________________
સંવેગી
વાચનાચાર્ય
શ્રી કુશલચંદ્રજી મ.સા.
-
કાનજી જે. મહેશ્વરી
[જૈફ વયે પહોંચેલા શ્રી કાનજીભાઈ વિવિધ પ્રવૃત્તિઓની સાથે અવારનવાર
જુદાજુદા સામિયકોમાં પોતાના વિચારો પ્રગટ કરતા રહે છે. પ્રસ્તુત લેખમાં તેઓશ્રીએ પૂ. સંવેગી વાચનાચાર્ય કુશલચંદ્રજી મહારાજ સાહેબના વિચારશીલ જીવન ઉપર સારો પ્રકાશ ફેંક્યો છે. પોતે સાહિત્યની રચના ન કરી હોવા છતાં જરૂર જણાય ત્યાં વિરોધ કરીને પણ પૂ. કુશલચંદ્રજી મહારાજે પોતાની સજાગતા અને સતર્કતા હંમેશાં જાળવી છે તેથી તેમને સવાયા સાહિત્યકાર માનવા પડે તેવો કાનજીભાઈનો મત છે. – સં.]
સંવેગ રંગ તરંગ ઝીલી, આત્મ રમશે મહાલતા, ગુરુ બાહ્ય-અંતર જે નિરંતર, સત્ય સંચય પાળતા, તસ પાદ પંકજ દીપ મધુકર, શાંતિ પામે સર્વદા, મુનિરાજ માનસ હંસસમ, શ્રી કુશલચંદ્રજી નમું સદા.
• પ્રવર્તક શ્રી દીપચંદ્રજી મ.સા. શ્રી કુશલચંદ્રજી મ.સા.ના જીવનની આછી ઝલક ઉપરોક્ત પદકાવ્યમાં મળે છે. તીવ્ર વૈરાગ્યના રંગે રંગાયેલા કુશલચંદ્રજી મ.સાહેબે પોતાનું શુદ્ધ ચારિત્ર્ય સંવેગીમય બનાવ્યું. જૈન ધર્મમાં આજથી બસોક વર્ષ પૂર્વ કચ્છ કોડાય ગામમાં વીસા ઓસવાળ જ્ઞાતિના એક સામાન્ય માણસ ખેતીના ધંધામાં જોતરાયેલ હતા, જે અપરિગ્રહ અને ચારિત્ર શુદ્ધિના આગ્રહી શ્રી કુશલચંદ્રજી મ.સા. હતા.
કચ્છ જ્ઞાનમૂડીમાં દાદ્રિય હતું તેમ કહું તો ખોટું નથી. આથી બસો વરસ પહેલાં કચ્છમાં ધર્મ અને જીવન વ્યવહારમાં અજ્ઞાનતારૂપી અંધકાર છવાયો હતો. આવા કપરા કાળમાં જ્ઞાનસ્વરૂપ પ્રકાશપુંજ શ્રી કુશલચંદ્રજી મ.સા.નો જન્મ થયો. શ્રી કુશલચંદ્રજી મ.સા. રણમાં મીઠી વીરડી બન્યા છે.
સંસારી નામ : કોરશી
આયુષ્ય : ૭૭ વર્ષ પૂર્ણ.
પિતા જેતશીભાઈ સાવલા
માતા : ભમઈબાઈ
-
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. * ૩૩૫