________________
શંકાની નજરે જોવા લાગ્યા. પણ પછી આજ વિદ્વાનો અને કટુ આલોચકો તેઓશ્રીના પ્રશંસક બની ગયા. પંડિતપ્રવર પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી અને એમનો શિષ્યવર્ગ જૈનદર્શનના અધિકારી વિદ્વાનો હતા. પણ તેરાપંથના આચાર્ય સાંપ્રદાયિક દૃષ્ટિથી મુક્ત થઈ આગમ-સંપાદન કરી શકશે કે કેમ એ માટે તેઓ શંકાશીલ હતા. પણ આચાર્ય મહાપ્રજ્ઞજી સંપાદિત “દશવૈકાલિ' સૂત્રની સમીક્ષા કરી ત્યારે પંડિતજીની ધારણા બદલાઈ ગઈ, આચાર્યજીના અમદાવાદ ચોમાસા (સં. ૨૦૨૪)માં બંનેનું મિલન થયું ત્યારે પંડિતજી એમનાથી બહુ પ્રભાવિત થયા હતા. એમણે કહ્યું હતું - ‘તમારી પાસે યુવક સાધુ-સાધ્વીઓ મોટી સંખ્યામાં છે, એ બધામાં અધ્યયન છે, ચિંતન છે; તર્કશક્તિ છે અને અનુશાસન પણ છે. હવે મારો વિશ્વાસ છે કે તમે જૈનદર્શન અને જેનાગમોનું કાર્ય કરી શકશો.”
સન ૧૯૮૭માં દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં આગમનો એક સેટ Cazla Euclu 24 DELA 24L4R3L (University Grant Commission-ugc) ને સમર્પિત કરવામાં આવ્યો, ત્યારે આયોગના અધ્યક્ષ શ્રી સચ્ચિદાનંદ મૂર્તિએ આગમના આ વિશાળ કાર્યને પ્રત્યક્ષ જોઈ કહ્યું કે, આચાર્યજી ! તમે ભારતીય પ્રાચ્ય વિદ્યાનું મહાન કામ કર્યું છે, એનું યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ. આ વિશાળ સાહિત્ય યુજીસીના સંગ્રહાલયને સમૃદ્ધ કરશે.'
| સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. ડી. એચ. કોઠારીએ કહ્યું હતું – “આ આગમ-ગ્રંથોની પ્રામાણિકતા અને ઉપયોગિતા અસંદિગ્ધ છે. મને જ્યારે કોઈ પણ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે ત્યારે મને આ આગમ-ગ્રંથોમાંથી સમાધાન મળી જાય છે. જૈન શાસન અને શ્રુતની આ અવિસ્મરણીય સેવા છે. (૨) વિવિધ વિષયો પરનું વિપુલ સાહિત્ય
તેઓશ્રી ખરા અર્થમાં મહાપ્રજ્ઞ હતા. એમની પ્રજ્ઞા પ્રખર હતી. એમનું મનનચિંતન-લેખન વિવિધ વિષયોને આવરી લેતું હતું. તેઓ ખરા અર્થમાં સત્યાગ્રહી હતા. સત્યની શોધ માટે પોતાના મૌલિક ચિંતન દ્વારા એમણે અનેક રહસ્યોનું ઉદ્દઘાટન કર્યું હતું. અધ્યાત્મ, અનેકાંત, અભ્યદય, અહમ્, અસ્તિત્વની ખોજ અને અસ્તિત્વનો બોધ, આત્માકા દર્શન, આલોક પ્રજ્ઞાકા, આદિ વિષયો પર વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. આ સિવાય શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાચ્ય, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પરિવાર, પર્યાવરણ, બાલદીક્ષા, યુવકો અને વૃદ્ધો માટેના વિષયો, વિચાર-નિર્વિચાર, વિશ્વશાંતિ, શિક્ષણશાસ્ત્ર, સમય પ્રબંધન (Time management) આદિ વિવિધ વિષયો પર એમની સશક્ત કલમ ચાલી હતી. (૩) ધ્યાન અને યોગ
મહાપ્રજ્ઞ અધ્યાત્મયોગી હતા. જેનાગમો આધારિત પ્રેક્ષા ધ્યાન પદ્ધતિના તથા જૈન યોગના પુનરુદ્ધારક હતા. આ વિષયો પર એમણે વીસથી વધુ પુસ્તકોની રચના કરી હતી. આજે દેશવિદેશમાં પ્રેક્ષાધ્યાન પદ્ધતિ બહુ લોકપ્રિય બની છે. ૨૧૪ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો