________________
શરૂ કરેલો. અને સં. ૧૯૪રમાં ખંભાતમાં લખી તૈયાર કર્યો અને તેનું પ્રકાશન ભાવનગરની શ્રી જેન હિતેચ્છુ સભાએ કરેલ, જેની બધી જ નકલો ખલાસ થઈ જવાથી તેની બીજી આવૃત્તિ ભાવનગરની શ્રી જેને આત્માનંદ સભા તરફથી સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલ.
ગ્રંથ ૩૩૫ પાનાનો છે. તે બે ભાગમાં છે. પ્રથમ વિભાગમાં મિથ્યાત્વજનિત અજ્ઞાનતાને લઈને અન્ય મતવાળાઓએ જૈન ધર્મ ઉપર જે આક્ષેપો કર્યા છે ને કરે છે, વેદાદિ ગ્રંથોના સ્વકપોલકલ્પિત અર્થ કરી જે-જે લેખો દ્વારા પ્રયત્ન કર્યા છે તે ન્યાય અને યુક્તિપૂર્વક તે-તે ગ્રંથોનું મંથન કરી આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. જૈનદર્શનની ક્રિયા તથા પ્રવર્તન સર્વ રીતે અબાધિત અને નિર્દોષ એવું, ગતના સર્વ ધર્મોની દૃષ્ટિએ સિદ્ધ કરી આપ્યું છે.
આ પ્રવીણ ગ્રંથકારે આખા વિશ્વની પ્રવૃત્તિથી સિદ્ધ કરી બતાવ્યું છે કે આહત ધર્મની ભાવના પુરાતની છે ને ઈતરવાદીઓના ધર્મની ભાવનાનું સ્વરૂપ ખુલ્લું કરી જૈન ધર્મનાં તત્ત્વો સર્વોપરી હોવાનું સાબિત કરી આપ્યું છે.
આસ્તિક અને નાસ્તિક મતના વિચાર, જૈન ધર્મની પ્રબળતાથી વૈદિક હિંસાનો પરાભવ, વેદના, વેદજ્ઞ ઋષિઓના માંસાહારનું પ્રતિપાદન, વૈદિક યજ્ઞકર્મનો વિચ્છેદ, વૈદિક હિંસા વિશે વિવિધ મત, શંકરાચાર્યના વામમાર્ગાદિ વિષયોનું
સ્પષ્ટીકરણ તેમ જ વેદ ઋતિ, ઉપનિષદને પુરાણાદિશાસ્ત્રોમાં દર્શાવેલ યજ્ઞ વગેરેનું સ્વરૂપ વર્ણવી, મિથ્યાત્વ ભરેલી અજ્ઞાનતા દર્શાવી, અસરકારક વિવેચન કરનાર વિશ્વાસપાત્ર ગ્રંથ છે.
ગ્રંથકારે બૌદ્ધ, સાંખ્ય જૈમિનેય આદિ દર્શનવાળાઓ મુક્તિના સ્વરૂપનું કેવી રીતે કથન કરે છે, તથા ઈશ્વરમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ કરવા તેઓ કેવી યુક્તિઓ દર્શાવે છે તેનું ભાન કરાવી, પાંડિત્ય ભરેલું વિવેચન કર્યું છે.
વિભાગ-૨ – બીજા વિભાગમાં સાધુ અને શ્રાવક ધર્મની યોગ્યતા દર્શાવવા માટે એકવીશ ગુણોનું વર્ણન, ભાવશ્રાવકના દ્વાર સંબંધી સત્યાવીશ ભેદને તેના સત્તર ગુણોનું સ્વરૂપ વિવેચન સહિત આપ્યું છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ આત્માનાં સ્વરૂપો સંક્ષિપ્તમાં વર્ણવ્યાં છે.
જૈન કે જૈનેતર કોઈ વિદ્વાન આ ગ્રંથનું અવલોકન કરશે તો જણાશે કે જેનોના એક સમર્થ આચાર્યશ્રીએ ભારતવર્ષની પ્રજાને સન્માર્ગ બતાવવા આવા ગ્રંથો રચી ભારે ઉપકારથી ઋણી બનાવી છે.
(૩) મુખ્યત્વરાજ્યોદ્ધ: વિ.સં. ૧૯૪૦માં આચાર્યશ્રીએ આ ગ્રંથ લખ્યો અને સં. ૧૯૪૧માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર દ્વારા ગુજરાતીમાં અને વિ.સં. ૧૯૬રમાં શ્રી જૈન આત્માનંદ પુસ્તક પ્રચાર મંડળે દિલ્હીથી હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરેલ.
ટુઢક મતના જેઠમલ નામના સાધુએ “સમકિતસાર' નામનો ગ્રંથ બનાવેલ કે
ન્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૫