________________
તે મહાન વિદ્વાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરિ શ્રી આત્મારામજી મ.સા. અને તેમનાં પટ્ટશિષ્ય પંજાબકેસરી આચાર્ય ભગવંત – યુગદ્રષ્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.નો આ સમય. તેમણે જે. મૂ. પૂ. જૈન સમાજની અગ્રણી શિક્ષણ સંસ્થા – શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરાવી. ૫. પૂ. આત્મારામજી મ.સા.ના સંસારી શિષ્ય-અનુયાયી આ નિબંધના મૂળનાયક – જેમણે સમસ્ત વિશ્વને પ્રથમ વખત જૈન ધર્મ અને જેને સિદ્ધાંતોનો પ્રમાણ સાથે સચોટ રીતે પરિચય કરાવીને જૈન ધર્મ અતિ પ્રાચીન સ્વતંત્ર ધર્મ હોવાની પ્રતીતિ કરાવી તે મહુવાનાં સપૂત મૂર્ધન્ય – સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતનો શુભ સમય, એ જીવિત સ્વામી - શ્રી મહાવીર સ્વામી પ્રાપ્ત જાણકારી મુજબ ભગવાન મહાવીર સ્વામીના જીવનકાળ દરમિયાન તેમના જ્યેષ્ઠ બંધુ – મહારાજા શ્રી નંદીવર્ધને ત્રણ પ્રતિમાજી ભરાવેલા – તેમાંના એક એ મહુવામાં – જીવિતસ્વામી) જ્યાં બિરાજમાન છે, એ ભાવનગર જિલ્લા (જૂના ભાવનગર રાજ્ય)નાં સૌરાષ્ટ્રના કાશમીર એવા મહુવાનગરની પાવનધારા માટે, જૈન શાસનના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયાનો સમય હતો. આ સમયમાં મહુવાની પાવનભૂમિએ જૈન શાસન માટે અતિ મહત્ત્વનાં એવા શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (ઈ. સ. ૧૮૭રથી ૧૯૪૯) જેમણે અનેક તીર્થોનો ઉદ્ધાર તેમ જ જિર્ણોદ્ધાર કરાવેલ. ચૌદ ચૌદ ભાષાના જાણકાર – જેમણે મોટા ભાગના જૈન ધર્મના વિદેશી વિદ્વાનોને તૈયાર કરીને દેશ-વિદેશોમાં જૈન ધર્મના પ્રસાર-પ્રચાર અને પ્રભાવનાનું સર્વોત્તમ કાર્ય કર્યું – એ શાસ્ત્ર-વિશારદ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી જેઓ કાશીવાળા તરીકે વિખ્યાત થયા (ઈ. સ. ૧૮૬૭થી ૧૯૨૦) અને આ નિબંધના મૂળનાયક, જેઓ શ્રાવક તથા ગૃહસ્થાશ્વમમાં હોવા છતાં – સંપૂર્ણ રીતે શાસન સમર્પિત, દેશ-વિદેશને જૈન ધર્મનું સત્યદર્શન કરાવનાર, વિદેશીઓ અને પરધર્મીઓને જૈન ધર્મનું સાચું જ્ઞાન આપનાર અને જૈનોના અતિ પવિત્ર મહાન તીર્થોની તીર્થ રક્ષાનાં અદ્દભુત કાર્યો કરનાર – મહુવાના શ્રેષ્ઠિ-સંત શ્રી વીરચંદ રાઘવજી ગાંધી.
૧૯મી સદીમાં જ મોટા ભાગનાં વિદેશી વિદ્વાનોની સેવાનો લાભ જૈન સાહિત્યને મળેલ છે અને તેમના ગ્રંથો અને મંતવ્યોને આધારભુત માનવામાં આવે છે, જે ટૂંકમાં જોઈએ:
જૈન ગ્રંથનો સૌથી પ્રથમ અનુવાદ કરનાર સંસ્કૃત ડોઈય શબ્દકોશના સંપાદક ઓટો બોટલિંક - તેમણે રિયુ સાથે મળીને હેમચંદ્ર કૃત અભિધાન ચિંતામણિનો જર્મન અનુવાદ સન ૧૮૪૭માં કર્યો. રેવ. સ્ટીવન્સને સન ૧૮૪૮માં કલ્પસૂત્ર અને નવતત્વનો અંગ્રેજી અનુવાદ કર્યો. સંસ્કૃત ભાષાના આચાર્ય વેબરે સન ૧૮૫૮માં શત્રુંજય માહાભ્યમાંથી તથા ૧૮૬૬માં ભગવતી સૂત્રમાંથી સુંદર
૩૧૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો