________________
અભ્યાસમાં કોઈ કચાશ છોડી નહિ.
દીક્ષા – નામકરણ સંસારી નામ ....................... દીક્ષાંત નામ (૧) કોરશી....................... શ્રી કુશલચંદ્રજી (૨) હેમરાજ..................
શ્રી હેમચંદ્રજી (૩) ભાણાભાઈ..
શ્રી ભાનુચંદ્રજી (૪) વેરશીભાઈ...... ............ શ્રી બાલચંદ્રજી (૫) આસધીરભાઈ શ્રી અગરચંદ્રજી
ભગવાન મહાવીરે કહેલો મૂળમાર્ગ જાણતા હોય ને આચરતા હોય એવા શ્રી હર્ષચંદ્રસૂરિજીને શરણે પહોંચીને પાંચે યુવાન મુનિઓએ પરમતૃપ્તિ અનુભવી.
સંસાર પક્ષની કસોટી શ્રી કુશલચંદ્રજી અને એમના મિત્રોએ પોતાના વડીલોની સંમતિ વગર સ્વયં સાધુવેશ પહેરીને દીક્ષા લીધેલી, આ તરફ પાંચે યુવકોના માતા-પિતાને ખબર પડી કે આપણા છોકરાઓ તો દીક્ષા લઈ સાધુ બની ગયા છે. સંસારનો પુત્રસ્નેહ અને મમતાથી પ્રેરાઈ પાંચેના વડીલો પાલિતાણા પહોંચ્યા.
પાલિતાણા દરબાર સાહેબને ફરિયાદ કરી. પાલિતાણા દરબાર શ્રી સૂરસંઘજીએ સૌને કચેરીમાં આવવાનું જણાવ્યું.
નરશી નાથાની ધર્મશાળામાં શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે પણ ફરિયાદ કરી. ત્યારે શ્રી હર્ષચંદ્રસૂરિજીએ કહ્યું: ‘તમારા દીકરાઓ પોતે જ સાધુવેશ પહેરી બેઠા હતા. સાધુવેશને આશ્રય આપવો એ અમારી ફરજ હતી. હવે આ પાંચે દીક્ષા તો લઈ લીધી છે, તેથી એમને હવે પાછા સંસારમાં લઈ જવાનો વિચાર યોગ્ય નથી.”
પાંચે નવદીક્ષિત મુનિઓને તેમના વડીલોએ સમજાવવા માંડ્યા. પણ તે વ્યર્થ થયું. અંતે દરબાર પાસે કરેલી ફરિયાદની મદદથી પુત્રોને પાછા લઈ જવા વડીલોએ નક્કી કર્યું. પાલિતાણા દરબારમાં પાંચ દીક્ષિત મુનિઓને બોલાવીને કહેવામાં આવ્યું ઃ તમોએ તમારા માતા-પિતાની આજ્ઞા વગર દીક્ષા કેમ લીધી ?
પાંચે નવદીક્ષિત મુનિઓએ હવે સંસારમાં પાછા નહિ જવાનો દઢ નિર્ધાર કહ્યો. દરબારે દમદાટી આપી બળનો પ્રયોગ કર્યો ખરો ! પણ મુનિઓ મક્કમ રહ્યા. ગુસ્સામાં આવીને દરબારે હુકમ કર્યો : પાંચને પૂરી રાખો. ખાવા-પીવાનું બંધ. પોતાના હાથે રાંધીને ખાવું હોય તો ચીજવસ્તુઓ આપજો.’
પાંચ મુનિઓને એક કોટડીમાં પૂરી રાખ્યા. ત્રણ દિવસ વીતી ગયા છતાં કોઈ મુનિ રાંધીને ખાવા તૈયાર થયા નહિ. અંતે દરબારને દયા આવી. ભિક્ષા લઈ આવવા છૂટ આપી. ત્યારે પાંચ મુનિઓએ ગોચરી લાવીને પારણું કર્યું. ફરી પાછા વડીલોએ મુનિઓને સમજાવવા પ્રયત્નો કર્યા. ત્યારે પાંચ મુનિઓ એકી
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૩૯