________________
ભાષાંતર શ્રી જૈન આત્માનંદ સભા – ભાવનગરના સ્થાપક પ્રમુખ વકીલ મૂળચંદ નથુભાઈએ કર્યું અને વિ. સં. ૧૯૫૬માં શ્રી જૈન આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત કરેલ. હાલ આ પુસ્તકની નકલ આત્માનંદ સભામાં તેમના રેકર્ડ રૂમમાં સુરક્ષિત છે. આમ શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના વિ. સં. ૧૯૫૨માં થયા પછી ચારેક વર્ષ પછી એટલે કે આજથી ૧૧૪ વર્ષ પહેલાં શ્રી જૈન તત્ત્વાદર્શ ગ્રંથનું સૌ પ્રથમ પ્રકાશન કરી શ્રી જૈન આત્માનંદ સભાએ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કર્યો હતો. ગ્રંથ ૬૨૫ પાનાનો છે. આ ગ્રંથના બાર પરિચ્છેદ પાડવામાં આવેલા છે. અને જુદા જુદા વિષયો ઉપર અસંખ્ય દાખલા, દલીલો, પુરાવા, સાબિતીઓ આપી ગ્રંથને અત્યુત્તમ બનાવવા કતએ સફળ પ્રયત્ન કર્યો છે. | વિક્રમની વીસમી સદીમાં જૈન ધર્મ અને સમાજનો દરેક રીતે અસ્પૃદય સાધવાનો તથા જૈનધર્મને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિમાં લાવવાનો સૌથી પ્રથમ પ્રબળ પુરુષાર્થ કરનાર શ્રી આત્મારામજી મહારાજ હતા. તેમણે કરેલાં મહાન કાર્યો અને પુરુષાર્થના પરિપાકરૂપ શ્રી જૈન તત્ત્વાદર્શ મહાગ્રંથની તેઓશ્રીએ રચના કરી હતી. લગભગ ૧૩૦ વર્ષ પહેલા રચાયેલ ગ્રંથમાં ઋષભદેવ ભગવાનથી ભગવાન મહાવીર પર્યત ટૂંકો ઈતિહાસ છે તથા દેવગુરુ ધર્મનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવી જૈન ધર્મ સાચા અર્થમાં આત્મવાદી આસ્તિક દર્શન છે તેમ સિદ્ધ કરેલ છે. તેમાં જીવ-અજીવ આદિ નવ તત્ત્વોમાં સમાવેશ થતી અનેક બાબતો ઉપર સુંદર વિવેચન કરી જૈન ધર્મની માન્યતાઓને ન્યાય, નય, તર્કસિદ્ધ મહત્ત્વ દર્શાવેલ છે. તેમાં અન્ય ધર્મો, તેની માન્યતાઓ અને સ્થાપકોની ઉત્પત્તિ, જૈન ધર્મમાં ઊભા થયેલ જુદાજુદા સંપ્રદાયો, ગચ્છો, મતો વગેરેની ઉત્પત્તિનો ઈતિહાસ આપેલ છે તથા ભગવાન મહાવીરના ગૌતમાદિ ગણધરો અને સુધર્માસ્વામીથી શરૂ થતી જૈન શાસનની પાટ-પરંપરામાં ૬૯મી પાટ સુધી થયેલ મહાન આચાર્યો સંબંધી ટૂંકી નોંધ વગેરે આપેલ છે. આ ગ્રંથ જૈન ધર્મના અભ્યાસ માટે ઘણો ઉપયોગી છે.
(૧) પહેલા પરિચ્છેદમાં દેવનું સ્વરૂપ, તીર્થકરોનાં નામ, વર્ણ, માતાપિતાનાં નામ, ચોવીશ તીર્થંકરના બાવન બોલ વગેરે આપેલ છે.
(૨) બીજા પરિચ્છેદમાં કુટેવનું સ્વરૂપ વર્ણવેલ છે. તેમાં કુટેવોમાં સ્ત્રીસેવનાદિકના દૂષણો, જગતના કર્તાનો નિર્ણય, જગત ઉત્પત્તિ સંબંધી વેદાંતનું ખંડન વગેરેનો સવિસ્તાર સમાવેશ કર્યો છે...
(૩) ત્રીજા પરિચ્છેદમાં ગુરુતત્ત્વનું સ્વરૂપ, જેનાં પાંચ મહાવ્રતોનું સ્વરૂપ, ચરણસિત્તરી ને કરણસિત્તરીનાં સિત્તેર સિત્તેર ભેદ, શાસ્ત્રાધારે ગુરુનું સ્વરૂપ વગેરેનો સમાવેશ.
(૪) ચોથા પરિચ્છેદમાં કુગુરુનું સ્વરૂપ કહેલ છે. ક્રિયાવાદીઓનાં કાલવાદી, ઈશ્વરવાદી, નિયતવાદી, આત્મવાદી, સ્વભાવવાદી એ પાંચ વિકલ્પ મેળવી તેમના પૃથક પૃથક એકસો એંસી (૧૮૦) મત કહેલ છે.
વ્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯૩