________________
રહેજોનો ભવ્ય સંદેશ આપે છે, તે માટે એક જૈન શ્રમણ તરીકે આજે હું તેમની કલાસિદ્ધિને વિનમ્ર શબ્દોમાં અંજલિ આપતાં ખૂબ જ પ્રમોદ પામું છું.'
આમ સમગ્ર રીતે તેમની ગદ્ય-પદ્ય બંને કૃતિઓને જોતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે તેઓએ પોતાના સર્જન દ્વારા સમસ્ત સંસારને સંયમ, સેવા, સ્વાર્થત્યાગ, પ્રામાણિકતા, કર્તવ્યપરાયણતા, નીતિમત્તા, ઔદાર્ય, પાપભીરૂતા, દયાદષ્ટિ, પરોપકાર, સચ્ચારિત્ર, સંસ્કારી માનવતા ઈત્યાદિ મંગલ તત્ત્વોનો પ્રેરક સંદેશ આપ્યો છે. તેઓ વૈદ્ય હોવાને નાતે શારીરિક-માનસિક આરોગ્ય જાળવવા માટે પણ તપ અને ત્યાગની મહત્તા દર્શાવવા સાથે આર્ય સંસ્કૃતિએ પ્રબોધેલા સંયમી જીવનની આવશ્યકતા ભારપૂર્વક જણાવે છે.
તેમની મોટા ભાગની નવલકથાઓમાં જે સંદેશો છે તે વાંચી-વિચારી સહુ કોઈ સહૃદય, સંસ્કારપ્રેમી વાંચકો વિલાસ, કામ, ક્રોધ, મદ, મત્સર તથા મોહના બંધનથી મુક્તિ મેળવીને સંયમ, સદ્વિચાર, ત્યાગ અને વિશ્વ વાત્સલ્યના મહામંગલ માર્ગે ચાલી, મુક્તિના શાશ્વત સુખધામમાં વિહરવા કટિબદ્ધ બનીએ એ જ મંગલ કામના વ્યક્ત કરી શકાય.
લખાણ કેવું હોવું જોઈએ? એ વિશે તેઓ કહેતા કે આધુનિકતાના અંચળા. હેઠળ મોટે ભાગે જાતીય વિકૃતિ ઉત્પન કરે તેવું સાહિત્ય પીરસાઈ રહ્યું હોવાથી પ્રજાનું સંસ્કારબળ નબળું પડે છે જેને કારણે જાહેરજીવનને હાનિ પહોંચે છે. શૃંગાર રસ તરીકે આવકારદાયક છે પરંતુ ગલીપચી કરાવનાર તરીકે ઉપયોગ થાય તો યુવાપેઢીના બળને હણી નાખનાર બને છે. આમ તેઓ માત્ર એક લેખક નહોતા પરંતુ આખાબોલા નીડર પત્રકાર હતા, જૈન ધર્મનો તન-મન-ધનથી પ્રચાર કરનારા એક જૈન, સંસ્કૃતિપ્રેમી, શિષ્ટ સાહિત્યકાર હતા. તેઓ એક જવાબદાર નાગરિક પણ હતા. દેશપ્રેમના કેસરિયા રંગે રંગાઈને તેમણે આઝાદીની ચળવળમાં ઝંપલાવી જેલવાસ પણ ભોગવ્યો હતો.
તેઓ એક અત્યંત તેજસ્વી, બાહોશ, પ્રતિભાસંપન્ન લેખક હતાં. એક સાથે પાંચ-પાંચ દૈનિકોમાં તેઓ એકસાથે નવલકથા લખતાં, એટલું જ નહિ આ પાંચ નવલકથાના સેંકડો પાત્રોના નામ તેમના હૈયે રહેતા. એ જ તેમની અદ્દભુત, અસાધારણ, સર્જનાત્મક શક્તિની સાક્ષી પૂરે છે. તેમણે પત્રકારત્વનો કોઈ અભ્યાસ કર્યો નહોતો છતાં તેઓ વાસ્તવિકતાને ઊજાગર કરતાં અગ્રલેખો લખતાં. સાહિત્યના બધા જ ક્ષેત્રોનું ખેડાણ જેમણે કરેલું છે તેવા એક પ્રતિભાસંપન્ન લેખક ચાર-પાંચ દિવસમાં તો ઐતિહાસિક નવલકથાનું સર્જન કરી શકતા અને ડિટેક્ટીવ નવલકથા તો બે દિવસમાં જ સંપૂર્ણ કરતાં. આ બધી બાબતો દર્શાવે છે કે તેઓ કોઈ સામાન્ય લેખક નહોતા. ૧૭૦ નવલકથાના સર્જક, ૨૦૦૦ ગીતોના રચયિતા, આયુર્વેદભૂષણની પદવી ધરાવતા વૈદ્ય અને અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા ધામીજી ઉપર મા સરસ્વતીની અસીમ કૃપા હતી અને એટલે જ તેઓએ આટલું
૧૬૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો