________________
વિપુલ સાહિત્યનું વાંચન કરવું અને તેનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતા પણ કઠિન કામ, કારણ કે રમણભાઈના સાહિત્ય સાગરમાં મોતી જ મોતી. આ સારું અને એનાથી આ વિશેષ મારું એવી વિશેષ સ્પર્ધા જ અહીં શક્ય નથી.
મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અને જૈન ધર્મ સાહિત્યના ઊંડા અભ્યાસી રમણભાઈ પાસેથી સાહિત્ય વિવેચન ક્ષેત્રે મૂલ્યવાન સાહિત્ય સાંપડયું છે.
‘પડિલેહા' પ્રાકૃત બાષાનો શબ્દ છે. તેનો સંસ્કૃત અર્થ છે પ્રતિલેખા. પડિલેહાનો એક એ પણ અર્થ છે, વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો. વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. લેખકે લખેલા ‘પડિલેહા’ના બધા જ લેખોમાં લેખકની આ લાક્ષણિકતાઓ પ્રતિબિંબિત થયેલી દેખાય છે. ‘પડિલેહા’ (૧૯૭૯) તેમના પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય, સાહિત્યકારો અને વિચારધારા વિશેના અભ્યાસલેખોનો સંગ્રહ છે. તેમાં દસ અભ્યાસલેખો સંગૃહીત થયા છે. સંગ્રહનો પ્રથમ લેખ પ્રાચીન ભારતના વાદો વિશે છે. બીજા લેખમાં તેમણે વિક્રમના નવમા સૈકામાં પાકૃત ભાષામાં શ્રી ઉદ્યોતનસૂરિ દ્વારા રચાયેલ લગભગ ૧૩૦૦ શ્લોકોના ગ્રંથમણિ ‘કુવલયમાલા’ની વિસ્તૃત સમીક્ષા કરી છે. ચંપૂર્વરૂપની આ વિશિષ્ટ રચનાનો વિગતે પરિચય કરાવી ડૉ. શાહે તેની વિશેષતાઓ આપી છે અને અંતે અભિપ્રાય આપ્યો છે ‘કુવલયમાલા માત્ર પ્રાકૃત ભાષાનું અનેરું આભૂષણ નથી, જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું અણમોલ રત્ન છે. રમણભાઈએ આ પ્રાકૃત મહાકથાના ગુર્જરાનુવાદનું સંપાદન પણ કર્યું છે.
કલિકાલસર્વજ્ઞ તરીકે જાણીતા થયેલા હેમચંદ્રાચાર્યનો જીવનકાળ ગુજરાતી ભાષાસાહિત્યનો ઉદ્ગમકાળ છે. તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘સિદ્ધહેમમાંથી જ ગુજરાતી ભાષાની પ્રારંભિક કૃતિઓ સાંપડે છે. આ. હેમચંદ્રાચાર્યના જીવન અને કવનનો પરિચય એક લેખમાં મળે છે.
ડૉ. ૨. ચી. શાહ જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી છે. એનો ખ્યાલ જૈન સાહિત્ય અને એ અંગેના અન્ય લેખો પરથી આવે છે. પડિલેહા’નો અંતિમ લેખ, ઈ. સ. ૧૪૫૦થી ૧૬૦૦ દરમિયાન મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યની છણાવટ કરે છે. આ સમયગાળાના મુખ્ય સાહિત્યસ્વરૂપો, કવિઓ, કૃતિઓનો પરિચય આ અભ્યાસલેખમાં પ્રાપ્ત થાય છે. સાહિત્યના ઇતિહાસમાં જે કવિઓનો નામોલ્લેખ મળે છે અને નામોલ્લેખ સુધ્ધાં નથી મળતો એવા સંખ્યાબંધ જૈન કવિઓ વિશે તેમના અભ્યાસલેખમાં અધિકૃત માહિતી મળે છે. ‘સાંપ્રત સહચિંતન’ના ત્રીજા ભાગમાં જૈન સાહિત્ય-ક્ષેત્ર અને દિશાસૂચન' નામક લેખ પણ સાંપડે છે.
‘સમયસુંદર’ વિશે ગુજરાતી ગ્રંથકાર શ્રેણીના ૧૬મા મણકામાં લઘુગ્રંથ આપનાર ડૉ. શાહ અહીં સમયસુંદરનો પરિચય કરાવી તેમની મહત્ત્વની બે ૨૨૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો