________________
એમનામાં જૈન ધર્મના કેવા દઢ સંસ્કારો હશે અને બાલ્યાવસ્થાથી જ મુનિમહારાજો પ્રત્યે કેવો ભાવ હશે એની ઝલક વિરચંદ ગાંધીએ જૈન મુનિ વિશે લખેલી કાવ્યપંક્તિઓમાં સરસ રીતે દષ્ટિગોચર થાય છે. તેઓ લખે છેઃ
આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ, વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે, જાણે સુધાની સરિતા વહતી જ દીઠી,
લાગે અતિ શરકરા સમ તેહ મીઠી” ધર્મના આ દઢ સંસ્કારોએ જ દેશને એક સાચો ધર્મપુરુષ આપ્યો.
જોતજોતામાં તેમણે પ્રાથમિક શાળાનો અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કર્યો શ્રી રાઘવજીભાઈ ગાંધીએ પરિવર્તન પામી રહેલા સમયનો તાગ મેળવી લીધો હતો. અને આધુનિક શિક્ષણની આવશ્યકતા પણ પીછાણી લીધી હતી. મહુવામાં આગળ અભ્યાસ કરવાની સગવડ નહોતી. મહુવાના એ વખતનાં ઈન્સ્પેક્ટર અને આચાર્યએ આ તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસમાં પ્રગતિ સાધી શકે તે માટે શ્રી રાઘવજીભાઈને તેને ભાવનગર મોકલવાની સલાહ આપી. ભાવનગરમાં એ વખતે નિવાસ માટે છાત્રાલયની સગવડ નહોતી. એટલે આ કેળવણીપ્રેમી કુટુંબે પોતાનો ધંધો-રોજગાર છોડીને, સ્થિતિ સામાન્ય હોવા છતાં અસામાન્ય સાહસ કર્યું અને રાઘવજીભાઈ તથા માનબાઈ એમને અંગ્રેજી શિક્ષણ આપવા માટે ભાવનગર રહેવા આવ્યા. એમનો હાઈસ્કૂલનો અભ્યાસ ચાલુ હતો ત્યારે એ સમયના રીત-રિવાજોની મર્યાદાના કારણે ૧૫ વર્ષની વયે સને ૧૮૭૯માં જીવીબહેન સાથે તેમનાં લગ્ન કરી નાખવામાં આવેલ હતાં. પરંતુ તેમનો અભ્યાસ તો વણથંભ્યો ચાલુ રહ્યો, એટલું જ નહીં પણ સને ૧૮૮૦માં ફક્ત ૧૬ વર્ષની ઉંમરે તેમણે એ વખતની મેટ્રીક્યુલેશન પરીક્ષા - ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાંથી જ્વલંત પરિણામ સાથે પસાર કરી. આ પરીક્ષામાં સમગ્ર ભાવનગર રાજ્યમાં તેઓએ પ્રથમ નંબર મેળવ્યો અને સર જસવંતસિંહજી સ્કોલરશીપ મેળવી. અભ્યાસની સાથોસાથ તેઓ અન્ય પ્રવૃત્તિઓ સાથે ઉત્તમ પુસ્તકોના વાંચનમાં પણ ગાઢ રુચિ ધરાવતા હતા, જે તેમની સર્વતોમુખી પ્રતિભામાં ઉપયોગી થયા.
શ્રી વીરચંદભાઈનો અંગ્રેજી ભાષા ઉપર સારો કાબૂ હતો. તેમના અભ્યાસમાં રસ, એકાગ્રતા અને બુદ્ધિપ્રધાનતાના ગુણોને પારખીને શ્રી રાઘવજીભાઈએ તેમને ઉચ્ચ કેળવણી આપવાનું નક્કી કર્યું. એ સમયે ભાવનગરમાં પણ કૉલેજ અભ્યાસની સુવિધા ન હતી. એટલે તેઓ સહકુટુંબ મુંબઈ આવીને વસ્યા અને ઉચ્ચ અભ્યાસ અર્થે એ જમાનાની ખ્યાતનામ કોલેજ – એલફિન્સ્ટન કૉલેજમાં શ્રી વીરચંદભાઈને દાખલ કર્યા. ઉજ્વળ કારકિર્દી ધરાવતા વીરચંદભાઈએ સને ૧૮૮૪માં માત્ર ૨૦ વર્ષની વયે બી.એ.ની પરીક્ષા ઓનર્સ સાથે પસાર કરી અને સમસ્ત શ્વેતાંબર જૈન સમાજના પ્રથમ સ્નાતક થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. શ્રી મહાત્મા ગાંધીએ પણ એ
૩૧૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો