________________
ચિરંજીવ ગીત છે. આવા દિવ્ય પ્રેમનો પ્રભાવ અનન્ય, અદ્ભુત છે. સાત્ત્વિક પ્રેમની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં ન હોય કલહ કે ન હોય કલ્પાંત! ન હોય વાસના કે ન હોય વિકાર!હોય છેષ કે ન હોય સ્વાર્થ! ત્યાં તો બસ પ્રકૃતિના ખોળે ખેલતો નિર્દોષ આનંદ જ હોય.
સાચો પ્રેમ કેવો હોવો જોઈએ અને તેની કેવી અસર હોય તે લેખક પોતાના શબ્દોમાં વર્ણવે છે. વળી નાનપણથી જ તેમના અંતરમાં દઢ શ્રદ્ધા હતી કે ત્યાગ કરવાથી જ આત્માનું શ્રેય થાય છે, ત્યાગ વિશે તેઓ નવલિકામાં કહે છે કે માનવજીવનનો સાચો માર્ગ ત્યાગ છે. પ્રેમનું અંતિમ અને ઉજ્વળ સ્વરૂપ ત્યાગ છે. ત્યાગ વગર મુક્તિ નથી. મુક્તિ વગર શાશ્વત સુખની પ્રાપ્તિ નથી. ત્યાગના ચરણોમાં વિશ્વની સમગ્ર સંપત્તિ માટી બરાબર છે. ત્યાગ હૈયાનો હોવો જોઈએ.. ત્યાગ પાછળ જ્ઞાન અને વિશ્વાસનો પ્રદીપ પ્રગટવો જોઈએ. એ વગરનો ત્યાગ માત્ર નામનો જ ત્યાગ છે ત્યાગ એ જીવનનો પરમ મંત્ર છે. ત્યાગ એ જીવનનું સાચું તત્ત્વ છે. ત્યાગ એ આત્મદર્શનનો અરીસો છે. ત્યાગ વગર મુક્તિ નથી. સુખનું સાચું દર્શન ત્યાગ છે. મુક્તિની ઝાંખી અને પ્રાપ્તિ ત્યાગ સિવાય બીજે અસંભવિત છે. આત્માની સમગ્ર શક્તિઓને વિકસાવનારું કોઈપણ ચિરંજીવ ઔષધ હોય તો તે કેવળ ત્યાગ છે.
ત્યાગનો મહિમા તેમણે માત્ર આ પુસ્તકમાં જ નહિ પરંતુ તેમની મોટા. ભાગની નવલકથાઓમાં વર્ણવ્યો છે. રૂપકોશાનો અંત પણ તેમણે સ્થૂલિભદ્રજીના સત્સંગ અને સદુપદેશના ફળરૂપે રૂપકોશા જેવી રાજનર્તકીનું સંયમમાર્ગે પ્રયાણ કરાવ્યું છે. આ વાર્તા દ્વારા પણ પોતે ત્યાગમાર્ગે ન જઈ શક્યા તેનો રંજ દેખાઈ આવે છે. એકંદરે આ નારીપ્રધાન નવલકથા બહેનોને વિશ્વાસ, શ્રદ્ધા અને દૃઢ નિશ્ચયનું બળ આપનાર સાત બની રહે છે. (૩) વેળા વેળાની વાદળી:
સિદ્ધહસ્ત લેખક શ્રી મોહનલાલ ચુ. ધામીના ૧૨૭મા પુસ્તકમાં તેઓએ ઐતિહાસિક ચરિત્ર ભીમસેનને નાયક બનાવી તેના દ્વારા જૈનદર્શનના કર્મના સિદ્ધાંતને ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. આ પુસ્તકની પણ ચાર-પાંચ આવૃત્તિઓ થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં ભીમસેન ચરિત્ર નામનો એક સુંદર કથાગ્રંથ છે. આ ગ્રંથનું મૂળ પ્રાકૃતભાષાના ઇતિહાસમાં પડ્યું છે. શ્રી અજિતસાગરજી મહારાજે સંસ્કૃત ગ્રંથ પરથી ગુજરાતી ભાષામાં ભીમસેન ચરિત્ર તૈયાર કરેલું છે. લેખકે આ ગ્રંથ પરથી પ્રેરણા લઈ દૈનિક વર્તમાનપત્ર “જયહિંદમાં ધારાવાહિક કથારૂપે આ નવલકથા લખી. ૩૧૧ પાનાના આ પુસ્તકમાં જીવનમાં આવતી તડકી અને છાંયડીઓની તથા પૂર્વકર્મની લીલાઓનું વર્ણન ખૂબ સુંદર રીતે કરાયું છે.
ભગવાન મુનિસુવ્રતસ્વામીનું જન્મકલ્યાણક જે નગરીમાં ઊજવાયું છે તે નગરી રાજગૃહીના વર્ણનથી કથાની શરૂઆત થાય છે. આ કથાનો સમય લગભગ
૧૬૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો