________________
નાના ગામમાં એક ક્ષત્રિય કપૂર જાતિના દીવાન કુળમાં વિ.સં. ૧૮૯૩ના ચૈત્ર સુદિ એકમ તા. ૬-૪-૧૮૩૭ ને ગુરુવારના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ગણેશચંદ્ર હતું. ગણેશચંદ્ર સાહસિક, સમર્થવીર બહાદુર લડવૈયા હતા. તેમ જ પંજાબ કેસરી રણજિતસિંહના સૈન્યમાં જોડાઈ લડાઈઓમાં સારી નામના મેળવી હતી. તેઓશ્રીનાં માતાનું નામ રૂપાદેવી હતું, તેમ જ તેઓશ્રીનું બાળપણનું નામ દિતા રાખવામાં આવ્યું હતું. શ્રી તીર્થકરોના જન્મ ક્ષત્રિયકુળમાં જ થાય છે તે કુળમાં તેમનો જન્મ હોઈ ક્ષત્રિયોચિત વીર્ય એમને વારસામાં મળ્યું હતું. લહરા ગામમાં અત્તરસિંહ સોઢી નામનો ઠાકુર રહેતો હતો જે લહેરા ગામનો જાગીરદાર તેમ જ ધર્મગુરુ પણ હતો. અને ગણેશચંદ્રનો મિત્ર હતો. દિતા’ રોજ અત્તરસિંહને ત્યાં રમવા જતો. અત્તરસિંહ નિઃસંતાન હતો અને તેને દિત્તામાં અસાધારણ બુદ્ધિમતા, પ્રભાવિકતા તેમ જ ભવિષ્યમાં એ મહાન હસ્તી થશે તેવું જણાયું અને કોઈ પણ રીતે પોતાના પુત્ર – શિષ્ય તરીકે સ્થાપવાની ઈચ્છા જાગી અને દિત્તાને દત્તક લેવાની ઇચ્છા ગણેશચંદ્ર પાસે વ્યક્ત કરી, પરંતુ ગણેશચંદ્ર સાફ ઈન્કાર કરી દીધો. તે તેમાં ફાવ્યો નહિ. આથી તેણે વેર રાખી ગણેશચંદ્રને ફસાવી જેલમાં નખાવ્યો અને જેલમાં જ કોઈ કારણસર ગોળીબાર થયા અને તેમાં ગણેશચંદ્ર ગોળીનો ભોગ બની સ્વધામ પહોંચી ગયા.
આમ “દિતાએ નાની ૧૨ વર્ષની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું અને નોધારા થઈ ગયા તેની કાળજી રાખનાર કોઈ નહોતું, પરંતુ ગણેશચંદ્રને જીરા ગામના વેપારી જોધામલ ઓસવાલ નામના સ્થાનકવાસી જૈન ગૃહસ્થ મિત્ર હતા. તેમણે ‘દિતાને આશ્રય આપ્યો. તેઓ ‘દિતાના પાલક પિતા બન્યા. દિત્તાને અક્ષરજ્ઞાન આપ્યું. બાળપણના આત્મારામ શારીરિક રીતે શક્તિશાળી, ઓજસ્વી અને ભવ્ય લાગતા હતા અને કિશોર વયે પોતે અખાડામાં જઈ કુસ્તી કરતા તેથી તેમનું શરીર કસાયેલું હતું. તેમની સ્મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. જોધામલને ત્યાં સ્થાનકવાસી સાધુઓનો આવરોજાવરો સારો રહેતો તેથી તેઓના સહવાસમાં આવતા દિતા' સામાયિક, પ્રતિક્રમણ, નવતત્ત્વ, છવીસ દ્વારના કેટલાક પાઠો શીખી ગયા અને ધાર્મિક સંસ્કારો દઢ થતા ગયા. આમ જૈન ધર્મનો જબરજસ્ત પ્રભાવ પડતા અને બાળક મટી યુવાન થતાં તેમને સંસારમાંથી રસ ઊઠી ગયો. ૧૭ વર્ષની ઉંમરે પૂરી સમજ સાથે, સ્વેચ્છાથી દીક્ષા તરફ તેમનું મન વળ્યું. તેમણે પાલક પિતા જોધામલ પાસે દીક્ષા માટે રજા માંગી. જોધામલે દીક્ષા ન લેવા કહ્યું અને તેની સંપત્તિમાં ત્રીજા ભાગનો વારસદાર બનાવશે અને સારી જગ્યાએ લગ્ન પણ કરાવી દેશે તેમ જણાવ્યું તેમ જ તેમની માતાએ પણ દીક્ષા માટે સંમતિ ન આપી. પરંતુ દિતા' અડગ રહ્યો અને આખરે બંને તરફથી સંમતિ લઈ વિ. સં. ૧૯૧૦માં માલરકોટલામાં ૧૭ વર્ષની ઉંમરે સ્થાનકવાસી પરંપરામાં દીક્ષા લઈ સંત જીવણરામજીના શિષ્ય બન્યા અને તેમનું નામ “આત્મારામજી રાખવામાં આવ્યું.
આમ દીક્ષા લીધી એટલે પૂરું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને હવે પૂજ્ય ગણાઈ ૨૮૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો