________________
' પામનાર પંડિત સુખલાલજીને સવાસો વરસ થયા તેની ઉજવણીરૂપે શ્રી મુંબઈ યુવક
જૈન સંઘ અને ગુજરાતી સાહિત્ય પરિષદની હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠના સંયુક્ત ઉપક્રમે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિતજી નિસ્પૃહ હતા. તેમને અનેક સુવર્ણચંદ્રકો, એવોર્ડ અને પારિતોષિકો મળ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિર્વર્સિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ ત્રણે યુનિવર્સિટી તરફથી તેમને ડી.લિટ.ની પદવી મળી. અન્ય ઘણી સંસ્થાઓ તરફથી તેમના પુરુષાર્થની યોગ્ય કદર થઈ. એ બધું તેમણે સહજભાવે સ્વીકાર્યું. તેમના વાણી, | વિચાર કે વર્તનમાં કોઈ જ અસર નહોતી.
પંડિતજીએ આંખની ઊણપ હોવા છતાં એક યુનિવર્સિટીનું મોટું ડિપાર્ટમેન્ટ કરી શકે તેવા મોટા પ્રોજેક્ટ જેવા અનેક કામો કર્યા. તેમણે હેમચંદ્રાચાર્ય લિખિત ૧૮૦૦ શ્લોક પ્રમાણ વ્યાકરણ સિદ્ધહેમશબ્દાનુશાસન મોઢે કર્યું. પૂર્વાચાર્યો સિદ્ધસેન દિવાકર, હરીભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરેની કૃતિઓનું સંશોધન કર્યું. અંધ અવસ્થામાં પણ તેમણે કરેલા ભગીરથ પ્રયત્નો જાણીએ ત્યારે આપણને નવાઈ લાગે કે પંડિત સુખલાલજીએ કેટલી સમતાથી સંકટને સિદ્ધિમાં ફેરવ્યું હશે !
અશુભને ખંખેરીને શુભ તરફ ગતિ કરાવતો પંડિતજીનો મંગળ અભિગમ સર્વેને માટે પ્રેરણાદાયી રહ્યો છે. છલકાતી પ્રસન્નતાપૂર્વક લખે છે કે, મારી પ્રવૃત્તિ અધ્યયન, લેખન, સંશોધન, સંપાદન, સામાજિક તથા ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશાઓમાં વહેંચાયેલી રહી છે. દીર્ઘકાલીન શાસ્ત્રીય અને વ્યવહાર કાર્યના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તો ઉત્કટ જિજ્ઞાસા અને સત્યશોધનની વૃત્તિ જ રહેલી છે. આ વૃત્તિએ જ મને અનેક સપુરુષોની ભેટ કરાવી, પંથ અને ફિરકાના સાંકડા વર્તુળમાંથી બહાર કાઢી, અનેકવિધ પુસ્તકોના ગંજમાં ગરકાવ કરી, અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેય.”
આત્મદર્શી ડૉ. રાકેશભાઈ ઝવેરી અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર વિશેના લેખની શરૂઆતમાં તારાબહેન લખે છે કે, વર્તમાન સમયમાં માણસ જેટલો કુદરતનિર્મિત આપત્તિથી દુઃખી છે તેના કરતાં માનવસર્જિત આપત્તિથી વધુ દુઃખી છે. આ દુઃખમાંથી માનવને બચાવવો દુનિયા સામે મોટો પડકાર છે. આવી શક્તિ ધર્મને જાણનાર, જીવનાર અને લોકોને તેના માટે માર્ગદર્શન આપનાર ધર્મપુરુષોમાં છે. વર્તમાન સમયમાં આવી વ્યક્તિઓમાં જેમનું નામ આદરપૂર્વક, પ્રેમપૂર્વક લેવાય છે તેવી એક વ્યક્તિ ડૉ. રાકેશભાઈ ઝવેરી છે.”
૧૯૮૯માં તત્ત્વજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી સુવર્ણચંદ્રક સાથે હાંસલ કરી. ૧૯૮૫થી ૧૯૯૧ સુધીમાં તેમણે ષડ્રદર્શન, જૈન શ્વેતાંબર અને દિગંબર શાસ્ત્રોનો, ન્યાય અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિશાસ્ત્રનો તેમના જીવન પર ઘણો મોટો પ્રભાવ છે. ડો. રમણલાલ સી. શાહના માર્ગદર્શન હેઠળ તેમણે શોધનબિંધ લખ્યો, જેમાં અધ્યાત્મપથના અભ્યાસીને
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૪૩