________________
તેમને, તેમનાં કાર્યો તથા સિદ્ધિઓને યાદ કરીને, તે વખતના પ્રખર વક્તા અને જૈન સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતા પૂ. ચિત્રભાનુજી મહારાજ સાહેબ, જેઓ શ્રી શાંતિનાથજી જૈન દહેરાસરજીનાં કોટનાં ઉપાશ્રયમાં બિરાજમાન હતા, તેમને શ્રી વીરચંદભાઈ અંગે સર્વ માહિતી આપીને તેમની જન્મશતાબ્દી ઊવવા વિનંતી કરી. પૂ. ચિત્રભાનુજીએ જૈન અગ્રણી શેઠ શ્રી લાલચંદ હીરાચંદના પ્રમુખસ્થાને, શ્રી મગનભાઈ દોશીના વક્તવ્ય સાથે ૨૫મી ઑગસ્ટ ૧૯૬૪ના દિવસે તેમની જન્મશતાબ્દી-જ્યંતીની શાનદાર ઉજવણી કરી.
શ્રી વીરચંદ ગાંધીના ગ્રંથસર્જન જોઈએ તો એમના જીવનકાળ દરમિયાન બે જ પુસ્તકો મળે છે. ઈ. સ. ૧૮૮૯માં મૂળ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં લખેલ ‘સવીર્ય ધ્યાન’. બીજું અગાઉ જણાવેલ ૧૮૯૪માં શિકાગોથી પ્રસિદ્ધ થયેલ ‘અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઈસ્ટ'નો અનુવાદ. તે જ રીતે અગાઉ જણાવ્યા મુજબ ૧૮૮૬માં તેમણે પ્રગટ કરેલ નિબંધ “રડવા ફૂટવાની હાનિકારક ચાલ વિશે નિબંધ.'
એમની વૈચારિક પ્રતિભાને ઓળખ આપવાનું શ્રેય ‘ધ જૈન’ અને “પેટ્રિયટ'ના તંત્રીશ્રી ભગુભાઈ કારભારીને જાય છે. સને ૧૯૧૧માં મુંબઈની પ્રસિદ્ધ પ્રકાશક સંસ્થા એન. એમ. ત્રિપાઠી દ્વારા ‘જૈન ફ્લિોસૉફી' નામનું પુસ્તક પ્રગટ થયું. આમાં વીરચંદ ગાંધીએ અમેરિકા અને ઇંગ્લાંડમાં આપેલા વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત અને ન્યાય જેવાં દર્શનોની તત્ત્વવિચારણાનાં પ્રવચનોનો સમાવેશ છે.
ત્યાર બાદ, વિદ્વાન શિક્ષણપ્રેમી ચિંતક-સાહિત્યકાર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી મહાન શિક્ષણ સંસ્થાના મહામાત્ર મુ. શ્રી કોરા સાહેબ, સંસ્થાના મંત્રીશ્રી ચંદુલાલ વર્ધમાન શાહને લઈને ભાઈ પન્નાલાલ મહુવા ગયેલ તથા વીરચંદભાઈના પરિવારજનો પાસેથી તેમને લગતું દરેક સાહિત્ય, પત્રવ્યવહાર, મળેલા સન્માન પત્રો, સુવર્ણ તથા રજત ચંદ્રકો વ. મુંબઈ લાવેલા. અત્યારે પણ વિદ્યાલય પાસે જ આ અમૂલ્ય વારસો છે.
વિદ્યાલય અને અન્ય સંસ્થાઓએ ‘Systems of Indian Philosophy', Selected Speeches of Virchand Gandhi’, ‘સવીર્ય ધ્યાન’ વ. પ્રગટ કર્યા. તે પહેલા તેમના પુસ્તકો – ‘કર્મ ફીલોસોફી’ તથા ‘યોગ ફીલોસોફી’ પણ પ્રગટ થયાં હતાં.
૧૯૯૩માં જ્યારે વિશ્વધર્મ પરિષદની શતાબ્દી વખતે ફરી પરિષદ મળી તે વખતે શ્રી વીરચંદભાઈના વતનમાં શ્રી મહુવા જૈન બાલાશ્રમ પાસેનાં ચોકને તેમનું નામ આપવાનું તથા તેમાં તેમની અર્ધ-પ્રતિમા મૂકવાનું કાર્ય મહુવા નગરપાલિકાએ કર્યું. એ જ રીતે અમેરિકાની અગ્રણી જૈન સંસ્થા ‘JAINA’ એ શિકાગોનાં બાર્ટલેટ ખાતેનાં દેરાસરના પ્રાંગણમાં શ્રી વીરચંદ ગાંધીની પ્રતિમા મૂકી.
Jaina એ પ્રવીણભાઈ સી. શાહ, પ્રવીણભાઈ કે. શાહ વ.નાં સહયોગથી, જૈનીઝમ ઉપર સંશોધન કરનારને આપવા ‘VRG Scholarship' શરૂ કરી. સૌ ૩૩૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો