________________
૨૮૫૦ વર્ષ પહેલાનો ગણાવી શકાય. શ્રી નેમનાથપ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુની વચ્ચેના સુવર્ણયુગની આ વાત છે. રાજા ગુણસેન જૈનધર્મ મતાવલંબી હોવાને કારણે વિનમ્ર, બળવાન, સદાચારી અને ધર્મપ્રિય હતો. બ્રહ્મચર્યની મહત્તા જાણવાને કારણે તેને અંતઃપુરની શોભા વધારવામાં રસ નહોતો. આથી તેણે પ્રિયદર્શના નામે એક જ પત્ની કરી હતી. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવનારી, પતિપરાયણ, ધર્મિષ્ઠ સ્ત્રી હતી. સોળ-સોળ વર્ષ સુધી ખોળાનો ખૂંદનારની પ્રાપ્તિ ન થવાથી તે ઉદાસ રહેતી હતી. જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાવંત પતિએ સમજાવ્યા બાદ તે ફરી પ્રસન્નતાથી જીવવા લાગી. આનર્ત દેશના એક નિમિત્તકના નિમિત્તથી રાજા-રાણી એક નહિ બે-બે સુંદર પુત્રોના માતા-પિતા બન્યા. મોટો પુત્ર તે કથાનાયક ભીમસેન અને નાનો પુત્ર તે હરિષેણ. આશ્રમજીવનમાં ગુરુસાનિધ્યે રાજકારણ, ન્યાય, વ્યાકરણ, ધર્મ, કલા આદિ વિદ્યાઓના અભ્યાસાર્થે બંનેને મૂકવામાં આવ્યા હતા. બંને ખૂબ સુંદર રીતે ગુરુના માર્ગદર્શન હેઠળ ઘડાયા હતા. વળી માતા-પિતા ધર્મમાં શ્રદ્ધાવાન, આચારવંત અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા હોવાને કારણે બંને પુત્રો પણ સંયમી, ધીરગંભીર, આજ્ઞાવંત અને વિનયી હતા. બંનેમાંથી કોઈને પણ એક નાનુંસરખુંયે વ્યસન નહોતું. તેઓ માનતાં હતાં કે જુગારથી માનવી કર્તવ્યભ્રષ્ટ થાય છે. મૈરેયપાનથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. નાચગાન કે પરાયી સ્ત્રીના રૂપદર્શનથી મહાપાપના ભાગીદાર બનાય છે. આથી બંને તેનાથી દૂર જ રહેતા.
વાર્તાના અન્ય પાત્રોમાં નિમિત્તક, આશ્રમમાં વિદ્યાદાન આપનાર ગુરુદેવ, સમરસેન, કામાગિની ગણિકા, ગણિકાપુત્રી નંદિની વગેરેનું આલેખન ખૂબ સુંદર રીતે થયું છે. બંને પુત્રીના લગ્ન થયા તે ક્રમશઃ સુશીલા અને સુરસુંદરી પણ પોતાના વ્યક્તિત્વ દ્વારા વાંચકોના મન-મસ્તિષ્ક ઉપર છવાઈ જાય છે. બંને દેરાણી-જેઠાણી હોવા છતાં એકમેકથી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતી હતી. સુશીલા તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવતી સજ્જન પ્રકૃતિની હતી જ્યારે સુર તેના નામ પ્રમાણે ભોગવિલાસમાં રાચનારી, અન્યના કહેવાથી દોરવાઈ જનારી સ્ત્રી હતી. ભીમસેન તથા હરિષણના લગ્ન પછી માતાપિતાએ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. ભીમસેનને બે પુત્રો થયા દેવસેન અને કેતુસેન.
અત્યાર સુધી સુખરૂપ ચાલતી જીવનનૈયાને અચાનક એક વંટોળ આવી ધ્વંશ કરી ગયો. અત્યાર સુધી રાજા ભીમસેન અને સેનાધ્યક્ષ હરિષણ એક મગની બે ફાડની જેમ જીવતા હતા, પરંતુ સૂરસુંદરીએ હરિફેણની કાનભંભેરણી કરી ત્યારથી ભીમસેન પર દુઃખના વાદળો છવાયા. અચાનક ભીમસેનને રાજમહેલ છોડી જીવ બચાવવા પત્ની અને બે પુત્રો સાથે ભાગવું પડ્યું. ગામ-ગામ અને નગરનગરની ઠોકરો ખાતા બંને પતિ-પત્ની અને પુત્રોને ઘણુંઘણું દુઃખ સહન કરવું પડ્યું. પૂર્વે કરેલા કર્મો ઉદયમાં આવતા જે કાંઈ પણ કરે તે ઊંધુ જ પડતું. જુદીજુદી વિપત્તિઓ આવતી છતાં બંને પતિ-પત્ની ધર્મમાં દઢ શ્રદ્ધા રાખી, બૂરા
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૧