________________
છેલ્લા પાને વિવિધ રસપ્રદ માહિતી લખતા. એ ગાળામાં જ જયભિખ્ખું વિદ્યાર્થી સાપ્તાહિકમાં પણ લખતા હતા. અરવિવાર' સાપ્તાહિકમાં રસ પાંખડીઓ લેખ લોકપ્રિય થતાં તેમાં પણ તેઓ નિયમિત લખતા થયા. અહીં તેઓ પ્રેરક કથાઓ વીરકુમાર' ઉપનામે લખતા હતા. “સવિતા', જનકલ્યાણ’, ‘વિશ્વમંગલ' જેવા વિશેષાંકોનું સંપાદન પણ તેમણે કર્યું.
તેમણે કિસ્મત અને ઝગમગમાં લખ્યું. સંદેશમાં ગુલાબ અને કંટ', ગુજરાત ટાઈમ્સમાં ન ફૂલ ન કાંટા' લખી. ઈ. સ. ૧૯૫૩માં ગુજરાત સમાચાર દૈનિકમાં ઈંટ અને ઇમારત' કોલમ દર ગુરુવારે લખવાની શરૂ કરી. પછી તો ત્યાં “જાયું છતાં અજાણ્યું કોલમ દર રવિવારે આવવાનો પ્રારંભ થયો. અને તે “મુનીન્દ્ર એવા તખલ્લુસથી લખતા હતા. જે આજે ૬૧ વર્ષે પણ તેમના ચિરંજીવ ભારતના પનોતા પુત્ર પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ આ કોલમો લખી રહ્યા છે.
' જયભિખ્ખું સ્વતંત્રતાની ચળવળ સમયના દેશભક્તિભાવવાળા લેખક હતા. તેમની કોલમોમાં દેશભક્તિની ગાથા અવશ્ય ગણાતી. એમના મતે રાષ્ટ્ર એટલે બધાનો સમન્વય અને તેમાં સંસ્કાર, સંસ્કૃતિ ને સાહિત્ય પણ જોઈએ જ. એમાંનું એક પણ અધૂરું હોય તે રાષ્ટ્ર ન કહેવાય. રાષ્ટ્રની આ વિભાવનાને લક્ષમાં રાખીને એમણે આજીવન લેખન કાર્ય કર્યું.
જયભિખ્ખએ મુખ્યત્વે નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો, ચરિત્ર, બાળસાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે પ્રદાન કર્યું છે. એમણે કુલ ૩૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં. ઈ.સ. ૧૯૪૦માં લખાયેલી કામવિજેતા' નવલકથાની કથાવસ્તુનો આધાર આંશિક ઐતિહાસિક અને પ્રાગઐતિહાસિક છે તેમ છતાં તેમાં માત્ર જૈન ધર્મના ગ્રંથો નહીં પરંતુ જૈનેતર ગ્રંથોનો આધાર પણ તેમણે લીધો છે. સ્થૂલિભદ્રના કથાનક દ્વારા તેઓ કહે છે કે, “દુનિયામાં દંભી બનીને જીવવા કરતાં ઉઘાડા જો ગણિકાગામી હોઈએ, તો તેનો સ્વીકાર કરીને ગણિકાગામી થઈને જીવવું એમાં જ મને મારો ધર્મ લાગ્યો છે. આ કથન દ્વારા જયભિખ્ખના ક્રાંતિકારી માનસ સાથે દંભ પ્રત્યેનો એમનો અણગમો વ્યક્ત થયો છે. કદાચ અદંભીપણું એ જ જયભિખ્ખનું વ્યક્તિત્વ હતું. એ એમનું જમાપાસુ છે. કામવિજેતા’ નામની નવલકથામાં નારીનું ગૌરવ પણ કર્યું છે, એ પણ એમની જીવન-વિભાવનાનો અંશ છે. એમાં વ્યક્ત થયેલો જીવન સંદેશ જયભિખ્ખનો ઉદ્દેશ હતો.
ભગવાન ઋષભદેવ' નવલકથા વર્ણનાત્મક છે. એમાં જયભિખુએ શ્રી ઋષભદેવનાં ચરિત્રનું આલેખન કર્યું છે. આવા પ્રકારની કથાવસ્તુ લઈને સર્જાતી કથાસાહિત્યના સર્જકની મથામણ કેવી હોય છે તે વિશેનું એમનું આત્મકથન છે, “મારા મનપ્રદેશમાં વર્ષોથી આસન જમાવી બેઠેલા દેવતાને, કાગળ ને શાહી જેવાં જડ સાધનોથી જન્મ આપતાં મારા ઉપર પણ ઘણુંઘણું વીત્યું છે ને ન જાણે મારા હાથે એ મહાન દેવતાના ચરિત્ર પર શું-શું નહીં વીત્યું હોય !” આ કથનમાં જયભિખુ નવલકથાના પાત્ર સાથે જે તાદાભ્ય સાધે છે તે સર્જકની નિષ્ઠા છે. ૧૮૦ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો