________________
લેખકો માટે કોપીરાઈટ એ નામના, હક્ક અને આવક એમ અનેક દૃષ્ટિએ અતિ મહત્ત્વનું તત્ત્વ છે, પરંતુ રમણભાઈએ પોતાના ભૂતકાળનાં અને વર્તમાનકાળનાં લખાણોના કોપીરાઈટનું વિસર્જન કર્યું. આનો બહુ જ સારો પડઘો પડ્યો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર તરફથી પ્રકાશિત થતા પુસ્તકોના કોપીરાઈટ એ સંસ્થાએ શરૂઆતથી જ ન રાખ્યા. મુનિશ્રી સંતબાલજીની મહાવીર સાહિત્ય પ્રકાશન સંસ્થાએ પણ ન રાખ્યા. અમેરિકાની પ્રસિદ્ધ જૈન સંસ્થા જેના એ પણ પોતાના કોપીરાઈટ છોડ્યા છે.
આયુષ્યના સિત્તેરમા વર્ષે જાહેરજીવનના બધા પદ છોડવા એવો નિશ્ચય તેમણે કર્યો. એ અનુસાર મુંબઈ જૈન સંઘનું પ્રમુખપદ છોડ્યું. ફર્બસ ગુજરાતી સભા તથા અધ્યાત્મ પ્રસારક મંડળનું પ્રમુખપદ તથા મહાવીર જૈન વિદ્યાલયનું મંત્રીપદ પણ છોડ્યું. આ પદ મોભાવાળા અને માન વધારનારા હતા, પણ નક્કી કર્યું હતું એટલે છોડ્યા. તેમણે વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય સજર્યું છે. જિનતત્ત્વના આઠ ભાગ, જિનવચનના હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતરો, ભગવાન મહાવીરનાં વચનો, જૈન ધર્મ-પરિચય પુસ્તિકા, પ્રભાવક સ્થવિરો, તિવિહેણ વંદામિ, શેઠ મોતીશા, વંદનીય હૃદયસ્પર્શ, બેરરથી બ્રિગેડિયર, પાસપોર્ટની પાંખના ત્રણ ભાગ, સાંપ્રત સહચિંતનના ચૌદ ભાગ વગેરે ઉલ્લેખનીય છે.
તારાબહેન રમણભાઈ સાથે તા. ૧૮-૨-૧૯૫૩ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા પછી ત્રેપન વર્ષનું તેમનું લગ્નજીવન લીલીછમ હરિયાળી સમું હર્યુંભર્યું હતું. તારાબહેન અને રમણભાઈ વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો મૈત્રીભાવ હતો. તેમની વચ્ચે પરસ્પર એકબીજા પ્રત્યે કોઈનું પણ કોઈની ઉપર આધિપત્ય ન હતું. પરંતુ સહજપણે સહર્ષ બંને એકબીજાની ઇચ્છા જાણીને કોઈ પણ પ્રકારનો બોજ અનુભવ્યા વગર વર્તાને પ્રવૃત્તિઓ કરતા. બંને જ્યાં પણ સાથે હાજર હોય ત્યારે વાતાવરણ હંમેશાં પ્રસન્ન રહેતું.
તારાબહેન તથા રમણભાઈનું દામ્પત્ય એટલે સીતામાતા અને રામ જેવું આદર્શ દામ્પત્ય. આ દામ્પત્યજીવન એટલે જીવનના બધાં શુભ અને સંપનો સરવાળો. સંપ ત્યાં જંપ. એક શાંત, સ્વસ્થ અને વિદ્યામાં તેમ જ મંગળમય જીવન જેમાંથી પાંગર્યું એક કિલ્લોલ કરતું કુટુંબ ઉદ્યાન. પુત્રી શૈલજા અને જમાઈ ચેતનભાઈ, દોહિત્રી-દોહિત્રો ગાર્ગી અને કૈવલ્ય, અમેરિકા સ્થિત પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ તેમ જ પૌત્ર-પૌત્રી અર્ચિત અને અચિરા. બધાં જ તેજસ્વી કારકિર્દીથી છલોછલ ભર્યાભર્યા. તેમાં પણ તેમની પુત્રી શૈલજાબહેન પણ પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં તેમના જેવા જ વિદ્વત્તાસભર તથા ચિંતનાત્મક વ્યાખ્યાનો આપીને રમણભાઈ તથા તારાબહેનની યાદ તાજી કરાવે છે. ૨૪મી ઓક્ટોબર, ૨૦પના દિને રમણભાઈની વિદાય બાદ તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૦૬ના પ્રબુદ્ધ જીવનના અંકમાં રમણભાઈને શ્રદ્ધાંજલિ અર્પતા ત્વમેવ માઁ
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ - ૨૪૫