________________
કરતા. વિ.સં. ૧૯૩૭નું ભુજ-ચાતુર્માસ વિશિષ્ટ પસાર કરી, ચોમાસું ઊતરતાં માંડલ સંઘની વિનંતી હોતાં માંડલ તરફ પ્રયાણ કર્યું.
કચ્છનું રણ ઓળંગી ધ્રાંગધ્રા પહોંચ્યા. ત્યાં માસકલ્પ કર્યો. ધ્રાંગધ્રાનરેશ શ્રીકુશલચંદ્રજી મહારાજના દર્શન અને ઉપદેશ શ્રવણ અર્થે આવેલ, ત્યાંથી પાટડી પહોંચ્યા. પાટડી જૈન સંઘે ઉત્સાહપૂર્વક સામૈયું કરેલ. આ સામૈયામાં પાટડીના દરબારસાહેબ પણ સામેલ થયા હતા. થોડા દિવસ પાટડીમાં રહ્યા. વૈશાખમાં માંડલ પધાર્યા. માંડલ જૈન સંઘે મહારાજ સાહેબનું દબદબાભર્યું સ્વાગત કર્યું. અહીં યતિજીવનની અશુદ્ધિ અને અપૂર્ણતા માટે ક્રિયોદ્વાર વિધિ મહારાજશ્રીના હસ્તે થઈ હતી. વિ.સં. ૧૯૩૮નું ચોમાસું માંડલમાં થયું.
કચ્છમાં ભદ્રેશ્વર મહાતીર્થં ભારતના પ્રાચીનતમ તીર્થોમાંનુ એક તીર્થ છે. ભગવાન મહાવીર પછી ત્રેવીસમા વર્ષે આ તીર્થની સ્થાપના થઈ હતી. એ વખતે તીર્થના મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તે પછી આ તીર્થને ઘણી ચડતી-પડતીમાંથી પસાર થવું પડ્યું હતું. અનેક જીર્ણોદ્ધાર થયા. આવા એક જીર્ણોદ્ધાર વખતે મુખ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીરસ્વામીના પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવ્યા. કાળક્રમે ફરી જીર્ણ થઈ ગયેલા આ તીર્થના ભવ્ય જિનાલયનો પુનરુદ્ધાર કરવાની મહારાજશ્રી પ્રેરણા આપતા હતા.
૧૯૩૯ ફાગણ સુદ પાંચમના પ્રતિષ્ઠા થઈ જે તપાગચ્છ,
કચ્છના સર્વ સંઘોના સહકાર સાથે વિ.સં. દિવસે મહાવીરસ્વામી આદિ જિનબિંબોની પુનઃ અચલગચ્છ, ખરતરગચ્છ અને પાર્શ્વચંદ્રગચ્છ એમ ચારે ગચ્છના સહિયારા સહકારથી સંપન્ન થયેલ. એ જીર્ણોદ્વાર અને પ્રતિષ્ઠા મહોત્સવ જૈનોની એકતા અને શ્રદ્ધાનાં પાવન પ્રતીક જેવાં બની રહ્યાં. આ જીર્ણોદ્ધારના સૂત્રધાર સમા અચલગચ્છીય યતિવર્ય શ્રી સુમતિસાગરજીએ એ પ્રતિષ્ઠા પ્રસંગના વર્ણનનું એક ચોઢાળિયું રચ્યું છે. ‘શ્રી ભદ્રેશ્વરજીનું ચોઢાળિયું’ નામની એ કૃતિમાં કુશલચંદ્રજી મહારાજ વિશે આદરપૂર્વક ઉલ્લેખ છે :
સંવેગ રંગે ઝીલતા, શ્રી કુશલચંદ્રજી આદે સાર.' એવા શબ્દો દ્વારા મહારાજ સાહેબના શુદ્ધ સંયમ, નિષ્ઠાને અંજલિ આપી છે. ભદ્રેશ્વરનો પ્રતિષ્ઠા પ્રસંગ પૂર્ણ કરી મહારાજ સાહેબ જામનગર તરફ વિચર્યાં. વિ.સં. ૧૯૩૯નું ચોમાસું ફરી જામનગ૨ તથા સં. ૧૯૪૦ માંડવી-કચ્છ વિ.સં. ૧૯૪૧ ફરી જામનગર, સંવત ૧૯૪૨ માંડવી કચ્છ, સંવત ૧૯૪૩ ભુજ, સંવત ૧૯૪૪ કોડાય, સંવત ૧૯૪૫ જામનગર તથા સંવત ૧૯૪૬ કોડાય, સંવત ૧૯૪૭ જામનગ૨ અને સંવત ૧૯૪૮ કચ્છ કોડાય, સંવત ૧૯૪૯ બિદડા, ૧૯૫૦ કોડાય, ૧૯૫૧ બિદડા, ૧૯૫૨ નવાવાસ, ૧૯૫૩ બિદડા, ૧૯૫૪ મોટી ખાખર, ૧૯૫૫ બિદડા, ૧૯૫૬ નાના આસંબિયા, ૧૯૫૭ કોડાય, ૧૯૫૮ નવાવાસ, ૧૯૫૯ બિદડા, ૧૯૬૦ કોડાય,
૩૪૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
-