________________
અને પ્રશ્નોના યુક્તિપૂર્વકના જવાબો જોવા મળે છે. તેઓના લખાણો ‘સર્વ જન હિતાય, સર્વ જન સુખાય છે. પૂજ્યશ્રીએ લખેલ પુસ્તક “સ્વાધ્યાય સુધા સંદેહ અને ઝળહળતી જીવન જ્યોતમાં તેઓશ્રી જણાવે છે કે ચારે ગતિમાં માનવ દેહને પામ્યા પછી કર્મનો સર્વથા નાશ કરવાની સલ પ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ આત્મા અવશ્ય જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક અને સંતાપ તેમ જ આધિવ્યાધિ અને ઉપાધિ આ બધાની દારુણ પરાધિનતાને દૂર રાખીને આત્મા સ્વતંત્ર બની શકે છે. તે માટે જિનેશ્વર દેવોએ ફરમાવેલ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન તથા સમ્યફચારિત્રની નિર્મલ આરાધના આત્માને કર્મબંધનોથી મુક્ત કરી અનંત, અવ્યાબાધ શાશ્વત સુખધામમાં લઈ જાય છે. પૂજ્યશ્રીના “સંસ્કૃતિનો સંદેશ તેમ જ બીજા લેખો' નામના પુસ્તકમાં આજના વાતાવરણમાં એક પ્રસ્તાવનારૂપ બની રહે તેવું લખાણ છે. આચાર્ય મહારાજા શ્રીધનેશ્વરસૂરીશ્વરજી વિચરિત “શ્રી શત્રુંજય મહાતીર્થ માહાભ્ય' નામના ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ કરી પૂજ્યશ્રીએ ગ્રંથ રચ્યો છે. તેમાં જણાવે છે કે ભવોદધિતારક તિર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થનો મહિમા, તેની યાત્રા, દર્શન-સ્પર્શન-વંદન-નમન તેમ જ તે ગિરિરાજની છત્રછાયામાં કરાતા ધમનુષ્ઠાનોનો પ્રભાવ શાસ્ત્રકાર ભગવંતોએ જે ફરમાવેલ છે તે બધું જાણવા માટે આ ગ્રંથરત્ન ખરેખર મહાન માર્ગદર્શક તથા અનન્ય ઉપકારક છે. આમ તેઓ ફરમાવે છે કે પરમ પુરુષાર્થ મોક્ષની અખંડ આરાધના માનવદેહ સિવાય ચારેય ગતિમાં ક્યાંય નથી.
આમ તેઓશ્રીએ પોતાના સાહિત્ય-પુસ્તકોમાં ખાસ કરીને માનવતાને જગાડનાર દાન, દયા, સંયમ, પરોપકાર, ત્યાગ વગેરે ગુણોને વધારવા પ્રયત્ન કર્યો છે, સામગ્રી આપી છે. તેઓશ્રી પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ નહીં કરવા અનુરોધ કરે છે. આમ તેઓએ ધાર્મિક જાગરણ, નૈતિકતા, સંયમી જીવન, શિક્ષણની સાચી દિશા, શક્તિની આરાધના, સિદ્ધિની સાધના વગેરે પર ભાર મૂક્યો છે.
૫૫ વર્ષના સુદીર્ઘ ચારિત્ર પર્યાયમાં અનોખું સાહિત્ય સર્જન અપૂર્વ સ્વાધ્યાય વડે કર્યું અને શાસનની અદ્ભુત સેવા કરી શાસનના પ્રભાવક આચાર્ય ૬૭ વર્ષની વયે સં. ૨૦૩૮માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
કિરીટ જે. શાહ માંડવીની પોળ, ખંભાત
મો. 9979157374
૨૦૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો