________________
જ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.
આટલી નાની ઉંમરમાં પણ શ્રી વીરચંદભાઈએ તેમની વિદ્વત્તા તથા સૌજન્યથી ઘણા લોકોનાં મન જીતી લીધાં હતાં.
જૈન સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સને ૧૮૮૨માં જૂન મહિનામાં (વિ. સં. ૧૯ઉંટના અષાઢ) જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. માત્ર ૨૧ વર્ષની યુવાન વયે સને ૧૮૮૫માં શ્રી વીરચંદભાઈની તેના મંત્રી તરીકે વરણી કરીને સુકાન સોંપવામાં આવ્યું. સંસ્થાના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) જૈન ભાઈઓમાં મૈત્રીભાવનો વધારો કરવો. (જૈન એકતાના પ્રયત્નો) (૨) જૈનોમાં કેળવણી, સદાચરણ અને સગુણ વધારવા. (૩) પ્રાણીઓ ઉપર ગુજારવામાં આવતું ઘાતકીપણું અટકાવવું. (૪) વિદ્યાવૃદ્ધિ, જીર્ણોદ્ધાર અને જ્ઞાનસંગ્રહ માટે ઉપાયો યોજવા. (૫) જેન ધર્મના ટ્રસ્ટ ફંડો અને ધર્મખાતાંઓ ઉપર દેખરેખ રાખવી. ટૂંકમાં જૈન ભાઈઓ સાંસારિક, ધાર્મિક અને રાજકીય સુધારામાં અગ્રેસર થાય તેવા ઉપાય યોજવા. ત્યારથી જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ શાસન પ્રભાવનાં, તીર્થરક્ષા તથા ધર્મ પ્રસાર-પ્રચારની વીરચંદભાઈની અજોડ યાત્રા પ્રારંભ થઈ. પોતાનાં કાર્યો, દૃષ્ટિકોણ, વિચારધારા અને નિષ્ઠાપૂર્વકના નિઃસ્વાર્થ કાર્યોથી એસોસિએશનને ભારતવર્ષના શ્વેતાંબરોની મહત્ત્વની સંસ્થા બનાવી જેના માધ્યમથી જેનોનું સંગઠન તથા શાસનરક્ષામાં ઉત્તમોત્તમ કાર્યો કરીને સંસ્થાને તેની બુલંદી પર પહોંચાડી. તથા જૈન એસોસિએશન ઓફ ઇંડિયાને બ્રિટિશ સરકારમાં એટલું મહત્ત્વનું સ્થાન અપાવ્યું કે સરકાર દ્વારા જે કોઈ નવા કાયદા ઘડવામાં આવે તે અંગે એસોસિએશનનો અભિપ્રાય મંગાવવામાં આવતો તથા તેને ખાસ વજન આપવામાં આવતું. એટલું જ નહીં પણ જ્યારે મુંબઈમાં સિટી સિવિલ કોર્ટની સ્થાપના કરવા વિચાર્યું ત્યારે પણ એસોસિએશનનો અભિપ્રાય મંગાવવામાં આવેલ અને લેવાયેલા નિર્ણયમાં એ અભિપ્રાયે અગત્યનો ભાગ ભજવેલ. એ સમયમાં તેમણે સામાજિક, ધાર્મિક અને રાજકીય સુધારા અંગેની વ્યાખ્યાન શ્રેણીમાં પ્રવચનો આપ્યાં. જીવનમાં સ્થાયી થવા માટે એમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮૮૫માં સોલિસિટર થવા માટે મેસર્સ લિટલ એન્ડ ક. નામની ગવર્નમેન્ટ સોલિસિટરની કંપનીમાં જોડાયા.
તેમણે મંત્રીપદ સંભાળ્યું અને તુરંત ૧૮૮૫માં પાલિતાણા તીર્થ મુંડકાવેરાનો તથા સૂરજકુંડ નજીકની ભગવાન ઋષભદેવની પાદુકા અંગે બ્રાહ્મણો તરફથી ઊભા કરવામાં આવેલ વિવાદ અંગેના કેઈસની સંપૂર્ણ જવાબદારી તેમણે સંભાળી અને તેનો નિવેડો આપણી તરફેણમાં લાવ્યા.
એ તો એક સુવિદિત ઐતિહાસિક હકીકત છે કે પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય પર્વત શ્વેતાંબર જૈનોના કબજામાં સમ્રાટ અકબર અને શેઠ શ્રી શાંતિદાસના સમયથી હતો. આમ છતાં તે બાદશાહ, તેના પછી તખ્તનશીન થયેલ બાદશાહ જહાંગીર અને શાહજહાંના તામ્રપત્ર ઉપર આપેલા ફરમાનોનો સમયસર ઉપયોગ ન થવાના
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૭