________________
અંતિમ ચોટ શી રીતે મારવી એના એક ઉદાહરણ જેવી ધૂમકેતુની ટૂંકી વાર્તા “પ્રેમાવતી’ છે. ધૂમકેતુની નવલકથા:
ધૂમકેતુએ ટૂંકી વાર્તા ઉપરાંત સામાજિક નવલકથાઓમાં પૃથ્વીશ, રાજમુગુટ, રુદ્રશરણ, અજિતા, પરાજય, જીવનનાં ખંડેર, મંઝિલ નહીં કિનારા લખી છે. ચાલુક્ય નવલકથાની તથા ગુપ્તયુગ નવલકથાવલિની ઐતિહાસિક કૃતિઓ રચી છે. તેમાં ચૌલાદેવી, રાજસંન્યાસી, કર્ણાવતી, રાજકન્યા, જયસિંહ સિદ્ધરાજ ગુર્જરેશ્વર, કુમારપાળ, રાજર્ષિ કુમારપાળ, આમ્રપાલી, મગધપતિ, ચંદ્રગુપ્ત મૌર્ય, પ્રિયદર્શી અશોક પ્રિયદર્શી સમ્રાટ અશોક વગેરે જેવી બત્રીસ નવલકથાઓ લખી છે. એમાંથી ધૂમકેતુની રચનાઓના વૈપુલ્ય અને સાતત્યનો ખ્યાલ આવે છે.
સામાજિક નવલકથાઓ મોટે ભાગે મનોરંજન માટે લખી છે. સાહિત્યના આનંદ પાસે બીજાં સઘળાં આનંદ ક્ષુલ્લક લાગે, કેમ કે સાહિત્ય થકી પ્રાપ્ત થતો આનંદ સમર્થનો – શક્તિશાળીનો આનંદ છે એવો ધૂમકેતુનો અભિપ્રાય હતો. તેમની સામાજિક નવલકથામાં આદર્શ માટેની ધૂન પણ જોવા મળે છે. તેમાં “અજિતા'નો અજિત, પરાજયનો અભય અને “રુદ્રશરણનો અવનીશ આદર્શનિષ્ઠ પાત્રો છે. ધૂમકેતુની ઐતિહાસિક નવલકથા:
ધૂમકેતુ કિશોરવયના હતા ત્યારથી જ ઈતિહાસની વાતો સાંભળવા અને વાંચવામાં અધિક રુચિ ધરાવતા હતા. આરંભમાં જ ધૂમકેતુએ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા ઉપર ઐતિહાસિક નિબંધો લખ્યા હતા. ખૂબ મહેનત કરીને ચૌલુક્ય અને ગુપ્તયુગને લગતી નવલકથાઓનાં સાધનો એકઠાં કર્યા હતાં. તેમ જ ઇતિહાસ પ્રત્યે વફાદારી જાળવવાની તમન્ના ધૂમકેતુમાં ઘણી હતી. તેમનું કહેવું હતું કે, ખીચડીમાં જેવું મીઠું તેવું નવલકથામાં ઇતિહાસ તત્ત્વ માનવું. ભૂતકાળના ખાતામાંથી વર્તમાનની ભોંયને કસવાળી બનાવવાનો ધૂમકેતુનો ઇરાદો છે. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણાતો સોલંકીયુગ તથા ભારતના ઇતિહાસનો એવો જ ગુપ્તયુગ, આ બે કાળ ચૌલુક્ય નવલકથાવલિમાં તેમણે દર્શાવ્યા છે. ધૂમકેતુના સ્ત્રીપાત્રો પુરુષપાત્રો કરતાં અધિક તેજસ્વી બતાવાયાં છે.
મેતિહાસિક નવલકથા “મહાઅમાત્ય ચાણક્યમાં નારી સૌંદર્યનું નિરૂપણ ધૂમકેત કરે છે. એમાં શૃંગારદેવીને નારીસૈન્યની અધિપતિની બતાવવામાં આવી છે. “આમ્રપાલીમાં બિંબિસાર આમ્રપાલીના પ્રેમમાં પડે છે અને ‘અજિત ભીમદેવનો ભીમ ચૌલાના પ્રેમમાં પડે છે.
ધૂમકેતુની ઐતિહાસિક નવલકથામાં વિષકન્યાઓ આવે છે. પક્ષીઓ, પ્રાણીઓ, સાધુસંન્યાસીઓ પણ આવે છે.
ધૂમકેતુએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનું સુંદર જીવનચરિત્ર લખ્યું છે. ધૂમકેતુની સંખ્યાબંધ ચૌલુક્ય નવલકથાઓના સગડ આ જીવનચરિત્ર તૈયાર ૧૧૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો