________________
(૧૦) મૈં ઔર મેરે ગુરુ’ (જૈન વિશ્વભારતી)
- આત્મા મારો ઈશ્વર છે, ત્યાગ મારી પ્રાર્થના છે, મૈત્રી મારી ભક્તિ છે,
સંયમ મારી શક્તિ છે, અહિંસા મારો ધર્મ છે.' આ શબ્દોમાં એમણે પોતાના ભાવાત્મક વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો.
આચાર્ય મહાપ્રશના નવમી મે, ૨૦૧૦ના મહાપ્રયાણ પછી એમના ઉત્તરાધિકારી આચાર્ય શ્રી મહાશ્રમણની પ્રેરણાથી મહાપ્રજ્ઞજીના સાહિત્યમાંથી એમના જ શબ્દોમાં એમની આત્મકથાનું સર્જન-સંપાદન મુનિશ્રી ધનંજયકુમારજી અને સાધ્વી વિશ્રુતવિભાજીએ કર્યું અને મેં ઔર મેરે ગુરુ' ગ્રંથ (પૃ. ૩૬૮) જુલાઈ, ૨૦૧૩માં પ્રકાશિત થયો.
આ આત્મકથાના સંપાદક લખે છે કે ગુરુ-શિષ્યની પરંપરા ભારતીય સંસ્કૃતિના જીવન્ત હસ્તાક્ષર છે.'
આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની ગુરુશિષ્યની જોડી વિરલ હતી. ગુરુનું અમિત વાત્સલ્ય, સ્નેહ અને વિશ્વાસ અને શિષ્યનું અદ્ભુત સમર્પણ, શ્રદ્ધા અને વિનય – આ બંને અનન્ય અને અદ્વિતીય હતા. આ ગ્રંથમાં મહાપ્રજ્ઞજીએ પોતાના ગુરુ વિશે દિલથી કૃતજ્ઞતા પ્રગટ કરી છે.
આચાર્ય તુલસી ૫૨ એમના વિવિધ પુસ્તકો છે ૧. આચાર્યશ્રી તુલસી (જીવન પર એક દૃષ્ટિ) ૨. આચાર્ય તુલસી ઔર ઉનકે વિચા૨ ૩. આચાર્ય શ્રી તુલસી જીવન દર્શન ૪. તુલસી મંજરી
૫. તુલસી યશોવિલાસ
૬. ધર્મચક્રકા પ્રવર્તન
આ સિવાય ‘આચાર્ય ભિક્ષુઃ જીવન દર્શન’, ‘ભિક્ષુ વિચાર દર્શન’, ‘ભિક્ષુ ગાથા’, ‘ભિક્ષુ ગીતા’ આદિ પુસ્તકોનું સૃજન તેરાપંથના પ્રથમ આચાર્ય ભિક્ષુસ્વામી ૫૨ કરેલું.
ચતુર્થ આચાર્ય જયાચાર્યની પાંચ અમર કૃતિ – ચૌબીસી, આરાધના, ધ્યાન, અધ્યાત્મ પદાવલી અને બડી ચોબીસી પર તેઓશ્રીએ ‘આરાધના' પુસ્તકમાં વિશદ વિવેચન કર્યું છે.
(૧૧) મહાવીરનો પુનર્જન્મ
આચાર્ય મહાપ્રજ્ઞની આ વિશાળ રચનામાં એમણે યોગક્ષેમ વર્ષ’ દરમિયાન પ્રભુ મહાવીરસ્વામીના જીવનના કેટલાંક અછૂતા પ્રસંગોના આધારે મહાવીરના ઉપદેશોને પોતાની આગવી શૈલીમાં આપેલા પ્રવચનોનો અનુપમ સંગ્રહ છે. મૂળ સંપાદક મુનિ શ્રી દુલહરાજજી અને મુનિ શ્રી ધનંજ્યકુમારજી છે અને ગુજરાતી આવૃત્તિના અનુવાદક સંપાદક રોહિત શાહ છે. પાંચસોથી અધિક પૃષ્ઠોમાં ૨૧૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
-