________________
આ સમય હેમચન્દ્રાચાર્ય માટે ખૂબ અનુકૂળ હતો. જે રાજર્ષિના સામાન્ય ધર્મ છે તે અને જૈન આચારના અને જૈન વિચારના જે મુખ્ય રત્નો છે તે પ્રત્યે એમણે કુમારપાળને જાગ્રત કર્યો. કુમારપાળની વિનંતીથી હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર રચ્યું. કુમા૨પાળના જીવનનાં છેલ્લાં વર્ષો વીતરાગની પ્રશંસામાં ને વિરક્ત દશાનો વિકાસ સાધવામાં ગયા છે. પહેલાં પંદર વર્ષનો કુમારપાળ રાજા હતો. છેલ્લા પંદર વર્ષનો રાજર્ષિ માંસત્યાગ, મઘત્યાગ, જુગારત્યાગ, શિકારત્યાગ, ધનલોભત્યાગ અને છેવટે તો સર્વ ત્યાગીના જેવી એમની સ્થિતિ બની ગઈ હતી. છતાં પણ હેમચન્દ્રાચાર્યે એની પાસે ગુજરાતના જીવન પર ચિરસ્થાયી અસર કરનારા સામાજિક કાર્યો કરાવ્યાં.
?
કુમારપાળ ગુપ્તપણે નગરચર્યાં કરતો. તે દરમિયાન એક વખત એણે જોયું કે, કેટલાક માણસો પશુઓને વધસ્થાન પ્રત્યે ખેંચી જતા હતા. એમનું હૃદય દયાથી દ્રવી ગયું. જે બોલી શકતા નથી, ફરિયાદ કરી શકતાં નથી, કેવળ માનવને આધારે રહે છે, એવાં પશુઓને માંસાહાર માટે મારવાનો મનુષ્યને અધિકાર કેટલો ? હજારો પશુઓનો નિરર્થક થતો વધ પોતે અટકાવી શકે એ વસ્તુ એને અત્યંત આકર્ષક લાગી અને તેણે પોતાના રાજ્યમાં સર્વત્ર અમારી ઘોષણા કરાવી; જે જન્મે તેને જીવવાનો હક્ક', કુમારપાળના જીવનના આ સુંદર ભાગે એને રાજર્ષિ કુમારપાળ બનાવ્યો. પોતાના કુલાચારનો અવિનયી ત્યાગ કર્યા વિના એ પરમાર્હત' થઈ શક્યો. એ જમાનાની વિચારસરણી પ્રમાણે કંટકેશ્વરી દેવીને પશુવધનો બિલ નહિ દેવાય તો રાજ્ય ૫૨ અને પ્રજા ૫૨ મહાન આફત આવે એવી વાતો ફેલાવી કુમારપાળના નિશ્ચયને ફેરવવામાં આવ્યો હોય. કુમારપાળ એમાંથી રસ્તો શોધવા હેમચન્દ્રાચાર્ય પાસે ગયો.
જે પ્રાણીઓને દેવી પાસે વધ માટે આપવાનાં હતાં તે બધાંને દેવીનાં મંદિરમાં લઈ જવામાં આવ્યાં અને આખી રાત બરાબર બંદોબસ્ત રાખવામાં આવ્યો. સવારે જ્યારે લોકોની નજર સમક્ષ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે બધાં પ્રાણી સાજાંસમા ચરી રહ્યાં હતાં. આ જોતાં રાજાએ ગંભીર વાણીથી કહ્યું, “જો દેવીને આ પશુઓનું માંસ વહાલું હોત તો તે એનું ભક્ષણ કર્યાં વગર ન રહેત પરંતુ એમાંના એકનો પણ સ્વીકાર કર્યો નથી. માટે મારી જે ઘોષણા છે તે નિશ્વલ છે.”
બીજો પણ એક અત્યંત કરુણાસભર પ્રસંગ એ છે કે એક વખત મધ્ય રાત્રિએ આખું પાટણ નગર શાંત હતું ત્યારે આકાશને વીંધી નાંખતો કરુણ સ્વર કુમારપાળ રાજાના કાને પડ્યો. રાજા પોતાના પ્રાસાદેથી એકલો આ સ્વરદિશા તરફ ચાલી નીકળ્યો. ત્યાં શબ્દને પાસે ને પાસે આવતો સાંભળીને સાવચેત થઈ જુએ છે તો એક વૃક્ષ નીચે બેઠેલી એક સ્ત્રીને જોઈ. રાજાએ તેને કહ્યું, હે પ્રેમપૂર્ણ! અત્યારે આવી રીતે અહીં બેસવું યોગ્ય નથી ? ત્યારે તે સ્ત્રીએ તેનો
૧૨૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો