________________
‘વિક્રમોર્વશીય’ તથા માલવિકાગ્નિમિત્ર' નામક ત્રણ, કવિ હર્ષના પ્રિયદર્શિકા', રત્નાવલી’ અને ‘નાગાનંદ' નામક ત્રણ તથા કવિ ભાસ લિખીત પંચરાત્ર', પ્રતિમા', પ્રતિજ્ઞાયોગન્દરાયણ” તથા “સ્વપ્નવાસવદત્તા' નામક ચાર નાટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહાકવિ કાલિદાસ આપણા સંસ્કૃત સાહિત્યના એક અમર કવિ છે. બાણ, રાજશેખર, જયદેવ, મલ્લિનાથ, દંડી, ગટે, ટાગોર વગેરે એમની પ્રશંસા કરતાં થાક્યા નથી. કાલિદાસનું સર્વશ્રેષ્ઠ નાટક “શાકુન્તલ' જગતની એક શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ તરીકે અમર થયું છે. એમાં આપણને સંપૂર્ણ સંવાદી દામ્પત્યજીવનનું સુરેખ દર્શન થાય છે. વિક્રમોર્વશીય’ નાટકમાં બુધ અને ઇલાથી ઉત્પન્ન થયેલા ચંદ્રવંશના રાજા પુરૂરવા અને નારાયણની જંઘામાંથી ઉત્પન્ન થયેલી દેવલોકની અપ્સરા ઉર્વશીની પ્રેમકથા ગૂંથી લેવામાં આવી છે. આ નાટકને કાલિદાસે સંવિધાનનું ચાતુર્ય, મનોહર કલ્પનાઓ, પ્રકૃતિસૌંદર્યનાં સુંદર વર્ણનો, પદ્મનું માધુર્ય અને રસના પરિપૂર્ણ આલેખન વડે એક ઉચ્ચ કક્ષાની કલાકૃતિ બનાવ્યું છે. માલવિકાગ્નિમિત્ર' નાટક કાલિદાસની તરુણાવસ્થાની પ્રથમ કૃતિ હોવા છતાં એક સફળ કૃતિ છે. નૃત્ય-નાટકની સ્પર્ધા, બંને નાટ્યાચાર્યો વચ્ચેનો ઝઘડો, નૃત્ય કરતાં રાજકુમારી માલવિકાએ ગાયેલું સૂચક ગીત, વિદૂષકને સાપનું કરડવું, રાણી ધારિણીના પગને ઈજા થવી, માલવિકાએ અશોકનો દોહદ પૂરો પાડવા જવું વગેરે પ્રસંગોના આલેખનમાં કવિ કાલિદાસની અસાધારણ કલ્પનાશક્તિ અને સંવિધાન કલા જોવા જેવી છે.
હર્ષવર્ધનના પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામક નાટકોના કર્તા ખરેખર પોતે હતા કે પછી પૈસા આપી બીજાઓ પાસે લખાવી પોતાને નામે એ નાટકો ચડાવ્યા એ વિશે પ્રાચીન કાળમાં મતભેદ ઊભો થયો હતો. જોકે એના લેખક હર્ષ જ છે એ વિશે હવે કોઈ શંકા રહી નથી. ઉપરૂપક પ્રકારના આ નાટક પ્રિયદર્શિકામાં રાજા ઉદયનને રાણી પ્રિયદર્શિકા કેવી રીતે મળે છે એનું આલેખન કરવામાં આવ્યું છે. આ નાટકમાં શૃંગાર રસની સાથેસાથે કરુણ, હાસ્ય અને અભુત રસનું સંયોજન થયેલું છે. નાટક “રત્નાવલીમાં રાજા ઉદયનને રાણી રત્નાવલી કેવી રીતે મળે છે એનું આલેખન કરવામાં આવ્યું છે. આ નાટકમાં મુખ્ય શૃંગાર રસ છે. હર્ષ રચિત ત્રીજું નાટક ‘નાગાનંદ સંસ્કૃત નાટક સાહિત્યમાં કથાવસ્તુની દૃષ્ટિએ તદ્દન જુદી જ ભાત પાડે છે. તેમાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય અને અદ્દભુત રસનું આલેખન કરવામાં આવ્યું છે. બૌદ્ધકથાવસ્તુ, બુદ્ધની સ્તુતિ તથા અહિંસાની ભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
- ત્રીજી શતાબ્દીના અંતે અને ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલ સુપ્રસિદ્ધ નાટ્યકાર ભાસે કુલ તેર નાટક લખ્યા છે. તેના નાટકોના આદિ મંગલ જોતાં તે વિષ્ણુભક્ત હોય એમ લાગે છે. મહાભારતમાંથી કથાવસ્તુ લઈને પંચરાત્ર’ નાટકમાં
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૩૯