________________
ષષ્ટિપૂર્તિ ઊજવવાનો વિચાર આવ્યો. આ સમારંભમાં સન્માન રૂપે જયભિખ્ખને થેલી અર્પણ થઈ હતી, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખ્ખ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા? પોતાને અર્પણ થયેલી થેલીને સવિનય પરત કરીને તે સાહિત્યના પ્રચારાર્થે વાપરવાનો ખ્યાલ રજૂ કર્યો. કે.લાલે સમાજને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને જયભિખ્ખ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ આજે પણ કાર્યરત છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં એક માર્ગને જયભિખ્ખું માર્ગ નામ આપવામાં આવ્યું છે.
ષષ્ટિપૂર્તિ પછીના સમયમાં જયભિખ્ખનું સ્વાથ્ય કથળતું ગયું, પરંતુ મનોબળ પ્રબળ હતું તેથી વ્યાધિને અવગણીને પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હતા. ઈ.સ. ૧૯૬૮ની રોજનીશીમાં લખાયેલું આ વિધાન એમની ઝિંદાદિલીનું પ્રમાણ છે – “મનમાં ખૂબ મોજ છે, જિંદગીને જીવવાની રીતે જીવાય છે.” ઈ. સ. ૧૯૬૯માં શરીર કથળવા માંડ્યું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પર અખૂટ શ્રદ્ધા. ચાર દિવસ તીર્થધામમાં રહ્યા. તબિયતમાં ખાસ્સો સુધારો જણાયો. આવીને રોજનીશીમાં નોંધ્યું હતું, “અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે થનગનતો પાછો ફર્યો. શરીરમાં નવા ચેતનનો અનુભવ થયો. મન “અબ હમ અમર ભયે ન મરેંગેનું ગીત ગાવા લાગ્યું. મારા જીવન સંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.”
શંખેશ્વરમાં એ તીર્થ વિશે પુસ્તક લખવાનો સંકલ્પ કર્યો હતો. અને વેગથી એ કાર્યનો પ્રારંભ પણ કર્યો હતો. એ દરમિયાન તેમનું સ્વાથ્ય કથળ્યું અને ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ના દિવસે જયભિખ્ખની જીવનયાત્રા થંભી ગઈ. મૃત્યુના એક મહિના અગાઉ ૨૫ નવેમ્બરે તેમણે રોજનીશીમાં લખ્યું હતું, “મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુ ભજન અવારનવાર રાખવા. નિરાધાર – અશક્ત - ગરીબને ભોજન આપવું. તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.”
આ હતી એક ભાવનાશાળી સર્જકની આંતર ઇચ્છા. એમાં મૃત્યુનો સ્વીકાર પણ છે અને એક સાચા જૈનની મનોભાવના પણ છે.
જ્યભિખ્ખની જીવનવિભાવનાને જયભિખ્ખું ટ્રસ્ટ દ્વારા સતત ગતિશીલ રાખી છે તેના પુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ. તેઓ એમના જીવનઉદ્દેશને જીવંત રાખવા પ્રયત્નશીલ છે. ડૉ. કુમારપાળે જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે જે યત્ન-પ્રયત્ન કર્યા છે તે શ્રી જયભિખ્ખના અંતરાત્માને પ્રસન્ન કરતા હશે જ. જયભિખ્ખએ આપેલું સૂત્ર “તું તારો દીવો બનીને શ્રી કુમારપાળ સાર્થક કરી રહ્યા છે તે એક અપૂર્વ ઘટના છે.
શ્રી જયભિખ્ખએ સત્તર જેટલી નવલકથાઓનું આલેખન કર્યું છે. એમાંથી આપણે ત્રણ નવલકથાનો જયભિખુની કલમનો રસાસ્વાદ કરીશું. ૧૮૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો