________________
પાંચ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે એ જ તેની લોકપ્રિયતાને સાબિત કરે છે. આ કથા ધામીસાહેબની કેટલીક શ્રેષ્ઠ ઉલ્લેખનીય કથાઓમાંની એક છે. આ કથા સં. ૨૦૦૧માં પ્રગટ થયેલી પરંતુ ત્યાર પછી તેમાં કેટલીક માહિતીઓ મળતાં સં. ૨૦૧૦માં .ફરીથી લખી નવા જ કલેવર સાથે પ્રગટ કરવામાં આવી.
જૈનોના ઇતિહાસને નજર સમક્ષ રાખીને રચાયેલી આ એક ઐતિહાસિક કથા છે. આજથી લગભગ ૨૪૦૦ વર્ષ પૂર્વે આ કથાનો ઇતિહાસકાળ પ્રારંભ થાય છે. તે કાળના સમાજીવનને, સંસારજીવનને, સ્વભાવદોષને અને આચાર-વ્યવહારને પૂરેપૂરો ન્યાય આપવાના પ્રયત્ન સાથે કલ્પનાના સુંદર, સપ્રમાણ રંગો પૂરીને કથા રચાઈ છે. ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિઓના જીવનપ્રસંગોને અદ્યતન શૈલીએ, પ્રમાણિકપણે આલેખવાનું કાર્ય અતિશય કપરું છે. સ્વચ્છ બુદ્ધિ, પૂર્વગ્રહમુક્ત દૃષ્ટિ તથા તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિનો વિશાળ અભ્યાસ આ બધું એના લેખક પાસે હોવું જોઈએ.
ઐતિહાસિક પ્રસંગોને શબ્દોની શક્તિથી ફૂલગૂંથણી કરનાર લેખક ખરેખર કલાકા૨ની જેમ ભૂતકાલીન પાત્રોને સાહિત્યના શ્લક પર પોતાની કલમ પીંછી દ્વારા સજીવ બનાવી જાય છે. આમાં જ લેખકની અસાધારણ લેખનકલાનું કૌશલ્ય રહેલું છે. ભૂતકાળને વર્તમાનકાળમાં જીવંત બનાવવો અને વાંચકોના માનસપટ પર તેની હૂબહુ છબી ઉપસાવવી એ કાર્ય અતિશય કઠિન છે. લેખકની એ શક્તિ ભગીરથ પુરુષાર્થ તથા અવિરત સાધનાના પરિપાકરૂપ ગણાય છે. કાલ્પનિક નવલકથા લખવામાં કે તેના પાત્રો વિકસાવવામાં તેના લેખકને કશી મર્યાદા કે બંધનો હોતાં નથી. લેખક ધારે તે રીતે પોતાનાં પાત્રોનું સર્જન કરી શકે છે. શબ્દોનો ભંડાર, કલ્પનાપ્રચુર શૈલી અને વર્તમાનકાલીન પ્રવાહોનું સામાન્ય દર્શન આટલા સાધનો દ્વારા કોઈપણ લેખક પોતાની પ્રતિભાને નવલકથાના ઘડતરમાં વિકસાવી શકે છે. જે વિચાર, વાદ કે પ્રણાલીનો લેખકને પ્રચાર કરવાની ઇચ્છા હોય તેને જ લક્ષ્યસ્થાને રાખીને વાર્તાકાર પોતાની વાર્તાને વિસ્તારી શકે છે.
જ્યારે ઐતિહાસિક વાર્તાકારની પરિસ્થિતિ આના કરતાં તદ્દન ભિન્ન છે. તેની કલા કે શક્તિ, ઇતિહાસના વાતાવરણને પ્રામાણિકપણે સ્પર્શીને પાત્રોને વિકસાવે છે. આવા સુરત વાર્તાલેખકો ભૂતકાલીન સંસ્કૃતિની યશસ્વી ગૌરવ ગાથાઓને પોતાની લેખિની દ્વારા આલેખીને સંસાર સમસ્તને મંગલમાર્ગનું ઉદ્દ્બોધન કરે છે. આવા સંસ્કારશીલ લેખકોનું સ્થાન સાહિત્ય જગતમાં ખૂબ જ શ્રદ્ધેય તથા ગૌરવભર્યું હોય છે.
શ્રી મો. ચુ. ધામી આવા જ સુરચિત શ્રદ્ધેય કથાલેખક છે. તેઓની ઐતિહાસિક વાર્તાઓ નવલકથાની દુનિયામાં તથા સાહિત્યના વિશાળ સાગરમાં મહામૂલ્ય શણગાર સમી સર્વશ્રેષ્ઠ અને માનાર્હ ગણાય છે. તેઓએ વિપુલ સાહિત્યનું નિર્માણ કર્યું છે. પોતાની લેખનકલાથી સંસ્કૃતિનો ભવ્ય સંદેશ તેઓ
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી * ૧૫૩