________________
સર્વને સુખી થવાની અભિલાષા પ્રગટ કરતી કવિની લોકપ્રિય પંક્તિઓ:
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો,
સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. પૂ. સંતબાલજીનું પત્રસાહિત્ય
આપણે ત્યાં પત્રસાહિત્ય ઘણું જ ઓછું પ્રગટ થયું છે, તેમાં મુનિશ્રીના પત્રોના પાંચ પુસ્તકો પ્રગટ થયા છે.
૧. અનંતની આરાધના – સાધકોને પત્રો ૨. શ્રીમદ્જી અંગેના સાધકને પત્રો ૩. સંતબાલ પત્રસુધા – સાધક સેવિકા કાશીબહેનને પત્રો ૪. સંતબાલ પત્રસરિતા – સાધ્વીજીઓ અને સાધકોને પત્રો ૫. ‘અમરતાના આરાધક પુસ્તકમાં સાધકોને લખેલા પત્રો
અનંતની આરાધનામાં સાધકોને લખેલા પત્રો સાધકોની મૂંઝવણનો ઉકેલ દર્શાવતા સાધકોને માર્ગદર્શન આપતા પત્રો છે.
શ્રીમદ્ રાજચંદ્ર અંગે સાધક અરવિંદભાઈ અને સાધિકા પુષ્પાબહેનને લખેલા પત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, સાહિત્ય અને તેમના વિચારો અંગેનું સુપેરે વિશ્લેષણ છે.
કાશીબહેને કૌમાર્યવ્રત સ્વીકારી મુનિશ્રીના કાર્યને જીવન સમર્પિત કર્યું, તો મુનિશ્રીએ એક કેળવણીકારની અદાથી તેમનું પ્રત્યક્ષ અને પત્રો દ્વારા જીવન ઘડતર કર્યું.
છોટુભાઈ મહેતા અને કાશીબહેન મહેતા આ પિતા-પુત્રીએ મુનિશ્રી પ્રેરિત ભાલ નળકાંઠા પ્રયોગને પોતાનું જીવન સમર્પિત કર્યું. આ પત્રો દ્વારા અમૃતપાન કરીને પિતા-પુત્રીએ પોતાના જીવન ધન્ય બનાવ્યા અને જીવન સાફલ્યનો આત્માનંદ અનુભવ્યો.
મુનિશ્રીએ સાધકોને લખેલા પત્રો: વિશ્વચેતના સાથે અનુસંધાન કરાવતા આ પત્રો વાંચતા મુનિશ્રીમાં, ગુરુપદમાં લોકોત્તર પ્રતિષ્ઠાનું ચિંતન કરનાર આત્મસ્થ સંતના દર્શન થાય છે. પત્રોમાં લખાયેલ એક એક સૂત્રો પાછળ અનેક સાધકોની વૃત્તિ, વિહ્વળતા, સ્પંદનો અને આંખોના આંસુડાનો ઇતિહાસ છે. શ્રીમદ્જીના તત્ત્વજ્ઞાનને લગતું સાહિત્ય
મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી તેમાં ચાર વિભાગોની કલ્પના આપી. તે વિભાગો સ્થાપવાની પ્રેરણા આપી તેમાં પ્રથમ જ શ્રીમદ્ રાજચંદ્રનો એક વિભાગ છે આજે પણ ચીંચણમાં પ્રતિ વર્ષ શ્રીમદના સાહિત્ય અને ભક્તિ અંગે શિબિરો થાય છે ને શ્રીમદ્ રાજચંદ્રને લગતા ચાર પુસ્તકોનું પ્રકાશન પણ થયું છે.
૧૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો