________________
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ
છાયા શાહ
જિન ધર્મ-દર્શન-પરંપરા વિશે પોતાની આગવી દષ્ટિથી સહજતાપૂર્વક દેશવિદેશમાં વ્યાખ્યાનો આપતા અને તે અંગેનાં શોધપત્રો, લેખો લખતા છાયાબહેન શાહે પ્રસ્તુત લેખમાં શ્રી રમણભાઈના સાહિત્યનો આસ્વાદ કરાવીને સાહિત્યકાર તરીકેના તેઓના ગુણોને તારવી બતાવ્યા છે. – સં.).
એક સાગરને આપણે પાણી વિશે માહિતી આપીએ તો કેવું લાગે ? આકાશ ને તારાઓની કથા કહીએ તો કેવું લાગે ? ફૂલને સુગંધનું વર્ણન સંભળાવીએ તો કેવું લાગે ? આજે મેં આ બધું કરવાનું સાહસ કર્યું છે.
જે સંસ્થાના ઉપક્રમે આ બધા સમારોહ યોજાય છે તે સંસ્થાના જેઓ પ્રાણ હતા, સમારોહનું સમગ્ર સંચાલન કરનાર ધનવંતભાઈના જેઓ ગુરુ હતા, આજની સભામાં જેમના શિષ્યો પ્રેક્ષક બનીને બેઠા છે, જેમનું સાનિધ્ય મેળવનાર ઘણી વ્યક્તિઓ આ સભામાં હાજર છે એ સૌ સમક્ષ પૂ. રમણભાઈને રજૂ કરવાનું સાહસ આજે મેં કર્યું છે, કારણ કે મહાવીર જૈન વિદ્યાલય ૧૦૦ વર્ષ પૂરાં કરે છે, પ્રબુદ્ધ જીવન ૬૨ વર્ષ પૂર્ણ કરે છે અને સાહિત્ય સમારોહ બાવીસ વર્ષની યુવાવયે પહોંચ્યો છે ત્યારે આ સમગ્ર કાર્યોમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરનાર શ્રી રમણભાઈને મારે અંજલિ અર્પવી હતી. તેમના પ્રત્યેનું બહુમાન પ્રગટ કરવું હતું અને તેમની સેવાઓને બિરદાવી હતી. જીવન ઝરમર
શ્રીયુત રમણભાઈ પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ અને માતા રેવાબહેનના પુત્ર હતા. તેમનો જન્મ પાદરા જિલ્લો વડોદરા)માં ૩જી ડિસેમ્બર ૧૯૨૬ - કારતક વદ ૧૩ના દિવસે થયો. પિતાશ્રી ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. ધાર્મિક વાંચનમાં ખૂબ રસ. અનેક સ્તવનો કંઠસ્થ. તેમનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો હતો. તેમના સરળ, નિરભિમાની નિઃસ્પૃહ, ધર્મમય, શાંત પ્રસન્ન જીવનમાંથી હંમેશાં સતત પ્રેરણા મળતી.
માતા રેવાબા એક અભણ પણ ધર્મપરાયણ સંસ્કારી, કુટુંબવત્સલ સ્ત્રી ૨૨૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો