________________
કે જિનઆગમ અને સાહિત્ય પ્રકાશન તેમ જ ધાર્મિક શિક્ષણની પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. તે ઉપરાંત વિદ્યાલય તરફથી અન્ય જે કાર્ય તેઓશ્રીને સોંપવામાં આવતાં તે ઉલ્લાસપૂર્વક કરી પૂરો ન્યાય આપી સંસ્થાની પ્રતિભા સમાજમાં વધારવામાં સારો એવો ફાળો આપેલ છે. આ સંસ્થા સાથેનાં સંબંધ દરમિયાન તેઓ સતત પ્રયત્નશીલ રહી સંસ્થા પ્રત્યેની ભક્તિનાં દર્શન કરાવ્યાં છે.' આમાં તેઓની પોતાનાં કામ પ્રત્યેની ધગશ, નિષ્ઠા છતાં પોતે કશું કરી શક્યા નથી તેવું નિરાભીમાન જોવા મળે છે.
અધ્યાત્મ દૃષ્ટિએ જોઈએ તો દ્વૈતમાંથી અદ્વૈત તરફ, સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ અને સાકારમાંથી નિરાકાર તરફ તેમની ગતિ રહી છે. સચ્ચાઈ, સાલસતા અને નિખાલસતા તેમના ગુણો છે. જીવનમાં ઉચ્ચ પ્રકારની ટેક, ઉત્સાહ ભરેલું ધૈર્ય અને સો ટચના સોના જેવું સત્ય હતું.
જગતના એ મિત્ર હતા, પણ જગતના કોલાહલથી દૂર હતા. કર્મયોગ તેમણે પચાવ્યો હતો, છતાં યોગીના વિરાગ અને તપસ્વીના તપ વધારે હતા. આત્માનાં ઉપાસક પણ સ્થૂળતાનાં ચિકિત્સક હતા. પ્રલોભન ભરેલા સંસારમાં રજત શું શ્વેત અને નિર્મળ દિવાદાંડી રૂપ પ્રકાશ ફેંકતું તેમનું જીવન આપણા જીવનને અજવાળતું રહે એ જ શાસનદેવને પ્રાર્થના. સામાન્ય માણસ તરીકે જીવી ગયા અને અસમાન્ય મધુ૨૫ રેલાવી ગયા.
1
પ્રવીણાબહેન મુકેશભાઈ શાહ ૧૦૧, મહાવીર પાર્ક, જૈન દેરાસર સામે, વિદ્યાનગર, ભાવનગર - 364001 M. 9428990456
૧૭૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો