________________
કારણે તેના પરની હકૂમત પાલિતાણાના નામદાર દરબારશ્રીના હાથમાં ગઈ. સને ૧૮૮૫માં તે વખતના પાલિતાણાના ઠાકોર સૂરસિંહજીએ પર્વતનું રક્ષણ કરવાના બહાને પ્રત્યેક યાત્રાળુ દીઠ બે રૂપિયાનો રક્ષણીય કર નાખ્યો. આ રીત ઘણી અગવડભરી તથા ત્રાસદાયક હતી. સાથોસાથ તા. ૭-૬-૧૮૮૫ના રોજ સૂરજકુંડ નજીક ભગવાન ઋષભદેવની પાદુકા હતી, તે કોઈ વિબસંતોષીએ ખોદી કાઢી તથા તે તા. ૧૯-૬-૧૮૮૫ના રોજ ગુમ થઈ. ત્યાંના બ્રાહ્મણોએ આ પાદુકા ગુરુ દત્તાત્રયની હતી અને જૈનોએ ખોદીને ગુમ કરી છે તેવી ખોટી ફરિયાદ કરી, જેનો લાભ લઈ તીર્થના શ્રાવકોએ રાખેલા નોકરોને માર મારીને પકડવામાં આવ્યા. આ સબંધે ગવર્નરને તથા બીજે તાર કરવામાં આવ્યા. ત્યારબાદ જેનોનું એક પ્રતિનિધિ મંડળ તા. ૧૮-૭-૧૮૮૫ના લોર્ડરને પૂના મળ્યું. ત્યાર બાદ સોનગઢના આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કપ્તાન ફોરવાઈસ કે જેઓની પાલિતાણાના ઠાકોર સાથે સાંઠગાંઠ હતી, તેમના દ્વારા પક્ષીય તપાસ થઈ – જે સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. પછી સરકારશ્રી તરફથી એમ નક્કી થયું કે પાલિતાણાના દરબારોની તરફથી જૈન નોકરો ઉપરના જુલમનો નિર્ણય કરવા સોનગઢ મુકામે તપાસ થશે અને જેને નોકરો સામે પાલિતાણા કોર્ટમાં થયેલ કેઈસ પણ આસિસ્ટન્ટ પોલિટીકલની કોર્ટમાં લઈ જવો.
એ જમાનામાં મુસાફરીનાં સાધન તરીકે બળદગાડા તથા ઘોડાનો ઉપયોગ કરવો પડતો હતો. અન્ય કોઈ વાહન સુવિધાઓ નહોતી. આ બંને કેસો અંગે તથા મુંડકાવેરા અંગે સાક્ષીઓ, પુરાવા, જુબાનીઓ એકત્ર કરવા માટે શ્રી વીરચંદભાઈને અવારનવાર પાલિતાણા જવું પડતું હતું. અધૂરામાં પૂરું પાલિતાણાનાં ઠાકોરે શ્રી વિરચંદભાઈના માથા માટે એ જમાનાની અધધ રકમ – રૂપિયા પાંચ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. જાનનું જોખમ હોવા છતાં મહુવાના વીરપુત્ર ભડવીર શ્રી વીરચંદભાઈએ ઘોડા ઉપર પાલિતાણાની અવારનવાર મુસાફરી કરી જરૂરી સાક્ષી પુરાવા તથા જુબાનીઓ ડર્યા વગર એકત્ર કર્યા હતા. આથી ગભરાઈને પાલિતાણાના નામદાર દરબારશ્રી મહાબળેશ્વર ગવર્નરને અરજી કરવા ગયા. એટલે વીરચંદભાઈ પણ જૈન આગેવાનો સાથે ગવર્નરને જઈને મળ્યા. એ અરસામાં જ પાલિતાણાના ઠાકોર શ્રી સૂરસિંહજીનું અવસાન થતાં આ જુલમ કેઈસ બંધ થયો.
એ અરસામાં જ વીરચંદભાઈએ સોલિસીટરની પરીક્ષાની તૈયારી શરૂ કરી - જેમાં સફળતા મેળવી સોલિસીટર થયા.
પાલિતાણાના ઠાકોર તરીકે માનસિંહજી ગાદીનશીન થયા. પોતાની પ્રભાવશાળી કર્તવ્યશક્તિ, અથાગ પરિશ્રમ અને પુરાવા સાથેની વ્યવસ્થિત રજૂઆત કરીને, કાઠિયાવાડનાં પોલિટીકલ એજન્ટ (જેઓ પાછળથી .એજન્ટ ટુ
ધી ગવર્નર કહેવાયા) કર્નલ વોટસન તથા ગવર્નર લોર્ડ રે પાસે કેઈસ રજૂ કરીને . શ્રી વીરચંદભાઈ એપ્રિલ ૧૮૮૬માં મુંડકાવેરાનું સુખદ સમાધાન લાવ્યા અને પાલિતાણાના ઠાકોર સાહેબ અને જૈન સંઘ વચ્ચે બંનેને માન્ય તેવો ૪૦ વર્ષ ૩૧૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો