________________
– શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
જ હિંમતલાલ ગાંધી
શ્રી. વીરચંદ રાઘવજી ગાંધીના કુટુંબીજન એવા શ્રી હિંમતભાઈએ ખૂબ વિસ્તારથી શ્રી વીરચંદભાઈ ગાંધીના જીવનના અનેક પાસાંઓને પ્રસ્તુત લેખમાં ઉજાગર કરીને તેમના સાહિત્યનો ખ્યાલ આપ્યો છે. – સં.)
૧૯મી સદીના જૈન સાહિત્ય અને સાહિત્યકારની સિદ્ધિઓને સમજવા-મુલવવા માટે ૧ત્મા શતક વિશે સંક્ષિપ્તમાં જાણીએ.
એ સમયના હિંદુસ્તાનનું ચિત્ર નિહાળીએ તો ખ્યાલ આવશે કે બ્રિટિશ હકૂમત નીચે ભારત કચડાયેલું હતું. પરાધીન પાસે સ્વમાન કે પોતીકા અવાજને બદલે શરણાગતી હોય છે. ગુલામી પરાધીન પ્રજાને વધુ લાચાર, મજબૂર, ગરીબ, શોષિત અને પછાત બનાવતી હોય છે. દેશ રાજકીય ગુલામી તથા આર્થિક પરાવલંબનના પંજામાં સપડાયેલ હતો. અજ્ઞાન અને અંધશ્રદ્ધાને કારણે સામાજિક કુ-રૂઢિઓ સતત ફુલતી-ફાલતી હતી. ૧૮૫૭નાં નિષ્ફળ ગયેલા સ્વાતંત્ર્યસંગ્રામની ચોટમાંથી દેશ મુક્ત થયો ન હતો. શિક્ષણ સુવિધાઓ અતિ અલ્પ હતી. વાહન-વ્યવહાર મોટા ભાગે પશુ આધારિત હતો. તાર-ટેલિફોન-હવાઈ સેવા ઉપલબ્ધ જ ન હતી.
અધૂરામાં પૂરું ૧૯મી સદી દુકાળોની સદી હતી, જેથી પ્રજા મોંઘવારીની ભીંસથી રિબાતી હતી. મોટા દુકાળોમાં સં. ૧૮૦૩નો (તિલોત્તરો), ૧૮૪૭નો (સુડતાળો), ૧૮૬૯નો (ઓગણોત્તરો) તથા ૧૮૯૬નો મુખ્ય હતા – જેના કારણે ઉંદરો આદિના ઉપદ્રવોનો પણ પ્રજા ભોગ બની હતી.
સદ્ભાગ્યે – આશા અને રૂપેરી કિરણ સમાન કેટલાક પ્રસંગો પણ બન્યા જેની નોંધ પણ જરૂરી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં શ્રી સહજાનંદ સ્વામી (જન્મ: સં. ૧૮૩૭ સ્વર્ગવાસ – ૧૮૮૬) એ ધર્મ-સંપ્રદાય ફેલાવ્યો.
દિગંબર સંપ્રદાયમાંથી સં. ૧૮૮૧માં શ્રી રઘુનાથના શિષ્ય ભીખમજીએ તેરાપંથની સ્થાપના કરી.
આ સદીમાં જ જૈન શાસનની મહાન વિભૂતિઓએ પણ જન્મ લઈને જૈન ધર્મ – જૈન સાહિત્યની રચના, પ્રસાર તથા પ્રચારનાં અતિ મહત્ત્વનાં કાર્યો કર્યા. સાડાત્રણ સૈકા બાદ પ્રથમ ૧૦૮ કરતાં વધારે સંઘોએ જેમને આચાર્ય પદવી આપી
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૩