, જાણીતા કથાકાર રામાયણી શ્રી મોરારિબાપુના અધ્યક્ષસ્થાને શ્રી વીરચંદ ગાંધી ઉપર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનો મહુવામાં પરિસંવાદ યોજવામાં આવેલ હતો.
- ૨૫ ઓગસ્ટ ૨૦૧૩, શ્રી વીરચંદભાઈની ૧૪૯મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે બોરીવલી, મુંબઈમાં શ્રી મહુવા યુવક સમાજ, મુંબઈએ ડૉ. બિપિન દોશીનું પ્રવચન યોજેલ હતું.
જ્યારે જૈન મુનિ ડૉ. લોકેશ મુનિશ્રીએ, અહિંસા વિશ્વનાં આશ્રયે, નવી દિલ્હીમાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહજીના નિવાસસ્થાને અન્ય મીનીસ્ટરોની હાજરીમાં ૨૫ ઑગસ્ટ, ૨૦૧૩ના રોજ શ્રી વીરચંદ ગાંધીની ૧૪૦મી જન્મજયંતી ઉજવણીનું ભવ્ય આયોજન ગોઠવેલ હતું.
૨૫ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ તેમની ૧૫૦મી જન્મજયંતી આવી રહી છે ત્યારે સમગ્ર જૈન સમાજે તેમની ભવ્ય ઉજવણી કરવી જોઈએ – મહુવામાં તેમજ અન્ય સ્થળે સ્મૃતિ મંદિર ઊભા કરવા જોઈએ અને યોગ્ય આયોજનો
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૩૩