________________
માંડવીના ચોમાસા બાદ મહારાજશ્રીએ ભુજ તરફ વિહાર કર્યો. આસંબિયામાં થોડા દિવસ સ્થિરતા કરી ધર્મલાભ આપ્યો. આસંબિયાથી તુંબડી, પુનડી થઈ ચુનડી પધાર્યા. ચુનડીમાં ગરાસિયા દરબારોની વિનંતીથી દરબારના સ્ત્રીવર્ગ માટે દરબારગઢમાં મહારાજશ્રીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. જીવદયા, વ્યસનત્યાગ, શુદ્ધ ચારિત્ર નીતિ જેવા માણસાઈના ધર્મોનો બોધ આપ્યો. અહીં દરબાર સ્ત્રીપુરુષોમાં અમુક લોકોએ વિવિધ નિયમો લીધા, ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ભુજ પધાર્યા. ભુજથી નલિયા, જખૌ, સુથરી વગેરે ગામોમાં સમ્યગૂજ્ઞાનની સરવાણી વહાવતાં આખરે કોડાય આવ્યા.
જન્મભૂમિમાં ચાતુર્માસા શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબની જન્મભૂમિ તે કોડાય ગામ. જન્મભૂમિમાં ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર કરતાં વિ.સં. ૧૯૩૬માં કોડાયમાં ચાતુર્માસ થયું. શ્રાવકોમાં તો ઉત્સાહ હતો જ. વ્યાખ્યાનમાં વિશાળ મેદની જામતી. જૈનેતર લોકો પણ મોટી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. અહીં વ્યાખ્યાનમાં “શ્રી દશવૈકાલિક સૂત્ર' અને મલયાગિરિ ચરિત્ર વાંચતા. પર્યુષણ અને ઓળીમાં પૂર્વે કદી જોવામાં ન આવી હોય એવી આરાધના થઈ. તપ, જપ, જીવદયા – સાધર્મિક વાત્સલ્ય વગેરે કાર્યોથી ચાતુર્માસ દીપી ઊઠ્યું. જ્ઞાનપંચમી આવતાં તેનો મહિમા સમજાવી અનેક સ્ત્રી-પુરુષોને તેની આરાધનામાં જોડ્યા. ચાતુર્માસ પૂર્ણ થવાના અવસરે શ્રી કોડાય સંઘે ‘અઠ્ઠાઈ મહોત્સવ' ઊજવ્યો. વિ.સં. ૧૯૩૬નું ચાતુર્માસ નોંધપાત્ર બની રહ્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં બિદડા પધાર્યા. બિદડામાં સ્થાનકવાસી સાધુએ શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબ પાસે પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાંથી વિહાર કરી વડાલા આવ્યા. ત્યાં સ્થાનકવાસી મેઘરાજ મુનિના કોઈ શિષ્યને મહારાજશ્રીએ "ર્મગ્રંથનો અભ્યાસ કરાવ્યો. ત્યાંથી વિહાર કરી ભદ્રેશ્વર મહાતીર્થની યાત્રા કરી, મુંદ્રા થઈ ભુજપુર પધાર્યા. ભુજપુરના અચલગચ્છીય યતિશ્રી મહિમાસાગરજી તથા ગુણસાગરજીએ મહારાજશ્રીના માનમાં પ્રભુની આંગી' રચાવી તથા નવાણ પ્રકારની પૂજા ભણાવી. અહીં ચાતુર્માસ માટે જુદાજુદા ગામોની વિનંતીઓ આવી. તેમાં ભુજ સંઘની વિનંતીનો સ્વીકાર કર્યો. ભુજ તરફ વિહાર કર્યો. ચાતુર્માસ ભુજમાં પ્રવેશ થયો તે દિવસે કોઈ પર્વ મહોત્સવ દિવસ હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. ભુજ ચાતુર્માસમાં “શ્રી આચારાંગસૂત્ર' તથા પાંડવ ચરિત્ર' વાંચતા હતા. વ્યાખ્યાનમાં ભુજ શહેર અને આસપાસના ગામોના જૈનો રોજ આવતા. ભુજના નગરશેઠ શ્રાવકોનું આતિથ્ય કરતા.
પર્યુષણ પર્વ અને નવપદની ઓળીમાં અભૂતપૂર્વ આરાધનાનું વાતાવરણ ખડું થયું હતું. મહારાજ સાહેબ દરેક સ્થળે જ્ઞાનપંચમીની આરાધના માટે ખાસ પ્રેરણા
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. * ૩૪૭