________________
કુમતોનો પ્રચાર અટકાવવા જમાનાના ઝેરી પ્રચારનો વિનાશ કરવા પૂજ્યશ્રીની લેખન અને વક્તૃત્વની કલા સમર્થ નીવડી. ‘કલ્યાણ’નું ચિરસ્થાયી અને લાભદાયી એક જ પ્રદાન એવું છે કે જે વર્ષો સુધી પૂજ્યશ્રીના સ્મૃતિ દીપને અજવાળતું રાખે.
તેઓ એટલા જ પ્રખર વાચસ્પતિ હતા. ૧૨ વર્ષની ઉંમરે પૂજ્યશ્રીએ સુરત શહેરની પાટ ઉપર બેસી પ્રભાવક પ્રવચન આપ્યું. નિયમિતતા એટલી કે જીવનમાં પ્રમાદ જરાય જોવા ના મળે. શરીરને આરામ આપવાની વાત નહીં. નિયમિત પ્રમાર્જન કરતા. તેઓ સ્વાશ્રયી જીવન ખૂબ જ ઇચ્છતા. તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય, પણ કોઈ સાધુ ભગવંત એમની પાસે કશું પૂછવા આવે તો તરત પોતાનું કામ પડતું મૂકી ખૂબ પ્રેમથી એની વાત સાંભળી ખૂબ જ વાસ્તુલ્યભર્યા શબ્દોમાં યોગ્ય સમાધાન આપતા.
વિક્રમ સંવત ૧૯૯૭ના ખંભાત ચાતુર્માસમાં સુશ્રાવક કસ્તુરભાઈ અમરચંદને છેવટ સુધી ખૂબ જ અદ્ભુત નિર્ધામણા કરાવેલી, કસ્તુરભાઈ શેઠે તેમના પગમાં માથું મૂકીને પ્રાણ ત્યજ્યા હતા. તેઓશ્રીએ ખંભાતમાં પથી ૭ ચોમાસા કર્યાં. પૂજ્ય મહારાજશ્રીને ત્રણ ગુરુભગવંતો દાનવિજ્ય, પ્રેમસૂરિ અને રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબોની છત્રછાયા મળી.
તેઓશ્રી ન્યાય-વ્યાકરણ વગેરે ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. કર્મ સાહિત્ય, આગમ સાહિત્ય, સ્યાદ્ાદ સિદ્ધાંત તથા નય નિક્ષેપા વગેરેનું પણ સુંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ ક્યારેય ‘હમણાં નહીં' એમ નકાર ભણતા નહીં. તેઓ માનતા કે દર્શન શુદ્ધિ માટે તીર્થયાત્રા એ મહત્ત્વનું અંગ છે. તેથી તેમણે મારવાડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, શિખરજી, કલકત્તા તેમ જ મહારાષ્ટ્રના મુખ્ય તીર્થોની યાત્રા કરેલી. વ્યાખ્યાનની પાટ પર તેઓ ઉપદેશાત્મક શૈલી અપનાવીને ગ્રંથોના પુરાવા સહિત વાત કરતા.
શાસન વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિનો તેઓ નીડરતાપૂર્વક સામનો કરતા અચકાતા નહીં. એક વાર પાટણમાં સરકાર તરફથી કૂતરાઓને ઝેર આપી મારી નાખવાની જુલમ પદ્ધતિ શરૂ થઈ, જેથી જૈનો અને બીજી કોમના લોકોના હૃદયને સખત આઘાત પહોંચ્યો. ત્યારે આચાર્યશ્રીએ ખૂબ જ જોશીલી શૈલીથી સરકારની હિંસક પ્રવૃત્તિને વખોડી કાઢી. પરિણામે સરકારને એ હિંસક પ્રવૃત્તિ બંધ કરવી પડી.
તેઓશ્રીએ પોતાના શિષ્યરત્ન પૂજ્ય ઉપાધ્યાય શ્રી મહિમાવિજયજી મહારાજને પ્રેરણા આપીને ખંભાત-રતલામ વગેરે સ્થળોએ મોટા જ્ઞાનભંડાર સ્થાપિત કરીકરાવીને જ્ઞાન પિપાસુ અભ્યાસી વર્ગ માટે જીવનવાણીની સુંદર પરબો ઊભી કરાવવામાં–કરવામાં સહાયતા કરી. સાહિત્યના ક્ષેત્રમાં તેઓએ અનેકોને સહાય કરી. આજે પણ આ ક્ષેત્રોમાં જ્ઞાનભંડારો સારી રીતે કાર્યરત છે અને સુજ્ઞજનો તેનો સંપૂર્ણ લાભ લઈ રહ્યા છે. સિદ્ધહસ્ત લેખિની દ્વારા લખાયેલું દાખલાદલીલો-યુક્તિઓથી રસભરપૂર તેઓશ્રીનું સાહિત્ય આબાલગોપાલ રુચિકર છે.
સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ - ૨૦૫