________________
શ્રીમદ્જીએ અપૂર્વ અવસર કાવ્યનું વિવેચન લખ્યું જે સિદ્ધિના સોપાન' નામે પ્રગટ થયું છે.
સાધક સહચરી જૈન આગમો દશવૈકાલિક, ઉતરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ વગેરે શાસ્ત્રોમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેમાંથી તારવેલું નવનીત એટલે સાંધક સહચરી. જૈન-જૈનેતર, સાધુ ગૃહસ્થી તેમ જ સામાન્ય સાધક માટે પણ ખૂબ ઉપયોગી છે. આ લોકપ્રિય પુસ્તિકાની ચાર આવૃત્તિઓ થઈ છે. ગાંધીવિચારના પુરસ્કર્તા
કવિવર્ય નાનચંદ્રજી મહારાજ ગાંધીજીના વિચારના પુરસ્કર્તા હતા તેમના શિષ્ય સંતબાલજી પણ ગાંધી વિચારના રંગે રંગાયેલા હતા. દીક્ષા લીધા પહેલા જ તેઓએ ખાદીનાં વસ્ત્રો પહેરતા હતા. જૈન આગમ (આચારાંગ) ગ્રંથ તેમણે મહાત્મા ગાંધીજીને અર્પણ કરેલ.
ચીંચણમાં મહાવીરનગર આ. રા. કેન્દ્રની સ્થાપના સમયે જે ચારે વિભાગ સ્થાપવાની પ્રેરણા કરી તેમા મહાત્મા ગાંધી વિભાગ અંગે મુનિશ્રી જણાવે છે કે આ પ્રયોગમાં ગાંધીવિચાર પાયારૂપ છે. ગાંધીજી માત્ર માનસિક ગુરુરૂપ છે. સામુદાયિક અહિંસાની પ્રવૃત્તિઓ આ વિભાગમાં થશે. નઈ તાલીમનું શિક્ષણ, અર્થકારણના વિકેન્દ્રીકરણના પ્રયોગો અને અભ્યાસ પણ આ વિભાગમાં થશે.
સંતબાલજીના અન્યાય સામે લડત અને આંદોલન, વ્યસનમુક્તિ અભિયાન, સત્યાગ્રહ રૂપ શુદ્ધિપ્રયોગો અંગેના લખાણો અને કાર્યોમાં ગાંધીવિચાર પ્રતિબિંબિત થાય છે.
પત્રકારત્વક્ષેત્રે સંતબાલજીનું યોગદાન
તેમની પ્રેરણાથી ત્રણ પત્રોનું પ્રકાશન ચાલુ થયેલું ‘નવા માનવી’, ‘પ્રયોગદર્શન’ અને ‘વિશ્વવાત્સલ્ય'
આ ત્રણે પાક્ષિકોમાં મુનિશ્રી લેખો લખતા. નવા માનવીમાં પ્રાસંગિક લેખો, પ્રયોગ દર્શન’ અને વિશ્વવાત્સલ્યમાં અગ્રલેખો લખતા.
આ લેખોમાં વર્તમાન સમયના પ્રશ્નોની છણાવટ થતી. મુનિશ્રી પોતાના વિચારો સ્પષ્ટ અને પારદર્શક રીતે નિકટતાથી તથા પૂર્વગ્રહરહિત રજૂ કરતા.
આ લખાણોમાં મુનિશ્રીના એક આદર્શ લોકશિક્ષક રૂપે આપણને દર્શન થતાં. પત્રકારત્વમાં જૈનષ્ટિ ઝળહળતી હતી.
મુનિશ્રીના જીવનકાળ દરમિયાન તેમણે ૬૦ કરતાં વધુ ગ્રંથોનું વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. તેમની સંસ્થાઓ, જીવનકાર્ય અને સાહિત્ય ૫૨ બે પ્રોફેસરોએ શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે.
મુનિશ્રી સંતબાલજી વિશે અનેક ગ્રંથો લખાયા છે. તેમના જીવન અને કાર્યને ઉજાગર કરતા પાસાઓ વિશે જસ્ટીસ ત્ર. ઉ. મહેતા, મનુ પંડિત, બળવંત ખંડેરિયા, મીસબહેન અને ગુણવંત બરવાળિયાના પુસ્તકો પ્રગટ થયા છે.
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદૃષ્ટા મુનિશ્રી સંતબાલજી + ૧૪૫