________________
મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ૫૨ એમણે આ ગ્રંથમાં અદ્ભુત મીમાંસા કરી છે. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ આદિ અનુપ્રેક્ષાનો પ્રત્યેક વિષય એક સનાતન સત્યને ઉદ્ઘાટિત કરે છે. આ બધી વૈરાગ્યની ભાવનાઓ ૫૨ એમણે મૌલિક લેખો લખ્યા છે, એ સર્વ મનનીય છે. સાંપ્રત યુગની સમસ્યાઓનું સમાધાન આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે. દુનિયાની બધી જ વસ્તુઓ, સંબંધોના સંયોગ-વિયોગો વગેરે બધું જ અનિત્ય છે. એ સત્ય સમજાઈ જાય ત્યારે વ્યક્તિ સુખ-દુઃખના અતિરેકમાં સમભાવ રાખી શકે છે. એકત્વ અને અન્યત્વ એક જ સત્યના સિક્કાની બે બાજુઓ છે. ‘આ દુનિયામાં મારા આત્મા સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ મારું નથી' એ હકીકત હૃદયંગમ કરનાર મૃત્યુથી પણ ડરતો નથી. આવી પ્રતીતિ થવી એ જ એમના મતે સમ્યક્ દૃષ્ટિ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ થયેલો છે. (૭) ગાથા ૫૨મ વિજ્યકી
-
જૈન વિશ્વભારતી દ્વારા ૨૦૧૦માં પ્રકાશિત આ ગ્રંથના લગભગ ચારસો પૃષ્ઠોમાં એમણે અંતિમ કેવલી જંબુકુમારની વૈરાગ્ય કથા પોતાની આગવી શૈલીમાં વર્ણવી છે. અભય અને મૈત્રીના મહાન પ્રભાવથી મદમસ્ત હાથી પર વિય કરનાર આ વી૨ કુમારને પરમ વિજ્યની ઉત્કંઠા જાગે છે. માતાપિતાને ખુશ કરવા આઠ કન્યાઓ સાથે વિવાહ કરે છે પણ વૈરાગ્યની પ્રબળ ભાવનાથી કેમ બધાને દીક્ષા માટે સમજાવે છે તેનું શતાધિક દૃષ્ટાંતો – કથાઓ દ્વારા આ ગ્રંથમાં વર્ણન છે. પ્રભવ જેવો અઠંગ ચોર પણ પોતાના પાંચસો સાથી સાથે દીક્ષા લે છે એનો રોમાંચક ચિતાર એમણે આપ્યો છે. આવો દળદાર ગ્રંથ હાથમાં લીધા પછી સંપૂર્ણ વાંચન કરવા મજબૂર કરે એવો રસ આમાં છે.
યાત્રા એક અકિંચનકી
જુલાઈ ૨૦૧૦માં જૈન વિશ્વભારતી દ્વારા ૩૭૫ પૃષ્ઠોનું આ પુસ્તક એમની અંતિમ કૃતિ છે. પોતાના ગુરુ આચાર્ય તુલસીની પ્રેરણાથી એમણે આ આત્મકથા લખી હતી. પ્રથમ વિભાગ ‘નયા આકાશઃ નયા નક્ષત્રમાં એમણે પોતે મુનિ કેમ બન્યા, એમના માતાજી, દીક્ષા ગુરુ, વિદ્યા ગુરુ, અધ્યયન, મારી કાવ્ય ચેતના, આદિ સાથે પોતાના જીવનની સફ્ળતાનાં કેટલાંક રહસ્યો ઉદ્ઘાટિત કર્યાં છે. અન્વેષણ અને અભિનય ઉન્મેષ’ વિભાગમાં આગમ સંપાદન, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને અહિંસા પ્રશિક્ષણ ઉપર પ્રકાશ પાડ્યો છે. અંતિમ નયી વ્યવસ્થાઃ નયે દાયિત્વ’ વિભાગમાં સંઘીય વ્યવસ્થા, મહાપ્રજ્ઞ અલંકરણ, યુવાચાર્ય ઘોષિત કરવામાં આવ્યા ત્યારની ક્રિયા અને પ્રતિક્રિયા, આચાર્ય પદાભિષેક, વિકાસ મહોત્સવ, આચાર્ય બન્યા પછીનો સમય, આદિ વિષયો આવરી લેવામાં આવ્યા છે.
આચાર્ય મહાપ્રજ્ઞને જાણવા-સમજવા માટે આ એક અનિવાર્ય કૃતિ છે.
૨૧૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો