________________
મહારાજ ઉપર કેટલા અનુચિત આક્ષેપો કરેલા તેનો શ્રી આત્મારામજી મહારાજે એવો સજ્જડ જવાબ આપ્યો છે કે શ્રી આત્મારામજી મહારાજને જૂઠા પાડનાર તે ધનવિજય તથા રત્નવિજયના કથનોમાં કેટલો દ્વેષ છે અને ત્રણ થોયનો પ્રચાર કરવામાં અસત્યનો કેટલો આશ્રય લેવામાં આવ્યો છે, તે આખી વસ્તુસ્થિતિ આ ગ્રંથમાં ખુલ્લી પાડી છે. (૧૦) નૈનમતા :
જૈન ધર્મનું સ્વરૂપ જાણવાની સૌ કોઈને ઇચ્છા હોય છે, પરંતુ જૈન ધર્મના તત્ત્વોનું સ્વરૂપ એટલું ગહન અને એંટલું બધું વિસ્તરેલું છે કે જૈન ધર્મના અનેક શાસ્ત્રોનું અવલોકન કર્યા સિવાય તેનો ખ્યાલ આવી શકતો નથી.
સૌ કોઈની શક્તિ એવી ન હોઈ શકે કે તમામ શાસ્ત્રોનું અધ્યયન કરી શકે જેથી આ પુસ્તકમાં આચાર્યશ્રીએ જૈન ધર્મના મુખ્ય વિષયો જેવા કે તીર્થકરોની ઉત્પત્તિનો સમય અને તેમનાં કાર્યો, નવ તત્ત્વ, પદ્રવ્ય, પકાય, ચાર ગતિનું વર્ણન, આઠ કર્મનું સ્વરૂપ, જૈનોનું સામાન્ય મંતવ્ય સાધુધર્મના સંયમના સત્તર ભેદોના નામ, દસ પ્રકારના યતિધર્મના નામ, સાધુ ધર્મનું સ્વરૂપ, ગૃહસ્થ ધર્મમાં અવિરતિ સમ્યગુદૃષ્ટિ, ગૃહસ્થનું સ્વરૂપ અને તેનું કૃત્ય, દેશવિરતિ શ્રાવકના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ, તેનું વર્ણન, શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ વગેરે અનેક તત્ત્વોનો આ ગ્રંથમાં સમાવેશ કરેલ છે. (૧૧) સાક્ત સમીક્ષા
ક્રિશ્ચિયન અર્થાતુ ઈસાઈમને માનવાવાળાઓમાંથી એક ઈસાઈએ નમત પરીક્ષા' નામના ગ્રંથમાં જેનો અને જૈન ધર્મ પર કરવામાં આવેલા આક્ષેપોના ખંડનના રૂપમાં આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક વાંચવાથી ખ્યાલ આવે છે કે પૂ. આચાર્યશ્રીને ઈસાઈ ધર્મ વિશે કેટલું સૂક્ષ્મ અને વિશદ જ્ઞાન હતું.
ઈસાઈએ લખેલ જૈનમત પરીક્ષા પુસ્તકમાં લખ્યું છે કે જેનોમાં મોટા મોટા વેપારી ઊંચી પદવીવાળા છે ને તેમના હાથમાં દુનિયાની મોટી દોલત છે. તથા તેઓ અન્ય ધર્મીઓને પોતાના ધર્મમાં ભેળવવા માટે ઉપદેશ આપે છે, વગેરે લખેલ છે. તે સામે સ્વ. મહાત્માએ સવિસ્તર આ પુસ્તક રચી જણાવ્યું કે ધર્મ કરવાથી કર્મનો ક્ષય થાય છે ને પુણ્યનો ઉદય થાય છે. જેથી જે જીવના કર્મનો ક્ષય ને પુણ્યનો ઉદય થાય તેને સત્ય ધર્મની પ્રાપ્તિ થાય અને દોલત પણ મળે છે.
ઈસાઈઓ માને છે કે ઈશ્વર જ કર્યા છે તો પછી ઈશ્વરને ગતકર્તા ન માનવાવાળા જૈનોને ધન દોલત, ઉચ્ચ પદવી વગેરે ક્યાંથી મળી? વળી ઈસાઈઓ પૂર્વજન્મને માનતા નથી ને ઈશ્વર સૌને સુખી કરવા જ જન્મ આપે છે, તો તેઓમાં પણ દુઃખી આત્માઓ બહુ કેમ છે? વગેરે વસ્તુઓનું પૃથક્કરણ કરી કર્મની થીયરી ઈસાઈઓને બહુ સારી રીતે સમજાવી છે, વળી બીજા અનેક વિષયોનો પણ આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. ૨૯૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો