________________
ચોવીસસો વર્ષ પહેલાનો યુગ આપણા દેશમાં એક સુવર્ણયુગ તરીકે ઓળખાતો હતો. તે કાળે રાજા પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી રહે તેવા હતા. ભારતીય સંસ્કૃતિના મૂળભૂત આદર્શો પ્રત્યે સર્વકોઈને સભાવ હતો. જનતા પર વેરાનો વિરાટ બોજ નહોતો. જનતાના જીવનને કાયદા અને નિયમોની રાજકીય જંજીરો વડે રૂંધવામાં આવતું નહોતું. નાના નાના રાજ્યો હોવા છતાં, નાના-નાના યુદ્ધો થતાં હોવા છતાં જનતા સ્વતંત્ર અને સુખી હતી.
સુખી અને સ્વતંત્ર જનમાનસ હોય ત્યારે જ સંગીત, વિજ્ઞાન, ઉદાત્ત દૃષ્ટિ, કલા અને બીજા અનેક અંગો વૈભવના શિખરે પહોંચી ભવ્ય કીર્તિમાન સર્જતા હોય છે. રૂપકોશાનું સર્જન એ તે વખતના આવા જનમાનસને આભારી છે. ભારતના સુવર્ણ યુગે કામરૂપમાં પોતાના રૂપ પર ગર્વ કરી શકે એવી શ્રીદેવી નામની ભવ્ય નર્તકી સર્જી હતી... ભગવાન બુદ્ધના સમયમાં વૈશાલીએ આમ્રપાલિ નામની જાજરમાન નર્તકી આપી હતી અને ત્યાર પછી લગભગ એકસો ચાલીસ વર્ષે સમગ્ર ભારતમાં શુકના તારા માફક ઝળહળી રહેલી રૂપકોશા... મગધની એક મહાન નર્તકી આપી હતી.
રૂપકોશા કોઈ સામાન્ય નર્તકી ન હતી.. મગધેશ્વર ધનનંદની રાજનર્તકી હતી અને ગૌરવભર્યા જીવન સાથે પોતાના યૌવનની ઊર્મિઓને મગધના મહામંત્રી શકટાલના પુત્ર આર્ય સ્થૂલિભદ્રના ચરણમાં બિછાવી રહી હતી. રૂપકોશાનો વૈભવ કોઈ ચક્રવર્તીને ઘડીભર શરમાવે તેવો હતો કારણ કે કોશા કેવળ રૂપનો ભંડાર ન હતી.... ધન અને કલાનો પણ ભંડાર હતી. નર્તકી હોવા છતાં તેનું જીવન સંયમમય હતું. તે કોઈ ઉછાંછળી નવયૌવના ન હતી પરંતુ એક ઠરેલ, ગંભીર, સંસ્કારી, સરળ, પ્રવીણ, અત્યંત તેજસ્વિની રૂપયૌવના હતી. પોતે અસાધારણ રૂપ યૌવન ધરાવતી હોવા છતાં તેની નજરમાં ક્યાંય વ્યભિચાર જોવા મળતો નથી. આર્ય સ્થૂલિભદ્રને પ્રાણથી પણ અધિક પ્રેમ કરનારી રાજનર્તકી તેની યૌવનવસ્થાને રંગભરી બનાવી દે છે પરંતુ જ્યારે વાસ્તવિકતાની ખબર પડે છે ત્યારે આર્ય
સ્થૂલિભદ્ર અધ્યાત્મના રંગે રંગાયેલા બને છે, સંસારમાંથી રસ ઊડી જાય છે ત્યારે કોશા તેને રીઝવવાના અથાગ પ્રયત્નો કરે છે પરંતુ તે ડગતા નથી. સંયમમાર્ગે ગયા પછી ગુરુદેવની આજ્ઞા લઈ કોશાના રંગભવનમાં ચાતુર્માસ કરે છે અને પોતાના સંયમી વર્તન, દઢ ધર્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસથી કોશાને એક અવિહડ શ્રાવિકા બનાવી દે છે અને છેલ્લે કોશા પણ આર્ય સ્થૂલિભદ્રની જેમ સંયમમાર્ગે જાય છે. આમ “રૂપકોશાની સમગ્ર નવલકથા ભાગ માં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ છે – રૂપકોશાઃ રાજનર્તકી, બીજો ભાગ છે – રૂપકોશા: આર્ય સ્થૂલિભદ્ર. બે ભાગના પાનાની સંખ્યા ૫૪૪.
આમ પ્રસ્તુત નવલકથામાં જનપરંપરાની ઐતિહાસિક કડીઓને લેખકે પ્રમાણિકતાપૂર્વક વિશાળ અભ્યાસ સાથે, ઉદાત્ત દૃષ્ટિથી અને શ્રદ્ધાભર્યા હૈયે સંકલિત
૧૫૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો