________________
ભોમિયો છે કારણ કે ગીતામાં એક પણ તત્ત્વ જૈન ધર્મ વિરોધી નથી.
ગુરુઆજ્ઞાથી એમણે અવધાન પ્રયોગોના પ્રદર્શન બંધ કર્યા હતા, સુધારણાના કાર્યક્રમો અને આંદોલનોના અડાબીડ જંગલો વચ્ચે પણ ધર્માનુબંધી વિશ્વદર્શન અને આગમોની વિવેચના લખી અધ્યાત્મનું નંદનવન સર્જતા મુનિશ્રી સ્વપર સાધના માટે ખૂબ જાગૃત હતા. પ્રત્યેક સાધક માટે એકાત્મતાનો અનુભવ કરતાં તેઓના આ શબ્દો પ્રત્યેક સાધકને પોતાના બનાવી દે છે. “સાધકોનો વિકાસ મારો પ્રમોદ છે, સાધકોનું સૂક્ષ્મ પતન પણ મારું આંસુડે છે.”
ગુજરાતના નવનિર્માણ આંદોલન પછી રાજકીય આગેવાનો પ્રધાનમંડળની રચના માટે મુનિશ્રીની સલાહ લેવા અમદાવાદથી ચીંચણ આવે છે. અહીં પ્રત્યેક વર્ગમાં મુનિશ્રીની લોકચાહનાના દર્શન થાય છે. બંગલાદેશમાં મુજીબુર રહેમાનની હત્યા પ્રસંગે ઉપવાસ કરતાં મુનિશ્રીમાં પ્રબુદ્ધ કરુણાના દર્શન થાય છે.
મૈયાના આરાધક, વિશ્વ વાત્સલ્યના સંદેશાવાહક મુનિશ્રી સંતબાલજીના જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો અભુત સમન્વય જોવા મળે છે.
વક્તવ્ય અને કર્તવ્યને એક રેખા પર રાખનાર આ આત્મ સંતે ૨૬-૩૮રના ગુડીપડવાને દિને મુંબઈની ધરતી પર અંતિમ શ્વાસ લીધો. પૂર્વ પંતપ્રધાન મોરારજી દેસાઈના અધ્યક્ષસ્થાને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભામાં અનેક સંઘોના પ્રમુખો, શ્રેષ્ઠીવર્યોએ શ્રદ્ધાંજલિ આપી. અંતિમ સંસ્કાર – મહાવીરનગર પાસે ચીંચણના દરિયા કિનારે થયા અને ત્યાં જ સમાધી બનાવવામાં આવી. તેઓ આત્મમસ્તીમાં જીવનાર લોકમાંગલ્યના કાર્યો કરનાર શતાવધાની ક્રાંતિદ્રષ્ય હતા. વિપુલ સાહિત્યનું સર્જન કરનાર શ્રુતસાધક મુનિશ્રીને અભિનંદના.
જેમ માનસરોવર ઉપર હંસલાઓ આવે છે, ઊતરે છે, મોતીનો ચારો ચરે છે, એમ જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં જતા હશે ત્યાં ત્યાં શુભ તત્ત્વોનો જ આસ્વાદ લેતા હશે.
ડો. ગુણવંતભાઈ બરવાળિયા
ઘાટકોપર, મુંબઈ મો. 09820215542
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદષ્ટા મુનિશ્રી સંતબાલજી * ૧૪૭