________________
કરાવીને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ' તરીકે ફરજ બજાવતાંની સાથેસાથે ૨૦ વરસો સુધી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય પણ રહ્યા. તેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતીના સભ્ય અને આત્મવલ્લભ મંગલ મંદિરના ચેરપરસન તથા શ્રાવિકાશ્રમ પાલિતાણા)ના મંત્રી હતા.
તારાબહેનના જીવનમાં જૈનધર્મ તાણાવાણાની જેમ રોમેરોમમાં વણાઈ ગયો હતો. એ મહા ગૌરવની બાબત છે કે તેમના હાથ નીચે પ્રસિદ્ધ કવિ ડો. સુરેશ દલાલ, વિદુષી ડૉ. કલાબહેન શાહ, પ્રબુદ્ધ જીવનના તંત્રી ડો. ધનવંતભાઈ શાહ, જાણીતા પ્રોફેસર ડો. ગુલાબભાઈ દેઢિયા, શ્રી કાંતાબહેન ભટ્ટ, શ્રી દિનેશભાઈ ભટ્ટ તથા શ્રી સીતાંશુ યશશ્ચન્દ્ર જેવી મહાન હસ્તિઓએ એમ.એ.નો અભ્યાસ કર્યો છે.
તારાબહેનને જૈન ધર્મદર્શનનું અનન્ય આકર્ષણ હતું. જૈન સાહિત્યના તેમના વાંચન અને ઊંડા અધ્યયનને કારણે શ્રી મુંબઈ જેન યુવક સંઘ આયોજીત પર્યુષણ તથા વસંત વ્યાખ્યાનમાળાઓમાં તેમને સર્વ પ્રથમ સ્ત્રી વ્યાખ્યાતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. ત્યારથી જેનોની આવી અગ્રગણ્ય મહાન સંસ્થામાં તેઓ મરણપર્યંત આશરે ૫૦ વરસ સુધી સંકળાયેલા રહ્યા. તેમણે જૈન સાહિત્ય સમારોહમાં સત્રપ્રમુખ તરીકેનું સ્થાન પણ શોભાવ્યું હતું. તેમની પ્રેરણા થકી શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં અન્ય સ્ત્રી વક્તાઓ પણ આવતી થઈ. એક વખત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ૧૮ જેટલી બધી જ સ્ત્રી વક્તાઓ હતી. નારીઓ માટે આ એક ગૌરવપૂર્ણ ઘટના છે.
તારાબહેનની પ્રવચન શૈલી એટલી બધી આકર્ષક હતી કે માત્ર વિદ્વાનોને જ નહીં પણ જનસામાન્યને પણ આકર્ષિત કરતી જેથી કરીને આગળ વિવિધ જૈન સોશ્યલ ગ્રૂપ, ઝાલાવાડ ગ્રૂપ, અન્ય સામાજિક સંસ્થાઓ તથા મહિલામંડળોમાં પણ વક્તવ્યો આપવા માટે તેમને આમંત્રિત કરવામાં આવતા. ભારત સિવાય વિદેશના દેશોમાં પણ તેઓ પ્રવચનો આપવા જતા હતા. ડૉ. રમણભાઈ સાથે તેમણે પણ લંડન, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ તથા સિંગાપોરમાં જૈન સાહિત્યના વિષયો ઉપર ગુજરાતી ભાષામાં પ્રવચનો આપીને હજારો-લાખો લોકોને પોતાની મધુરી વાણીથી મંત્રમુગ્ધ કર્યા હતા.
અનેક દૈનિકો અને સામયિકોમાં અવારનવાર પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહના જેન ધર્મ તથા ગુજરાતી સાહિત્ય વિશેના લેખો તો છપાતા જ હતા તથા ભારતના અને દુનિયાના ઘણા દેશોમાં વ્યાખ્યાનો પણ આપતા હતા. તેમણે પ્રાચીન સાહિત્ય સુધા શ્રેણી અંતર્ગત સંસ્કૃતના પ્રખ્યાત નાટકોને ૧૯૫૭માં ગુજરાતી ભાષામાં કથાસ્વરૂપે રજૂ કર્યા, જે પાછળથી દસ નાની નાની પુસ્તિકા સ્વરૂપે પ્રગટ થયા અને ફરી વાર ૨૦૦૫માં સંસ્કૃત નાટકોની કથા ભાગ-૧ રૂપે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પ્રગટ કર્યા.
સંસ્કૃત નાટકોની કથા ભાગ-૧માં મહાકવિ કાલિદાસના 'શાકુન્તલ', ૨૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો