________________
મથે છે. બેમાં જે બળવાન હોય તે જીવે છે' ‘એનો ઊજળો વાન ચીમળાયેલી ચંપાકળીની યાદ આપતો હતો.’ ‘વર્ગમાંથી શિક્ષક બાર જાય અને છોકરાંઓ આઘાપાછા થઈ રમવા, તોફાન કરવા લાગે એમ સૂર્યાસ્તને થોડો વખત વીત્યો અને અનેક તારલિયા આકાશમાં લબૂકઝબૂક થવા લાગ્યા. “જાણે ફૂલની વસંત વીતી ગઈ અને બળબળતી ગ્રીષ્મ આવી લાગી.” સત્તા અને સામર્થ્ય કોઈ વાતને અશક્ય માનવા ટેવાયા નથી હોતા. એ તો ધાર્યા નિશાનને પાડવામાં જ માનતા હોય છે.’
તેઓશ્રીના વાર્તાસંગ્રહનાં નવસંસ્કરણ વખતે આપણા વિદ્વાન આ. શ્રી શીલચંદ્રસૂરિએ સાચું જ કહ્યું છે કે એમની વાર્તાઓ વાંચતા હોઈએ ત્યારે અગાધ પરંતુ શાંત સાગરમાં ધીરી છતાં સ્વસ્થ ગતિએ હલ્લેસાંની સહાયથી નૌકાવિહાર કરતાં હોઈએ તેવો અહેસાસ થયા કરે. ક્યાંય તોાન નહિ, કોઈ આછકલાઈ કે છીછરાંપણું નહીં, અનૌચિત્ય તો ફરકે જ શાનું? સરળ શૈલી, વાક્યે વાક્યે ઝળકતી મૂલ્યપ૨સ્તી અને સંવેદનશીલતા – આ તેમની વાર્તાઓનું પ્રાણતત્ત્વ છે.’
આ ઉપરાંત તેમનાં લખાણો કાળગ્રસ્ત બને એ પહેલાં ગ્રંથસ્થ થવા જોઈએ તેવી અનેક વિદ્વાનોની લાગણીને લક્ષમાં લઈને તેમનાં સુપુત્ર શ્રી નીતિનભાઈએ તેમનાં ‘જૈન’ સાપ્તાહિકના વિપુલ લેખ સાહિત્યને ‘અમૃત સમીપે’, ‘જિનમાર્ગનું જતન’ તથા ‘જિનમાર્ગનું અનુશીલનમાં પુસ્તકાકારે પ્રગટ કરી પિતૃઋણ અદા કર્યું છે.
આ પુસ્તકોમાં જૈન ધર્મનાં તેમજ અન્ય વિદ્વાનો, જૈનાચાર્યો, મુનિવરો, સાધ્વીજીઓ, સંતો, શિક્ષણકારો, પત્રકારો, સાહિત્યકારો, કલાકારો, શ્રેષ્ઠિઓ, રાજપુરુષો, ધર્મ-ક્રિયા પ્રેમીઓ, સમાજસેવકો તથા સ્ત્રીરત્નો વિશે લેખ લખેલા છે. તેમ જ જૈન સંઘના વિવિધ અંગો જેવા કે સાધુઓના આચાર, પદવીઓ, સાધ્વીજીના પ્રશ્નો, જ્ઞાનાભ્યાસ, સંઘની તથા જૈનોની એકતા, તીથીચર્ચા વગેરે વિશે વિશદ્ વિશ્લેષણ, વેધક નિરીક્ષણ, સરળ ઉપાયોની શોધ, સ્પષ્ટ અને નીડર મંતવ્ય, નીડર વ્યક્તિત્વ અને સંવેદના વગેરે વ્યક્ત થાય છે.
‘જિનમાર્ગનું જતન'ના લેખોથી ખ્યાલ આવે છે કે તેમની નજર ક્યાં ક્યાં પહોંચી છે. દેશ-પરદેશનાં વિદ્વાનો તેમની પ્રવૃત્તિથી લઈને કળા એ પછી ચિત્રકળા, શિલ્પકળા કે છબીકળા હોય – બધાં જ ક્ષેત્રોને તેમની કલમે આવરી લીધા છે. આ બધા લેખોમાં તે તે યુગનાં જૈન યુગનું પ્રતિબિંબ ઝિલાયું છે. તેના પરથી જણાય છે કે કથાલેખનના કસબી તો હતા જ, પણ એક સારા વિચારક
-
પણ હતા.
આ લેખો માટે પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું છે કે લેખોમાં વિષય વૈવિધ્ય એટલું બધું છે કે જેને જેની રુચિ હોય તેને તે વિષયનું અહીં મબલક મળી રહેશે. શ્રી નીતિનભાઈ કહે છે તેમ ગુણશ્રદ્ધામૂલક પ્રથમ ગ્રંથ ‘અમૃત સમીપે’ દર્શન પ્રધાન છે. જૈન ધર્મ સંસ્કૃતિનાં વર્તમાનનું વિસ્તૃત
૧૭૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો