________________
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર –
જયભિખ્ખું
- આ રેખા વોરા
જિન સ્તોત્ર સાહિત્ય અને ભક્તામર સ્તોત્ર ઉપર Ph.D. કરનાર શ્રી રેખાબહેને આદિ તીર્થકર ઋષભદેવ પુસ્તક આપ્યું છે. વ્યવસાયે તેઓ ફિઝીયોથેરપિસ્ટ હોવાની સાથેસાથે અવારનવાર અધ્યયન લેખો પણ રજૂ કરે છે. – સં.).
આ મોહનખેડા એ મધ્યપ્રદેશમાં આવ્યું છે અને આ જ મધ્યપ્રદેશમાં પ્રસિદ્ધ ગ્વાલિયર શહેરની બાજુમાં શિવપુરીના ગુરુકુળમાંથી નીકળેલો એક યુવાન જયભિખુ જીવનમાં ત્રણ સંકલ્પ કરે છે:
(૧) પૈતૃક સંપત્તિ લેવી નહિ, (૨) પુત્રને સંપત્તિ આપવી નહીં અને (૩) કલમને આશ્રયે જીવવું.
આ એ જમાનાની વાત છે કે જ્યારે માત્ર લેખક તરીકે જીવનનિર્વાહ કરવો અશક્ય નહીં બલકે અત્યંત મુશ્કેલ હતો. યુવાન જયભિખ્ખું ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરે છે અને નવલકથા લખવાનો પ્રારંભ કરે છે. તેમણે ભાગ્યવિધાતા, કામવિજેતા, ભગવાન ઋષભદેવ, ચક્રવર્તી ભરતદેવ, ભરતબાહુબલી (રાજવિદ્રોહ), પ્રેમભક્ત કવિ જયદેવ, વિક્રમાદિત્ય હેમુ, સંસાર સેતુ (મહર્ષિ મેતારાજી, ઈત્યાદિ સત્તર જેટલી નવલકથાઓ લખી. બીજા જૈન લેખકોની તુલનામાં નવલકથાકાર જયભિખૂની વિશેષતા એ હતી કે એ કથાનકમાંથી ચમત્કારો ગાળી નાંખતા હતા. સાંપ્રદાયિક અભિનિવેષની વાતો કથામાંથી અળગી કરતા હતા અને પરિભાષાનો બોજ કે તત્ત્વજ્ઞાનનો ભાર એમાંથી દૂર કરતા હતા. આ રીતે શુદ્ધ કથાતત્ત્વ પર દષ્ટિ રાખીને એમણે આ નવલકથાઓની રચના કરી છે. આને કારણે આ નવલકથાઓમાં જૈન સમાજના ચરિત્રો આલેખાયેલા હોવા છતાં એ બહોળા વાચકવર્ગમાં આવકાર પામી.
નવલકથાકાર તરીકે જયભિખુની બીજી વિશેષતા એ હતી કે આ જૈન કથાનકોમાંથી એમણે માનવમૂલ્યો ઉપસાવવાનો પ્રયત્ન કર્યો. માનવીના જીવનને ઊર્ધ્વ બનાવે એવી ભાવનાઓ પ્રગટાવી અને એ રીતે આ કથાનકો એ માનવીય
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખુ + ૧૭૭