________________
શ્રી કુશલચંદ્રજી મહારાજ પાર્જચંદ્રગચ્છમાં શુદ્ધ સંયમમાર્ગના પુરસ્કર્તા હતા, તેમ તપાગચ્છમાં એ સમયે શ્રી મૂલચંદજી મહારાજ આદિ મુનિવરો આચારશુદ્ધિ અને સંયમમાર્ગના પ્રવર્તક – સમર્થક તરીકે આગળ આવ્યા હતા. શ્રમણ સંઘના મહારથી એવા આ મુનિરાજોના મિલનથી તે સમયે અમદાવાદમાં ખરા અર્થમાં ધર્મનો ઉદ્યોત' થયો. અહીં થોડા દિવસ આનંદદાયક સહવાસ પછી શ્રી કુશલચંદ્રજી મહારાજ વિરમગામ પધાર્યા. આયંબિલની ચૈત્રી ઓળી તથા વરસીતપના પારણા ત્યાં કરાવી ચાતુર્માસ અર્થે જામનગર ગયા. અહીં વિ. સં. ૧૯૩૪નું ચોમાસું જામનગર થયું.
ચાતુર્માસમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા પાંડવ ચરિત્રનું વાંચન કર્યું. કેટલાક સાધ્વીજીઓને યોગવહન કરાવ્યું. શ્રાવકોને ઉપાધાન કરાવ્યા. સં. ૧૯૩૪ના ચાતુર્માસ બાદ તેઓશ્રીએ ફરી કચ્છ તરફ વિહાર કર્યો.
શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબે જામનગરથી કચ્છ વિહાર કર્યો. વાગડ થઈ અંજાર પહોંચ્યા. અંજારના સંઘે દોઢ ગાઉ સુધી સામા જઈને સામૈયું કરેલું. અંજારમાં થોડા દિવસ રહી ધર્મોપદેશનો લાભ આપ્યો.
ત્યાંથી મુંદ્રા, ભુજપુર, તુંબડી, ફરાદી વગેરે ગામોમાં વિચર્યા. એ સમયે કચ્છના ઘણા ગામોમાં ગોરજીઓ’ રહેતા, જૈનોના ધાર્મિક કારોબાર પર તેમનો સીધો અંકુશ હતો. ઉપાશ્રયો પણ તેમની માલિકીનાં હોય, જેને પોસાળ' કહેતા. ક્યાંક તો દેરાસર પણ તેમના કબજામાં હતાં. ધર્મસ્થાનોની આવક પણ તેમના હાથમાં જતી. આ ગોરજીઓ – યતિવર્ગના વ્યવહાર શુદ્ધ સંયમમાર્ગની દષ્ટિએ શિથિલાચાર' ગણાય. શ્રી કુશલચંદ્રજી મહારાજ તો શુદ્ધ સાધુત્વના આચારને અનુસરનારા સાધુ હતા. મહારાજશ્રીની કાર્યશૈલી એવી સૌમ્ય હતી કે પતિજીવનનો વિરોધ કરતા હોવા છતાં તેઓશ્રી યતિવર્ગનો પણ પ્રેમ પ્રાપ્ત કરી શક્યા. યતિઓ પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરી સંવેગપક્ષને માન આપતા થયા હતા.
આસંબિયા, બિદડા વગેરે ગામોમાં થઈ ઓળી કરાવવા માટે જન્મભૂમિ કોડાય પધાર્યા. દેરાસરે દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા. આયંબિલની ઓળીની આરાધના સૌએ ઉમંગથી કરી, કોડાયની સ્થિરતા દરમિયાન મહારાજશ્રીએ ભગવતીસૂત્રનું વાંચન કર્યું.
નવાવાસ (દુર્ગાપુર)ના આસુભાઈ વાગજી શાહ મહારાજના દર્શનાર્થે આવ્યા. મહારાજશ્રી કોડાયથી રાયણ, નવાવાસ થઈ ગોધરા પધાર્યા. મહારાજશ્રીના ધર્મોપદેશ શ્રવણથી ગોધરાના કેલણભાઈ દીક્ષાભિલાષી બન્યા.
માંડવી-કચ્છના ચાતુર્માસ પ્રવેશમાં ઠાઠમાઠથી નગરપ્રવેશ થયો. વ્યાખ્યાનમાં સૂયગડાંગ સૂત્ર અને શત્રુંજય માહાસ્ય વાંચતા. ચોમાસાના વ્યાખ્યાનમાં માંડવીના ત્રણે ગચ્છના સંઘ ઉત્સાહથી લાભ લેતા હતા. વિ.સં. ૧૯૩૫ના આ ચાતુર્માસમાં આજુબાજુના ગામડામાંથી શ્રાવકો આવી આરાધના કરતા. એક ભાઈએ માસખમણ કર્યું. શ્રી ખુશાલચંદ્રજીએ ૨૩ ઉપવાસ કર્યા. ૩૪૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો